SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપૂજન, ગુરુભક્તિ તથા બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન વગેરે (શરીર સંબંધી) કાયિક તપ છે. સત્ય, પ્રિય, હિત, મિત, પથ્ય વચન બોલવું અને મોક્ષમાર્ગનું અધ્યયન કરવું તે વાચિક તપ છે. સર્વ પ્રાણીઓનું હિતચિંતન, મનની તત્ત્વચિંતનમાં એકાગ્રતા, માયારહિત વ્યવહાર વગેરે માનસિક તપ છે. ફલેચ્છાનો ત્યાગ કરી એકાગ્ર મન વડે પરમશ્રદ્ધાપૂર્વક ત્રણેય પ્રકારનાં તપ કરવાં તે તાત્ત્વિક તપ છે. શુભભાવના પણ એક પ્રકારનો તપ છે. જ્યારે શરીર રોગી બને, ઇન્દ્રિયોનું સામ્થ ઘટે, પ્રિય પદાર્થનો વિયોગ થાય, અનિષ્ટ પ્રાણી-પદાર્થનો સંયોગ થાય અને મૃત્યુનું આવાગમન થાય ત્યારે તે મારાં અશુભકર્મોના ક્ષય માટે અને ચઢતી સ્થિતિ થવાનાં સાધનરૂપ છે એવી ભાવના પણ એક પ્રકારનું અત્યંતરતપ છે. ૪: આગમશાસ્ત્રનું શુદ્ધઉચ્ચારપૂર્વક, અર્થ, રહસ્ય અને જ્ઞાનસહિત અધ્યયન કરવું અથવા ગુરુદત્તમંત્રનો અધિકાર મુજબ કોઈ પણ વાણી વડે જપ ક૨વો તથા પરમાત્મામાં મનને એકાગ્ર રાખવું તે ‘‘સ્વાધ્યાય છે.’’ સ્વાધ્યાયના પરિપાક વડે ઈષ્ટદેવનો સાક્ષાત્કાર તથા તેઓની સાથે સમાપત્તિ-અભેદાનુભવ થઈ શકે છે. ૫ઃ આત્મપ્રીત્યર્થે જ સર્વકર્મ કરવાં અને સ્વાર્થવૃત્તિનો ઉચ્છેદ કરવો તે ‘‘ઈશ્વર પ્રણિધાન'' છે. કર્તાપણાનું અભિમાન અને કર્મના ફળની ઈચ્છા એ બેનો ત્યાગ કરવાની સાથે કર્તવ્યબુદ્ધિથી શુભકર્મ કરવાનો અભ્યાસ પાડવાથી ચિત્તના વિક્ષેપો દૂર થવા માંડે છે અને જ્યારે તેનો પરિપાક થાય છે ત્યારે સાધક પોતાના ચિત્તની એકાગ્રતાને પ્રાપ્ત કરે છે. (૩) આસન-પોતાના શરીરના કોઈ પણ અવયવને પીડા ન થાય તથા પોતાનું શરીર અચલ એટલે સ્થિર ૨હે, એવી રીતે પોતાના શરીરને રાખીને બેસવું તે ‘‘આસન’' કહેવાય છે. યમનિયમનો અભ્યાસ ન્યૂનાધિકપણે પણ પરિપક્વ થયા વિના યોગનું અંગભૂત આસન સિદ્ધ થઈ શકતું નથી. આસનો ઘણા પ્રકારનાં છે, તેમાં યોગાભ્યાસ માટે ચા૨ આસનો ઉપયોગી છે. સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન અને શિષ્ટાસન. એ સિવાય સર્વાંગાદિ અન્યઆસનોમાંથી કેટલાંક આસનો પ્રાણનો જય કરવામાં ઉપયોગી છે અને કેટલાંક શરીરના રોગોને દૂર ક૨વામાં તથા કાયાને નીરોગી રાખવામાં ઉપયોગી છે. શિષ્ટપુરુષો જેવી ૨ીતે પલાંઠી વાળીને બેસે છે તેવી રીતે પલાંઠી વાળીને બેસવું તે શિષ્ટાસન કહેવાય છે. આસનાભ્યાસમાં બેઠા પછી પગ, હાથ, ધડ, ડોક અને મસ્તકને અસાધારણ પ્રયોજન વિના ચલાયમાન કરવાં નહિ. આસનના અભ્યાસ વખતે નેત્રવૃત્તિને, બંને નેત્રદ્વારા નીકળતી અંતઃકરણની વૃત્તિસહિત નાસાગ્ર ઉ૫૨ અથવા ભૂમધ્યમાં રાખવી. દિવસે પરિમિત અને પથ્ય આહાર લેવો. મન, વાણી, નેત્ર અને શરીરથી બ્રહ્મચર્ય પાળવું. શરીર, ઇન્દ્રિય અને અંતઃક૨ણને શ્રમ જણાય તેવું કાર્ય કરવું નહિ. અનંત (આકાશ અથવા શેષ) માં ચિત્તને અભેદભાવે રાખવાથી આસનનો જય શીઘ્ર થાય છે, એક પ્રહર સુધી ચારમાંનું કોઈપણ એક આસન શરીરનાં અવયવોને પીડા વિના, મનને વ્યથા થયા વિના અને હાલ્યા-ચાલ્યા વિના જ્યારે રાખી શકાય ત્યારે આસન સિદ્ધ થયું સમજવું. શ્રદ્ધા અને ઉત્સાહ વિશેષ હોય તો જલદી, અન્યથા લાંબા કાળે આસનની સિદ્ધિ થાય છે. આસનજયથી શીતોષ્ણ, ક્ષુધા-તૃષા, હર્ષ-શોકાદિ દ્વંદ્વો પૂર્વની પેઠે પરિતાપ ઉપજાવતાં નથી. પ્રાણવાયુની ગતિ અને રુધિરાભિસરણ યથાયોગ્ય થવા લાગે છે. શરીરના સ્થૂલપણારૂપ તમોગુણ નાશ પામે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ધાતુસામ્ય થઈ શરીર નીરોગી બને છે. ચાંચલ્યરૂપ રજોગુણ શિથિલ થવાથી ઇન્દ્રિયોનો બાહ્ય વેગ મંદ પડે છે અને અંતઃકરણ કંઈક અંશે નિર્મળ થાય છે. બીજી રીતે આસનનો વિચાર નીચે મુજબ છે. સિદ્ધપુરુષોના ચિત્તની જેવી પોતાના આત્મામાં અચળ સ્થિતિ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૨૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy