________________
આત્મતત્ત્વનું સ્મરણ વિશુદ્ધઅંતઃકરણમાં થાય છે
આત્મતત્ત્વનું સ્મરણ વિશુદ્ધ અંતઃકરણમાં થાય છે. અંતઃકરણની વિશુદ્ધિ દુષ્કૃતગહ અને સુકૃતાનુમોદનથી
થાય છે.
દુષ્કૃત પરપીડારૂપ છે, તેની તાત્ત્વિક ગઈ ત્યારે થાય છે કે જ્યારે પરપીડાથી ઉપાર્જન કરેલા પાપકર્મને પરોપકાર વડે દૂર કરવાનો વીર્યોલ્લાસ જાગે છે.
પ૨ાર્થકરણનો વીર્યોલ્લાસ એ જ પરપીડાકૃત પાપની સાચી ગહના પરિણામસ્વરૂપ છે. દુષ્કૃતગર્હામાં પરાર્થક૨ણની વૃત્તિ છુપાયેલી છે. સુકૃતાનુમોદનમાં પરાર્થક૨ણનું હાર્દિક અનુમોદન છે. ચતુઃશણગમનમાં પાર્થક૨ણ સ્વભાવવાળા આત્મતત્ત્વનો આશ્રય છે.
આત્મતત્ત્વ પોતે જ પરાર્થકરણ અને પરપીડાના પરિહારસ્વરૂપ છે. આત્માનો તે મૂળસ્વભાવ પ્રાપ્ત કરવા માટે જ પરપીડાનું ગર્હણ અને પરોપકારગુણનું અનુમોદન છે.
શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત થયેલા અરિહંતાદિ ચાર સર્વથા પાર્થક૨ણોઘ્રત હોય છે. તેથી તે સ્વરૂપનું શરણ સ્વીકારવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, ઉપાસના કરવા લાયક છે.
શુદ્ધ આત્મતત્ત્વ હંમેશાં પોતાના સ્વભાવથી જ શુદ્ધિકરણનું કાર્ય કરે છે તેથી તે જ પુનઃ પુનઃ સ્મરણીય છે, આદરણીય છે, જ્ઞેય છે, શ્રદ્ધેય છે, સર્વ ભાવથી શરણ્ય છે શરણ લેવા લાયક છે.
જ્યાં સુધી સ્વકૃત પોતે કરેલા દુષ્કૃતની ગીં થતી નથી, એક નાનું પણ દુષ્કૃત ગના વિષય વિનાનું રહે છે, ત્યાં સુધી સ્વપક્ષપાતરૂપી રાગદોષનો વિકાર વિદ્યમાન છે એમ સમજવું. ગહના સ્થાને અનુમોદના હોવાથી તે મિથ્યા છે, તેથી વાસ્તવિક અનુમોદનાના સ્થાનભૂત પરસુકૃતની પણ સાચી અનુમોદના થતી નથી.
પરકૃત અલ્પ પણ સુકૃતનું અનુમોદન બાકી રહી જાય છે. ત્યાં સુધી અનુમોદનના સ્થાને અનુમોદનના બદલે ઉપેક્ષા કાયમ રહે છે અને તે ઉપેક્ષા પણ એક પ્રકારની ગર્હા જ બને છે. સુકૃતની ગર્હા અને દુષ્કૃતનું અનુમોદન થોડે અંશે પણ વિદ્યમાન હોય ત્યાં સુધી સાચું શરણ પ્રાપ્ત થતું નથી. દુષ્કૃતનું અનુમોદન રાગરૂપ છે અને સુકૃતનું ગહણ દોષરૂપ છે, તેના પાયામાં મોહ યા અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન રહેલું છે.
એ મિથ્યાજ્ઞાનરૂપી મોહનીયકર્મની સત્તામાં અરિહંતાદિનું શુદ્ધ આત્મસ્વરૂપ ઓળખાતું નથી કેમ કે તે રાગ-દ્વેષરહિત છે.
વીતરાગ અવસ્થાની સૂઝ-બૂઝ
રાગ-દ્વેષરહિત શુદ્ધસ્વરૂપની સાચી ઓળખાણ થવા માટે દુષ્કૃતગર્હા અને સુકાતાનુમોદન સર્વાંશે શુદ્ધ થવું જોઈએ એ થાય ત્યારે જ રાગ-દ્વેષરહિત અવસ્થાવાનની સાચી શરણાગતિ પ્રાપ્ત થઈ શકે છે અને એ શરણાગતિ પ્રાપ્ત થાય તો જ ભવનો અંત આવી શકે છે.
ભવનો અંત લાવવા માટે રાગ-દ્વેષરહિત વીતરાગ અવસ્થાની અંતઃકરણમાં સૂઝ-બૂઝ થવી જોઈએ. સૂઝ એટલે શોધ અર્થાત્ જિજ્ઞાસા અને બૂઝ એટલે જ્ઞાન. વીતરાગ અવસ્થાની સૂઝ-બૂઝ દુષ્કૃતગર્હા અને સુતાનુમોદનની અપેક્ષા રાખે છે. વીતરાગ અવસ્થાનું માહાત્મ્ય પિછાણવા માટે હૃદયની ભૂમિકા તેને યોગ્ય થવી જોઈએ.
એ યોગ્યતા ગર્હણીયની ગર્લ્સ અને અનુમોદનીયની અનુમોદનાના પરિણામથી પ્રગટે છે. ગર્હા દુષ્કૃતમાત્રની હોવી જોઈએ. અનુમોદના સુકૃતમાત્રની હોવી જોઈએ. એ બે હોય ત્યારે રાગ-દ્વેષની તીવ્રતા ઘટી જાય છે.
રાગનો રાગ ન હોવો અને દ્વેષ પ્રત્યે દ્વેષની વૃત્તિ હોવી એ રાગ-દ્વેષની તીવ્રતાનો અભાવ છે. દુષ્કૃતગોં
અનુપ્રેક્ષાકિરણ ૧
Jain Education International
For Private & Personal Use Only
૨૧
www.jainelibrary.org