SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ દુષ્કત એટલે વકૃત અનંતાનંત અપરાધ અને સુકૃત એટલે પરકૃત અનંતાનંત ઉપકાર વીતરાગ પરમાત્મા નિગ્રહાનુગ્રહ સામર્થ્યયુક્ત અને સર્વજ્ઞ-સર્વદર્શીત્વ ગુણને ધારણ કરનારા હોવાથી સર્વપૂજ્ય છે. રાગદોષ જવાથી કરુણાગુણ પ્રગટે છે, દ્રષદોષ જવાથી માધ્યસ્થભાવ પ્રગટે છે. કરુણા ગુણનો સ્થાયીભાવ અનુગ્રહ છે અને માધ્યસ્થગુણનો સ્થાયીભાવ નિગ્રહ છે. જાતનો પક્ષપાત તે રાગ છે પોતાની જાત સિવાય સર્વની ઉપેક્ષા તે દ્વેષ છે. રાગ એ સ્વદુષ્કૃતગર્તાનો પ્રતિબંધક છે અને દ્વેષ એ પરસુકૃતાનુમોદનનો પ્રતિબંધક છે. અહીં દુષ્કૃત એટલે સ્વકૃત અનંતાનંત અપરાધ અને સુકૃત એટલે પરકૃત અનંતાનંત ઉપકાર. પોતાના અપરાધની ગઈ અને બીજાના ઉપકારની પ્રશંસા તો જ થાય કે અપ્રશસ્ત રાગ-દ્વેષ જાય. જ્ઞાન-દર્શન ગુણ, રાગ-દ્વેષના પ્રતિપક્ષી છે. એટલે રાગ-દ્વેષ જવાથી એક બાજુ અનંત જ્ઞાન-દર્શન ગુણ પ્રગટે છે અને બીજી બાજુ નિગ્રહાનુગ્રહ સામર્થ્ય પ્રગટે છે અને તે બંનેના કારણભૂત કરુણા અને માધ્યચ્ય ભાવ જાગે છે. વીતરાગ એટલે કરુણાના નિધાન અને માધ્યશ્મ ગુણના ભંડાર, તથા વીતરાગ એટલે અનંત જ્ઞાન-દર્શન સ્વરૂપ કેવળજ્ઞાન અને કેવળદર્શનના માલિક, સર્વ વસ્તુને જાણનારા અને જોનારા છતાં સર્વથી અલિપ્ત રહેનારા, સર્વ ઉપર પોતાનો પ્રભાવ પાડનારા પરંતુ કોઈના પણ પ્રભાવ નીચે કદી ય નહીં આવનારા. આત્મામાં રહેલી અચિજ્ય શક્તિનો સ્વીકાર વીતરાગતા એ આ રીતે નિષ્ક્રિયતા-સ્વરૂપ નહીં પણ સર્વોચ્ચ સક્રિયતારૂપ (Most Dynamic) છે. તે ક્રિયા. અનુગ્રહ-નિગ્રહરૂપ છે અને અનુગ્રહ-નિગ્રહ એ રાગ-દ્વેષના અભાવમાંથી ઉત્પન્ન થયેલ આત્મશક્તિરૂપ છે. આત્માની સહજ શક્તિ જ્યારે આવરણરહિત થાય છે ત્યારે તેમાંથી એક બાજુ સર્વજ્ઞતા-સર્વદર્શીતા પ્રકટે છે અને બીજી બાજુ નિગ્રહ-અનુગ્રહ સામર્થ્ય પ્રગટે છે. તે બંનેને પ્રગટાવવાનો ઉપાય આવરણરહિત થવું તે છે. આવરણ રાગ-દ્વેષ અને અજ્ઞાનરૂપ છે. અજ્ઞાન ટાળવા માટે સ્વઅપરાધનો સ્વીકાર અને પરકૃતઉપકારનો અંગીકાર અને એ બન્નપૂર્વક અચિન્ત શક્તિયુક્ત આત્મતત્ત્વનો આશ્રય અનિવાર્ય છે. આત્મતત્વનો આશ્રય એટલે પ્રથમ આત્મામાં રહેલી અચિન્ય શક્તિનો સ્વીકાર (Consciousness of the Eternal soul Power). એ સ્વીકાર થવાથી અનંતાનુબંધી રાગ-દ્વેષ ટળી જાય છે. પૂર્વે કદી ન અનુભવેલો એવો સમત્વભાવ પ્રગટે છે. એ સમત્વભાવ અપક્ષપાતિતા અને મધ્યસ્થવૃત્તિતારૂપ છે. મોટામાં મોટો પક્ષપાત સ્વદોષ છે. પોતે નિર્ગુણ અને દોષવાન હોવા છતાં પોતાને નિર્દોષ અને ગુણવાન માનવાની વૃત્તિરૂપ પક્ષપાત સમત્વ ભાવથી ટળી જાય છે. વીતરાગ અવસ્થા જ પરમ પૂજનીય છે પોતે કરેલા ઉપકારના મહત્ત્વ જેટલું જ કે તેથી અધિક પરકૃત ઉપકારોનું મહત્ત્વ છે એવો મધ્યસ્થવૃત્તિતારૂપ સમત્વભાવ એ દ્રષદોષના પ્રતિકારસ્વરૂપ છે. ઉભય પ્રકારનું સમત્વ રાગ-દ્વેષને નિર્મૂળ કરી આત્માના શુદ્ધસ્વભાવરૂપ કેવલજ્ઞાન-કેવલદર્શનને ઉત્પન્ન કરે છે. તેમાં લોકાલોક પ્રતિભાસિત થાય છે. પરંતુ તે કોઈથી પ્રતિભાસિત થતું નથી, કેમ કે તે સ્વયંભૂ છે. તેથી ૧. વીતરાગ પરમાત્મા અન્ય રાગદ્વેષી દેવોની જેમ રાગજન્ય અનુગ્રહ કે દ્વેષજન્ય નિગ્રહ કરતા નથી, પરંતુ એમની આજ્ઞાનું પાલન જ જીવને કલ્યાણકારી અને એ આજ્ઞાનું ખંડન જ અકલ્યાણકારી હોવાથી ઉપચારથી વીતરાગ પરમાત્મામાં નિગ્રહ-અનુગ્રહ સામર્થ્ય માનવામાં આવેલ છે. ૨૫૮ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy