SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરંગ અંગોમાં પ્રથમ ધારણા છે. નવકારના પવિત્ર અક્ષરો ચિત્તને બાંધવા માટેનાં ઉત્તમ આલંબનો છે, તેમાં ચિત્તવૃત્તિ રોકવાથી ધારણા' અંગ સિદ્ધ થાય છે. (૭-૮) ધ્યાન અને સમાધિઃ અક્ષરોમાં ચિત્ત બંધાયા પછી નવકારના અર્થમાં ચિત્તવૃત્તિને એકાગ્ર કરવી તે ધ્યાન' છે. ધ્યાન સિદ્ધ થયા પછી પ્લેનની સાથે તદ્રુપતા કરવાની હોય છે જેને સમાધિ કહે છે. શ્રી નવકારનું ધ્યેય ષડજીવનિકા હિતસ્વરૂપ પરમાત્મતત્ત્વ છે. બોધવ્યાપાર જ્યારે સજાતીયજ્ઞાનની ધારાવાળો અને વિજાતીયજ્ઞાનના અંતરહિત બને છે ત્યારે તે સમાધિને યોગ્ય બને છે. તે વખતે મન-મંત્ર અને મંત્રદેવતાનું આત્માની સાથે જે ઐક્ય સધાય છે તે “સમાધિ અવસ્થા” છે. સમાધિ અવસ્થા પ્રાપ્ત થયા પછી તે જેમ જેમ સ્થિર થાય છે તેમ તેમ કર્મની વિપુલ નિર્જરા થાય છે, રાગાદિ મળનો વિગમ થાય છે અને આત્મજ્ઞાનની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે 'रागादितिमिरध्वंसे कृते सामायिकांशुना । स्वस्मिन् स्वरूपं पश्यन्ति योगिनः परमात्मनः ॥१॥ સમતાસામાયિકરૂપ સૂર્યકિરણ વડે જ્યારે રાગાદિ અંધકાર નાશ પામે છે ત્યારે યોગીપુરુષો પોતાના આત્મામાં પરમાત્મસ્વરુપને સાક્ષાત્ જુએ છે. 'अयं प्रभावः परमः समत्वस्य प्रतीयतां । यत्पापिनः क्षणेनाऽपि, पदमिर्यति शाश्वतम् ॥२॥ પાપીમાં પાપી આત્મા પણ ક્ષણવારમાં શાશ્વતપદને પામે છે, આ સમતાસમાધિનો પરમપ્રભાવ છે. 'अमंदानन्दजनने, साम्यवारिणि मज्जतां । जायते सहसा पुंसां, रागद्वेषमलक्षयः ॥३॥ અમંદ આનંદને ઉત્પન્ન કરનાર સમતાસમાધિરૂપી જળમાં સ્નાન કરનાર પુરુષોના રાગ-દ્વેષરૂપી મળો સહસા ક્ષયને પામે છે. આ રીતે યોગનાં આઠ અંગોની સાધનાપૂર્વક કરતો નમસ્કાર મહામંત્રનો જપ આત્માને મોક્ષમાર્ગનો સાચો આરાધક બનાવે છે. નમસ્કાર ભાવનો પ્રભાવ બુદ્ધિબળને ખીલવવા માટે જેમ અક્ષરજ્ઞાન અને તેનાં સાધનોની આવશ્યકતા છે, તેમ ભાવનાબળને વિકસાવવા માટે નમસ્કારધર્મ અને તેનાં સર્વ સાધનોની આવશ્યકતા છે. ન્યાય, નીતિ, ક્ષમા, સદાચાર અને પરમેશ્વરભક્તિ તેનાં સાધનો છે. તે બધાં સાધનો નમસ્કારભાવને વિકસાવે છે અને નમસ્કારભાવ અહંકારભાવનો નાશ કરી પરમાત્મતત્ત્વ પ્રત્યે પ્રેમ પેદા કરે છે. વાસક્ષેપ જમણા હાથની પાંચે આંગળી ભેગી કરીને વાસક્ષેપ કરાય છે. વાસ એટલે સુગંધ સર્વ જીવો સુખી થાઓ' એવી શ્રી પંચપરમેષ્ઠિની ભાવનાનો લેપ કરવો, તેનું નામ વાસક્ષેપ અથવા શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતો દ્વારા “ભવનિતાર'ની આશિષ આપવી તેનું નામ વાસક્ષેપ છે. શ્રી નમસ્કારનો અધિકારી ૨૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy