________________
છે, તેવી પોતાના ચિત્તની અચળ સ્થિતિ, પ્રયત્નપૂર્વક આત્મામાં સંપાદિત કરવી તે આધ્યાત્મિક ‘સિદ્ધાસન' છે. પદ્મ જેમ જળમાં નિર્લેપ રહે છે તેમ જ્ઞાન વડે મનને સંસારથી નિર્લેપ રાખવું તે ‘પદ્માસન’ છે. પરમાત્મા કલ્યાણ ક૨ના૨ છે તેથી તેઓના લક્ષ્યસ્વરૂપમાં પ્રયત્નપૂર્વક મનની સ્થિતિ રાખવી, તે ‘સ્વસ્તિકાસન' છે. શિષ્ટો જેવી રીતે સત્શાસ્ત્રના સિદ્ધાન્તોનું અનુસરણ કરે છે તેવી રીતે સત્શાસ્ત્રના સિદ્ધાન્તનું શુદ્ધભાવે અનુસરણ કરવું તે ‘શિષ્ટાસન’ છે.
(૪) પ્રાણાયામ-શરીરમાંના મુખ્ય પ્રાણના બાહ્ય વેગને રોકવો તે ‘‘પ્રાણાયામ’' છે. તેથી ઇન્દ્રિયો અને અંતઃક૨ણ જે ગૌણપ્રાણ ગણાય છે, તેમના બાહ્ય વેગોનો પણ નિરોધ થવા લાગે છે.
સિદ્ધાદિ આસનોમાંના કોઈ એકનો પણ ન્યૂનાધિક પ્રમાણમાં જય કર્યા વિના જો પ્રાણાયામનો વિશેષ અભ્યાસ ક૨વામાં આવે તો પ્રાણનો જય થવાને બદલે શરીરમાં કોઈ એક જાતનો રોગ થવાનો સંભવ છે, માટે વિવેકીએ આસનનો જય કર્યા વિના પ્રાણાયામનો વિશેષ અભ્યાસ કરવો ઉચિત નથી.
પ્રાણાયામના અભ્યાસીએ પરિમિત, પથ્ય અને મલ-મૂત્ર ઓછાં ઉત્પન્ન કરે તેવો આહાર લેવો જોઈએ. મન, વાણી અને કાયાથી નિર્દોષ, નિર્મળ બ્રહ્મચર્ય પાળવું જોઈએ.
૧. મારા વિષયપ્રવણચિત્તનો હું અવશ્ય નિરોધ કરીશ એવા ઉત્સાહપૂર્વક,
૨. સાધ્યાસાધ્યનો વિચાર કરીને,
૩. સહનશીલતારૂપ ધૈર્ય ધારણ કરીને,
૪. ‘વિષયો મિથ્યા’ છે અને ‘આત્મા સત્ય’ છે એવું દૃઢજ્ઞાન ધારણ કરીને,
૫. ગુરુ અને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ ધા૨ણ ક૨ીને અને
૬. વિષયીજનોના સંગનો પરિત્યાગ કરીને યોગાભ્યાસીએ યોગાભ્યાસમાં પ્રવૃત્ત થવું જોઈએ.
૧. અત્યાહાર, ૨. અતિપરિશ્રમ, ૩. નિરર્થક બહુ બોલવું, ૪. ઉગ્ર નિયમો (કે જે વડે ધાતુવૈષમ્ય અને શરીરશ્રમ ઊપજે તે) અને ૫. શરીરાદિનું ચંચળપણું યોગમાં પ્રતિબંધક છે, યોગસિદ્ધિમાં વિઘાતક છે.
પ્રથમની છ બાબતો સંપાદિત કરવા યોગ્ય છે અને પછીની પાંચ બાબતો ત્યજી દેવા યોગ્ય છે. પ્રાણની સ્થિરતાથી યોગી પોતાના અંતઃકરણને સ્થિર કરી આત્મભાવને પામવા સમર્થ થાય છે.
સાત્ત્વિકબુદ્ધિ વડે પ્રાણાયામનો નિત્ય અભ્યાસ કરવાથી કફાદિ મલથી યુક્ત ‘સુષુમ્ના નાડી’ મલરહિત થાય છે. પ્રાણનો નિગ્રહ ક૨વામાં, મનને એકાગ્ર ક૨વામાં તથા તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરવામાં યોગી સમર્થ થાય છે.
સિંહ, વ્યાઘ્ર અને વનહસ્તી જેમ યુક્તિપૂર્વક પ્રયત્ન કરવાથી શનૈઃ શનૈઃ સ્વાધીન થાય છે, તેમ અભ્યાસ વડે પ્રાણવાયુ પણ શનૈઃ શનૈઃ સ્વાધીન થાય છે. જો તેને સહસા સ્વાધીન કરવા જાય તો તે સિંહાદિની પેઠે તે સાધકનું રોગાદિ દ્વારા હનન કરે છે.
પ્રાણાયામના અભ્યાસનો પરિપાક થવાથી શ૨ી૨માંની સુષુમ્યાદિ નાડીઓમાં મલની નિવૃત્તિ થઈને શુદ્ધ થાય છે, મુખ પ્રસન્નતાવાળું બને છે અને નેત્રો અતિ નિર્મળ થાય છે.
નાડીશુદ્ધિથી પ્રાણવાયુને વિશેષ સમય સુધી રોકવાનું બળ, જઠરાગ્નિનું પ્રદીપન, ધ્વનિનું પ્રાકટ્ય અને શરીરનું આરોગ્ય પ્રાપ્ત થાય છે.
(૫) પ્રત્યાહાર – ‘પ્રતિ' એટલે ઇન્દ્રિયોને પ્રતિલોમ પરિણામ વડે - તેમના બાહ્ય વેગોને ઉલટાવવા વડે ‘‘આ’' એટલે સર્વ બાજુથી ‘હુ’ એટલે ખેંચવી તે ‘‘પ્રત્યાહાર’’ છે.
પ્રત્યેક ઇન્દ્રિયનો વેગ પોતપોતાના બાહ્ય વિષય ભણી એટલે અંતરાત્માથી વિપરીત દિશામાં હોય છે.
શ્રી નમસ્કારનો અધિકારી
Jain Education International
For Private & Personal Use Only
૨૩૫
www.jainelibrary.org