SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપ્રેક્ષાકિરણ ૧ [પરમપૂજ્ય, અધ્યાત્મયોગી, પંન્યાસજીભગવંત દરરોજ અંતરનાં સંવેદન પૂર્વકની પરમકૃપાળુ પરમાત્માની ભક્તિ કર્યા બાદ તુરત જ ઉપાશ્રયે આવીને એકાંતમાં શાસ્ત્રના પદાર્થો સાથે સંગત ચિંતન કરીને, તેને વધુ આત્મસ્થ કરવા માટે શબ્દસ્થ કરતા. તે શબ્દસ્થ થયેલા ચિંતન લેખો, અનુપ્રેક્ષા તરીકે અહિ ગ્રંથસ્થ થયા છે, જે આપણને સૌને નવપદમય-પરમાત્મમય બનાવવામાં અતિ ઉપયોગી સાધનરૂપ બની રહે એ જ અભિલાષા.] મનનું બળ મંત્રથી વિકસે છે. નમસ્કાર મનુષ્યની પોતાની પૂંજી છે. નમવું એ જ માનવમન અને બુદ્ધિનું તાત્વિક ફળ છે. નમઃ એ દૈવી ગુણ અને આધ્યાત્મિક સંપત્તિ છે. બીજાના ગુણ ગ્રહણ કરવાની શક્તિ (Receptivity) નમસ્કારમાં રહેલી છે. શરીરને મન કરતાં વધુ મહત્ત્વ ન મળવું જોઈએ. શરીર એ ગાડી છે અને મન એ ઘોડો છે. મનરૂપી ઘોડો શરીરરૂપી ગાડીની આગળ જોડવો જોઈએ. મન વડે જ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. શાશ્વત સુખ અને સાચી શાંતિ અંતરમાંથી મેળવવાની છે. હાથીનું શરીર મોટું અને વજનદાર છે પરંતુ કામી છે. સિંહનું શરીર નાનું અને હલકું હોવા છતાં અપેક્ષાએ કામનો વિજેતા છે, તેથી હાથીને પણ સિંહ જીતી જાય છે. માનવીનું મન સિંહ કરતાં પણ બળવાન હોવાથી સિંહને પણ વશ કરીને પાંજરામાં પૂરે છે. મનનું બળ મંત્રથી વિકસે છે. મંત્રમાં સૌથી શ્રેષ્ઠમંત્ર નમસ્કારમંત્ર છે. તેથી અંતરના શત્રુ કામ, ક્રોધ અને લોભ, તથા રાગ, દ્વેષ અને મોહ જિતાય છે. નમસ્કારમંત્રમાં પાપની ધૃણા છે અને પાપીની દયા છે. પાપની ધૃણા આત્મબળને વધારે છે, નમ્રતા અને નિર્ભયતા લાવે છે. પાપીની ધૃણા આત્મબળને ઘટાડે છે, અહંકાર અને કઠોરતા લાવે છે. સાચો નમસ્કાર આત્મામાં પ્રેમ અને આદર વધારે છે, સ્વાર્થ અને કઠોરતાનો ત્યાગ કરાવે છે. જેટલો અહંકાર તેટલું સત્યનું પાલન ઓછું, જેટલું સત્યનું પાલન ઓછું તેટલું જિતેન્દ્રિયપણું ઓછું, તથા કામ, ક્રોધ અને લોભનું બળ વધારે. નમસ્કારથી વાણીની કઠોરતા, મનની કૃપણતા અને બુદ્ધિની કૃતજ્ઞતા નાશ પામે છે અને અનુક્રમે કોમળતા, ઉદારતા તથા કૃતજ્ઞતા વિકસે છે. નમસ્કાર વડે મનોમય કોષની શુદ્ધિ નમસ્કારમાં જાય છે, સત્ય છે, દાન છે અને સેવાનો ભાવ રહેલો છે. ન્યાયમાં ક્ષાત્રવટ છે, સત્ય અને તેના બહુમાનમાં બ્રહ્મજ્ઞાન છે, દાન અને દયામાં શ્રી અને વાણિજ્યની સાર્થક્તા છે, સેવા અને સુશ્રુષામાં સંતોષગુણની સીમા છે. નમસ્કાર વડે ક્ષત્રિયોનું ક્ષાત્રવટ, બ્રાહ્મણોનું બ્રહ્મજ્ઞાન, વૈશ્યોનો દાનગુણ અને શુદ્રોનો સેવાગુણ એક સાથે સાર્થક થાય છે. સમર્પણ, પ્રેમ, પરોપકાર અને સેવાભાવ એ માનવમનના અને વિકસિત બુદ્ધિના સહજ ગુણ છે. મનુષ્ય-જન્મને શ્રેષ્ઠ બનાવનારી કોઈ ચીજ હોય તો તે પવિત્ર બુદ્ધિ છે. જીવ, દેહ અને પ્રાણ તો પ્રાણીમાત્રમાં છે, પણ વિકસિત મન અને વિકસિત બુદ્ધિ તો માત્ર મનુષ્યમાં જ છે. બધું હોય પણ સબુદ્ધિ ન હોય તો બધાનો દુરુપયોગ થઈને દુર્ગતિ થાય છે. બીજું કાંઈ ન હોય પણ સદ્ગદ્ધિ હોય તો તેના પ્રભાવે બધું આવી મળે માનવમનમાં અહંકાર અને આસક્તિ એ બે મોટા દોષ છે. બીજાના ગુણ જોવાથી અને પોતાના દોષ G ૨૩૮ છે. વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy