SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પરાર્થભાવ અને કૃતજ્ઞતાગુણના સાચા અર્થી જીવોમાં તે બે ભાવની ટોચે (Climax) પહોંચેલાઓની શરણાગતિ, ભક્તિ, પૂજા, બહુમાન વગેરે સહજપણે આવે છે. જો તે ન આવે તો સમજવું કે તેને અંતરથી દુષ્કૃતગર્તા કે સુકૃતાનુમોદન થયેલું નથી, એટલું જ નહીં પણ દુષ્કતગઈ કે સુકૃતાનુમોદનનો ભાવ તેનામાં ઉત્પન્ન થયો હોય તો પણ તે સાનુબંધ નથી, જ્ઞાન-શ્રદ્ધાપૂર્વકનો નથી. જ્ઞાન અને શ્રદ્ધાથી વિહીન એવો દુષ્કૃતગહ અને સુકૃતાનુમોદનનો ભાવ નિરનુંબંધ બને છે, ક્ષણવાર ટકીને ચાલ્યો જાય છે, તેથી તેને સાનુબંધ બનાવવા માટે તે બે ગુણોને પામેલા અને તેની ટોચે પહોંચેલા પુરુષોની શરણાગતિ અપરિહાર્ય છે. એ શરણાગતિ પરાર્થભાવ અને કૃતજ્ઞતા ગુણને સાનુબંધ બનાવવા માટેનું સામર્થ્ય પૂરું પાડે છે, વીર્ય વધારે છે, ઉત્સાહ જગાડે છે અને તેમની જેમ જ્યાં સુધી પૂર્ણત્વ પ્રાપ્ત ન થાય અર્થાત્ તે બે ગુણોની ક્ષાયિકભાવે સિદ્ધિ ન થાય ત્યાં સુધી સાધનામાં વિકાસ થતો રહે છે તેને અનુગ્રહ કહેવાય છે. સાધનામાં ઉત્તરોત્તર વિકાસ વધારી સિદ્ધિ સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ પ્રકારના આલંબનો પ્રત્યે આદરનો પરિણામ અને તેથી પ્રાપ્ત થતી સિદ્ધિ એ તેમનો અનુગ્રહ ગણાય છે. કહ્યું છે કે - आलंबनादरोद्भूतप्रत्यूहक्षययोगतः । ध्यानायारोहणंभ्रंशो, योगिनां नोपजायते ॥ અધ્યાત્મસાર’ ઊંચે ચઢાવામાં આલંબનભૂત થનારાં તત્ત્વો પ્રત્યે આદરના પરિણામથી સિદ્ધિની આડે આવતાં વિઘ્નોનો ક્ષય થાય છે અને તે વિઘ્નક્ષય વડે ધ્યાનાદિના આરોહણથી યોગી પુરુષોનો ભ્રંશ થતો નથી. આલંબનોના આદરથી થતા પ્રત્યક્ષ લાભને જ શાસ્ત્રકારો અરિહંતાદિનો અનુગ્રહ કહે છે. અરિહંતાદિ ચારનું અવલમ્બન સ્વરૂપના બોધનું કારણ છે જેનું આલંબન લઈને જીવ આગળ વધે છે તેનો ઉપકાર દ્ધયમાં ન વસે તો તે પાછો પતનને પામે છે. એટલે પરાર્થવૃત્તિરૂપી દુષ્કૃતગઈ, કૃતજ્ઞતાગુણના પાલન સ્વરૂપે સુકૃતાનુમોદના અને તે ગુણોની સિદ્ધિને વરેલા મહાપુરુષોની શરણાગતિ એ ત્રણે ઉપાયો મળીને જીવની મુક્તિગમન યોગ્યતા વિકસાવે છે અને ભવભ્રમણની શક્તિનો ક્ષય કરે છે. સાચી દુષ્કતગર્તા અને સુકૃતાનુમોદના, દુષ્કતરહિત અને સુકૃતવાન તત્ત્વોની ભક્તિ સાથે જોડાયેલી જ હોય છે. તેથી એક ભક્તિને જ મુક્તિની દૂતી કહેલી છે. કૃતજ્ઞતાગણ સુકૃતની અનુમોદનારૂપ છે. પરાર્થવૃત્તિ દુષ્કતની ગહરૂપ છે. દુષ્કતની ગરૂપ પરાર્થવૃત્તિ અને સુકૃતની અનુમોદનારૂપ કૃતજ્ઞતાભાવથી વિશુદ્ધ થયેલ અંતઃકરણમાં શુદ્ધ આત્મતત્ત્વનું પ્રતિબિંબ પડે છે. શુદ્ધ આત્મતત્ત્વ અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિકથિત ધર્મથી અભિનસ્વરૂપવાળું છે. અરિહંતાદિ ચારનું શરણગમન એ મુક્તિનું અનન્ય કારણ છે. મુક્તિ એ સ્વરૂપ લાભારૂપ છે. સ્વરૂપનો બોધ એ અરિહંતાદિ ચારના અવલંબનથી થાય છે. અરિહંતાદિ ચારનું અવલંબન સ્વરૂપના બોધનું કારણ છે. આત્મામાં આત્માથી આત્માનું જાણવાનું સાધન અરિહંતાદિ ચારનું શરણ-સ્મરણ છે. એ ચારનું સ્મરણ એ જ તત્ત્વથી આત્મસ્વરૂપનું સ્મરણ છે. આત્માનું સ્વરૂપ નિશ્ચયથી પરમાત્મતુલ્ય છે એવો બોધ જેને થયેલો છે, તેને પરમાત્મા-સ્મરણ એ જ વાસ્તવિક શરણગમન છે. - 2લોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy