________________
પ્રતિબંધક મોહદોષ છે. રાગદોષ જ્ઞાનગુણ વડે જિતાય છે, દ્વેષદોષ દર્શનગુણ વડે જિતાય છે અને મોહદોષ ચારિત્રગુણ વડે જિતાય છે.
જ્ઞાનગુણની પરાકાષ્ઠા “નમો' ભાવમાં છે, દર્શનગુણની પરાકાષ્ઠા “અહ' ભાવમાં છે અને ચારિત્રગુણની પરાકાષ્ઠા “શરણ' ભાવમાં છે. જ્ઞાનગુણ મંગલરૂપ છે, દર્શનગુણ લોકોત્તમ સ્વરૂપ છે અને ચારિત્રગુણ શરણાગતિરૂપ છે. એ રીતે રત્નત્રયીનો વિકાસ આત્માની મુક્તિગમત-યોગ્યતાનો પરિપાક કરે છે અને સંસારભ્રમણ યોગ્યતાનો નાશ કરે છે. સ્વદોષદર્શન અને પરગુણદર્શન
ચાર વસ્તુ મંગલ છે, ચાર વસ્તુ લોકમાં ઉત્તમ છે અને ચાર શરણ યોગ્ય છે. મંગલની ભાવના જ્ઞાનસ્વરૂપ છે, ઉત્તમની ભાવના દર્શનસ્વરૂપ છે, શરણની ભાવના ચારિત્ર સ્વરૂપ છે. જ્ઞાન વડે રાગદોષ જાય છે. દર્શન વડે દ્રષદોષ જાય છે, ચારિત્ર વડે મોહદોષ જાય છે.
રાગ જવાથી પોતાનો દોષ દેખાય છે, તેષ જવાથી બીજાના ગુણ દેખાય છે અને મોહ જવાથી શરણભૂત આજ્ઞાનું સ્વરૂપ જણાય છે.
સ્વદોષદર્શન દોષની ગહ કરાવે છે, પરમગુણદર્શન પરની અનુમોદના કરાવે છે અને આજ્ઞાનું સ્વરૂપ સમજવાથી આજ્ઞાના શરણે રહેવાની વૃત્તિ પેદા થાય છે.
ગુણવાનની આજ્ઞા જ સ્વીકારવા યોગ્ય છે, દોષ જવાથી જ ગુણ પ્રગટે છે, આજ્ઞાનું આરાધન કરવાથી જ દોષ જાય છે, તેથી આજ્ઞાનું આરાધન મોક્ષને માટે થાય છે અને આજ્ઞાની વિરાધના સંસારને માટે થાય છે.
સ્વમતિ કલ્પનાનો મોહ આજ્ઞાપાલનના અધ્યવસાયથી જ જાય છે અને તે જવાથી શરણ સ્વીકારવામાં બળ પેદા થાય છે.
અરિહંતનું શરણ, સિદ્ધનું શરણ, સાધુનું શરણ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શરણ એ અરિહંતાદિ ચારની લોકોત્તમતાના જ્ઞાન ઉપર આધાર રાખે છે. એ ચારની લોકોત્તમતા, એ ચારની મંગલમયતાના સ્વીકાર ઉપર આધાર રાખે છે. એ ચારની મંગલમયતા તેમના જ્ઞાન, દર્શન અને ચારિત્રની મંગલમયતાના આધારે છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રની મંગલમયતા રાગ, દ્વેષ અને મોહનો પ્રતિકાર કરવાના સામર્થ્યમાં રહેલી છે. ચોગ્યનું શરણ લેવાથી યોગ્યતા વિકસે છે.
જીવને સૌથી અધિક રાગ સ્વજાત ઉપર હોય છે. તે રાગના કારણે પોતામાં રહેલા અનંતાનંત દોષોનું દર્શન થતું નથી. સ્વજાતનો રાગ, પર પ્રત્યે દ્વેષનો આવિર્ભાવ કરે છે, એ દ્વેષના પ્રભાવે પરગુણદર્શન થતું નથી. સ્વદોષદર્શન અને પરગુણદર્શન ન થવાના કારણે મોહનો ઉદય થાય છે, મોહનો ઉદય થવાથી બુદ્ધિ અવરાય છે. બુદ્ધિનું આવરણ શરણ કરવા યોગ્યનું શરણ સ્વીકારવામાં અંતરાયભૂત થાય છે.
યોગ્યનું શરણ ન સ્વીકારવાથી પોતાની અયોગ્યતા ઉપર કાબૂ આવતો નથી. પોતાની અયોગ્યતા કર્મબંધનના હેતુઓ પ્રત્યે દુર્લક્ષ્ય કરાવે છે અને કર્મલયના હેતુઓનું સેવન કરવામાં પ્રતિબંધક થાય છે. કર્મબંધના હેતુઓથી પરામુખ થવા માટે અને કર્મક્ષયના હેતુઓની સન્મુખ થવા માટે યોગ્યતા વિકસાવવી જોઈએ.
યોગ્યનું શરણ લેવાથી યોગ્યતા વિકસે છે. યોગ્યનું શરણ લેવાની યોગ્યતા સ્વદોષદર્શન અને પરગુણ-ગ્રહણથી પેદા થાય છે. રાગ-દ્વેષની મંદતા થવાથી પરગુણ અને સ્વદોષદર્શન થાય છે અને રાગ-દ્વેષની મંદતા જ્ઞાન-દર્શન ગુણનો વિકાસ થવાથી થાય છે.
જ્ઞાન-દર્શન ગુણનો વિકાસ અરિહંતાદિની મંગલમયતા અને લોકોત્તમતાને જોવાથી અને તેમનું શરણ સ્વીકારવાથી થાય છે.
અનુપ્રેક્ષાકિરણ ૧
૨૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org