SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ વિતરાગઅવસ્થા જ પરમ પૂજનીય છે અને તેને પ્રાપ્ત કરવાના ઉપાયભૂત દુષ્કૃતગ, સુકૃતાનુમોદન અને “શરણગમન એ પરમ ઉપાદેય છે. वीतरागोऽप्यसौ देवो, ध्यायमानो मुमक्षुभिः । स्वर्गापवर्गफलदः शक्तिस्तस्य हि तादशी ॥१॥ આ દેવ વીતરાગ હોવા છતાં મુમુક્ષુ વડે જ્યારે ધ્યાન કરાય છે, ત્યારે તે સ્વર્ગાપવર્નરૂપી ફળને આપે છે, કેમ કે તેમની સેવા પ્રકારની નિશ્ચિત શક્તિ છે. वीतरागोऽप्यसौ ध्येयो, भव्यानां स्याद् भवच्छिदे । विच्छिन्नबन्धनस्यास्य, ताद्रग् नैसर्गिको गुणः ॥२॥ આ ધ્યેય વીતરાગ હોવા છતાં ભવ્ય જીવોના ભવોચ્છેદને માટે થાય છે. બંધન જેઓનાં છેદાઈ ગયાં છે, તેમનામાં આ નૈસર્ગિક ગુણ હોય છે. વીતરાગ આત્માઓનો સ્વભાવ જ તેમનું ધ્યાન કરનારાઓના રાગ-દ્વેષનો છેદ કરવાનો છે. ચMવોડતોવર. ' સ્વભાવ તર્કનો અવિષય છે. વસ્તુસ્વભાવના નિયમ મુજબ વીતરાગ વસ્તુનો સ્વભાવ જ વ-પરનો ભવોચ્છેદક છે. કોઈ પણ વસ્તુસ્વભાવ તર્કથી અગ્રાહ્ય છે. પરાર્થભાવ એ જ સાચી દુષ્કૃતગહ અને કૃતજ્ઞતાગુણ એ જ સાચું સુકૃતનું અનુમોદના દુષ્કૃતમાત્રનું પ્રાયશ્ચિત્ત પરાર્થવૃત્તિ છે, કેમ કે, પરપીડાથી દુષ્કૃતનું ઉપાર્જન છે તેથી તેની વિપક્ષ પરાર્થવૃત્તિનું સેવન તેના નિરાકરણનો ઉપાય છે. કૃતિમાત્ર મન-વચન-કાયાથી થાય છે. તેમાં દુખત્વ લાવનાર પરપીડાનો અધ્યવસાય છે અને તે અધ્યવસાય રાગભાવમાંથી, સ્વાર્થભાવમાંથી જન્મે છે. સ્વાર્થભાવનો પ્રતિપક્ષીભાવ પરાર્થભાવ છે, તેથી પરાર્થભાવ જ ભવ્યત્વપરિપાકનો તાત્વિક ઉપાય છે, પરંતુ તે (પરાર્થભાવ) પરપીડાના પ્રાયશ્ચિત્તરૂપ હોવો જોઈએ. પરાર્થભાવથી એક તરફ નૂતન પરપીડાનું વર્જન થાય છે અને બીજી તરફ પૂર્વે કરેલી પરપીડાનું શુદ્ધિકરણ થાય છે. તેથી પરાર્થભાવ જ સાચી દુષ્કૃતગઈ છે. દુષ્કત ગણીય છે, ત્યાજ્ય છે, હેય છે એવી સાચી બુદ્ધિ તેને જ ઉત્પન્ન થયેલી ગણાય કે જેને સુકૃત એ અનુમોદનીય છે, ઉપાદેય છે, આદરણીય છે એવો ભાવ સ્પષ્ટ થયેલો હોય. પરપીડા એ દુષ્કત છે, તો પરોપકાર એ સુકૃત છે. પરોપકારમાં કર્તવ્યબુદ્ધિ પેદા થવી એ જ દુષ્કૃતમાત્રનું સાચું પ્રાયશ્ચિત્ત છે. પરોપકાર જેને કર્તવ્ય લાગે તેનામાં કૃતજ્ઞતા નામનો બીજો ગુણ ઉત્પન્ન થાય છે. બીજાનો પોતાના ઉપર થયેલો ઉપકાર જેને સ્મરણપથમાં નથી તે પરોપકારગુણને સમજ્યો જ નથી. કૃતજ્ઞતાગણ સુકૃતનું અનુમોદન કરાવે છે અને તેથી પરોપકારવૃત્તિ દઢ થાય છે, એટલું જ નહીં પણ પરાર્થકરણનો અહંકાર પણ તેથી વિલીન થઈ જાય છે. પોતે જે કંઈ પરાર્થકરણ કરે છે, તે પોતાના ઉપર બીજાઓનો જે ઉપકાર થઈ રહ્યો છે, તેનો શતાંશ, સહસ્રાંશ કે લક્ષાંશ પણ હોતો નથી. પરાર્થભાવની સાથે કૃતજ્ઞતા ગુણ જોડાયેલો હોય તો જ તે પરાર્થભાવ તાત્ત્વિક બને છે. અરિહંતાદિનું શરણગમના પરાર્થવૃત્તિ અને કૃતજ્ઞતાગણ વડે દુષ્કતગહ અને સુકૃતાનુમોદનરૂપ ભવ્યત્વ પરિપાકના બે ઉપાયોનું સેવન થાય છે, ત્રીજો ઉપાય અરિહંતાદિ ચારનું શરણગમન છે. અહીં શરણગમનનો અર્થ એ છે કે જેઓ પરાર્થભાવ અને કૃતજ્ઞતાગુણના સ્વામી છે, તેઓને જ પોતાના એક આદર્શ માનવા, તેમનાં જ સત્કાર, સન્માન, આદર, બહુમાનને પોતાનાં કર્તવ્ય માનવાં. અનુપ્રેક્ષાકિરણ ૧ X ૨૫૯ વર્ષ ૨૫૯ Jhin Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy