________________
ઇન્દ્રિયોમાં જ્યાં સુધી આવા વેગો વિદ્યમાન રહે ત્યાં સુધી મન બાહ્ય વિષયોના આકર્ષણ વડે ચંચળ રહેવાથી એકાગ્ર થઈ શકતું નથી. ઈન્દ્રિયોની ચંચળતા દૂર કરવી એ જ યોગનું પાંચમું “પ્રત્યાહાર' નામનું અંગ છે.
મુખ્યપ્રાણનો જય જેમ પ્રયત્ન વડે સાધ્ય છે તેમ ગૌણપ્રાણરૂપ ઈન્દ્રિયોનો જય પણ પ્રયત્નસાધ્ય છે. ચિત્તની જડતા વધારનાર તામસ આહાર અને ચંચળતાદિ વધારનાર રાજસ આહાર ત્યાજ્ય છે.
કુસંગ સેવવો નહિ, કુવિચાર કરવા નહિ અને એકાત્ત સેવન કરવું. બહિર્મુખ ઇન્દ્રિયો જીવને બહુ કલેશ આપનારી છે. કોઈ પણ ઇન્દ્રિયના વિષયથી પરાભવ પામી પાછળથી પશ્ચાત્તાપની સ્થિતિએ પહોંચવું પડે છે – એ વાત વિવેકી સાધકે અગાઉથી સ્મરણપથમાં રાખવી જોઈએ.
છૂટી મૂકેલી ઇન્દ્રિયો જીવના પરમશત્રુનું કાર્ય કરે છે. ધૈર્ય, વિવેક અને સર્ભાગ્રહથી વશ રાખેલી ઇન્દ્રિયો જીવના પરમમિત્રનું કામ કરે છે.
ઇન્દ્રિયોના વિષયોની સાથે રાગાત્મક સંયોગે તે પાપ છે અને તે સંયોગથી ઉત્પન્ન થતું સુખ તે તત્વથી દુઃખ છે. વિષયોથી નિવૃત્તિ તે પુણ્ય અને તે વડે વાસ્તવિક સુખ, શાશ્વત શાન્તિ અને અનુપમ તૃપ્તિ અનુભવાય
ઇન્દ્રિયોના બે છેડા છે મૂળ અને મુખ. મૂળો અંતઃકરણ સહિત ચેતનમાં અર્થાત્ સાક્ષીભૂત ચેતનમાં છે જે પરમામૃત' રૂપ છે અને તેમનાં મુખો પોતપોતાના વિષયોથી સંલગ્ન અને તે તરફ વેગવાળાં છે જે “પરમ વિષરૂપ' છે.
વિષયોપભોગથી થનારું સુખ પરાધીન, અપવિત્ર, ચિત્તને સ્થૂળ કરનાર, ભયભરેલું અધમસ્થિતિએ પહોંચાડનારું, શાન્તિનો ઘાત કરનારું, અતૃપ્તિ ઉપજાવનારું, બળને હરનારું, કૃત્રિમ, ક્ષણક્ષયી, હિતવિઘાતક, * આતુરતા અને ખેદ ઉપજાવનારું તથા ઉન્મત્તપણાને વધારનારું છે.
ઇન્દ્રિયોને આત્મભાવનામાં જોડવાથી જે સુખ ઊપજે છે, તે સ્વાધીન, પવિત્ર, સૂક્ષ્મતાને લાવનારું, નિર્ભય, ગૌરવાહ, શાન્તિ, તૃપ્તિ અને બળ વધારનારું, અકૃત્રિમ, હિતસાધક, આરંભમાં સામાન્ય, પરિણામે શ્રેષ્ઠતમઆનંદરૂપે પ્રતીત થનારું, સર્વત્ર સર્વદા સર્વને સુલભ અને ઉન્મત્તપણાનો નાશ કરાવનારું છે. તથા પરમતત્ત્વનો સાક્ષાત્કાર કરનારું છે. શ્રોત્રનો સ્ત્રી આદિના પ્રિય શબ્દોના શ્રવણમાં રાગ અને શત્રુ આદિના અપ્રિય શબ્દોના શ્રવણમાં દ્વેષ છે. ત્વચાનો સ્ત્રી આદિનાં કોમળ અંગોના સ્પર્શમાં રાગ અને સર્પાદિના સ્પર્શમાં દ્વેષ છે. નેત્રનો સ્ત્રી આદિના સુંદર માનેલા રૂપમાં રાગ અને શ્વનાદિના મૃતશરીરાદિમાં દ્વેષ છે. જિદ્વાનો મધુર આદિ રસના આસ્વાદનમાં રાગ અને કટુ-કષાય આદિ રસના આસ્વાદનમાં દ્વેષ છે. નાસિકાનો કેતકી આદિના ગંધમાં રાગ અને મલ આદિના ગંધમાં ઠેષ છે. વાણીનો અપ્રિય, કર્કશ, કઠોરાદિ શબ્દોમાં પ્રાયઃ રાગ અને સત્ય, પ્રિય હિતકારી શબ્દોમાં મોટે ભાગે અરુચિ-કંટાળો છે.
શ્રોત્રાદિ પાંચ જ્ઞાનેન્દ્રિયોનો પોતપોતાના અનુકૂળ-પ્રતિકૂળ વિષયમાં જે રાગ-દ્વેષ છે, તે રાગ-દ્વેષ દૂર કરવાનો ઉપાય પ્રાપ્ત થતાં “સર્વ પદાર્થો માયિક, ક્ષણભંગુર અને નિઃસ્નેહ છે' એવો નિશ્ચયરૂપ વિવેક પ્રગટે છે.
ઇન્દ્રિયોને સ્વ-પરના નિર્દોષ હિતમાં ઉપયોગી એવા વ્યાપારોમાં પરોવવા માટે સદ્ગુરુ અને સન્શાસ્ત્રના ઉપદેશ દ્વારા સુંસસ્કારિત બનેલા મનને અનુસરનારી કરવી તે પ્રત્યાહાર છે. કહ્યું છે કે
અતિ ચપળ આ ઇનિ, આપે કલેશ અપાર, જેમ પથિકને ચોર બહુ, મોટા રણ મોઝાર; જે મતિ પાછળ ઊપજે, તે મતિ આગળ હોય, સરુ કહે છે શિષ્યને, વિપ્ન નડે ન કોય.
(૬) ધારણા-યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારરૂપ યોગનાં બહિરંગ અંગોનું પાલન કરીને ધારણા, ધ્યાન, સમાધિરૂપ યોગનાં અંતરંગ અંગોનું સાધન કરવાના અધિકારી થઈ શકાય છે.
ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ NG
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org