________________
જોવાથી અહંકાર અને આસક્તિ જાય છે. નમસ્કાર એ બીજાના ગુણ ગ્રહણ કરવાની અને પોતાનામાં રહેલા દોષો દૂર કરવાની ક્રિયા છે. નમસ્કારથી સમ્બુદ્ધિનો વિકાસ થાય છે અને બુદ્ધિનો વિકાસ થવાથી સદ્ગતિ. હસ્તામલકવત્ બને છે.
નમસ્કારરૂપી વજ અહંકારરૂપી પર્વતનો નાશ કરે છે. નમસ્કાર માનવના મનોમયકોષને શુદ્ધ કરે છે. અહંકારનું સ્થાન મસ્તક છે. મનોમયકોષ શુદ્ધ થવાથી અહંકાર આપોઆપ વિલય પામે છે.
નમસ્કારમાં શુભકર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણેનો સુમેળ છે. શુભકર્મનું ફળ સુખ, ઉપાસનાનું ફળ શાન્તિ અને જ્ઞાનનું ફળ પ્રભુપ્રાપ્તિ છે.
નમસ્કારના પ્રભાવે આ જન્મમાં સુખશાંતિ અને જન્માન્તરમાં પરમાત્મપદ સુલભ બને છે.
કર્મફળમાં વિશ્વાસાત્મક બુદ્ધિ તે બુદ્ધિ છે. સદ્બુદ્ધિ શાંતિદાયક છે. નમસ્કારથી તે વિકાસ પામે છે અને તેના પ્રભાવે ર્દયમાં પ્રકાશ પ્રકટે છે.
જ્ઞાન-વિજ્ઞાનનું સ્થાન બુદ્ધિ છે અને શાંતિ-આનંદનું સ્થાન ય છે. બુદ્ધિનો વિકાસ અને વ્હાયમાં પ્રકાશ એ નમસ્કારનું અસાધારણ ફળ છે. બુદ્ધિની નિર્મળતા અને સૂક્ષ્મતા
માનવજન્મ દુર્લભ છે. તેથી પણ દુર્લભ પવિત્ર અને તીક્ષ્ણ બુદ્ધિ છે. નમસ્કાર શુભકર્મ હોવાથી તેના વડે બુદ્ધિ તીક્ષ્ણ બને છે. નમસ્કારમાં ભક્તિની પ્રધાનતા હોવાથી બુદ્ધિ વિશાલ અને પવિત્ર બને છે. નમસ્કારમાં સમ્યજ્ઞાન હોવાથી બુદ્ધિ સૂક્ષ્મ પણ બને છે.
બુદ્ધિને સૂક્ષ્મ, શુદ્ધ અને તીક્ષ્ણ બનાવવાનું સામર્થ્ય આ રીતે નમસ્કારમાં રહેલું છે. પરમપદની પ્રાપ્તિ માટે બુદ્ધિના તે ત્રણે ગુણોની આવશ્યકતા છે. સૂક્ષ્મબુદ્ધિ વિના નમસ્કારના ગુણો જાણી શકાતા નથી, શુદ્ધ બુદ્ધિ વિના નમસ્કાર્ય પ્રત્યે પ્રેમ પ્રગટી શકતો નથી અને તીક્ષ્ણબુદ્ધિ વિના ચિત્તરૂપી ભૂમિમાં નમસ્કારના ગુણોનું સ્મરણ સુદઢ કરી શકાતું નથી.
નમસ્કારકર્તામાં રહેલો ન્યાય, નમસ્કાર્યતત્ત્વમાં રહેલી દયા, નમસ્કારક્રિયામાં રહેલું સત્ય, બુદ્ધિને સૂક્ષ્મ, શુદ્ધ અને સ્થિર કરી આપે છે. એ રીતે બુદ્ધિને સૂક્ષ્મ, શુદ્ધ અને સ્થિર કરવાનું સામર્થ્ય નમસ્કારમાં રહેલું છે.
નમસ્કારમાં અહંકાર વિરુદ્ધ નમ્રતા છે, પ્રમાદ વિરુદ્ધ પુરુષાર્થ છે અને દયની કઠોરતા વિરુદ્ધ કોમળતા છે. નમસ્કારથી એક બાજુ મલિન વાસના, બીજી બાજુ ચિત્તની ચંચળતા દૂર થવાની સાથે જ્ઞાનનું ઘોર આવરણ જે અહંકાર તે ટળી જાય છે. નમસ્કારની ક્રિયા શ્રદ્ધા, વિશ્વાસ અને એકાગ્રતા વધારે છે. શ્રદ્ધાથી તીવ્રતા, વિશ્વાસથી સૂક્ષ્મતા અને એકાગ્રતાથી બુદ્ધિમાં સ્થિરતાગુણ વધે છે.
નમસ્કારથી સાધકનું મન પરમતત્ત્વમાં લાગે છે અને બદલામાં પરમતત્ત્વ તરફથી બુદ્ધિ પ્રકાશિત થાય છે. તે પ્રકાશથી મંદતા, સંકુચિતતા, સંશયયુક્તતા, મિથ્યભિમાનિતાદિ બુદ્ધિના અનેક દોષો એક સાથે નાશ પામે છે. નમસ્કારમંત્ર એ સિદ્ધ મંત્ર છે
નમસ્કાર એક મંત્ર છે અને મંત્રનો પ્રભાવ મન પર પડે છે. મનથી માનવાનું અને બુદ્ધિથી જાણવાનું કામ થાય છે. મંત્રથી મન અને બુદ્ધિ બંને પરમતત્ત્વને સમર્પિત થઈ જાય છે. શ્રદ્ધાનું સ્થાન મન છે અને વિશ્વાસનું સ્થાન બુદ્ધિ છે. એ બંને પ્રભુને સમર્પિત થઈ જાય છે, ત્યારે તે બંનેના દોષો બળીને ભસ્મીભૂત થઈ જાય છે.
સ્વાર્થોધતાના કારણે બુદ્ધિ મંદ થઈ જાય છે. કામાંધતાના કારણે બુદ્ધિ કુબુધ્ધિ બની જાય છે, લોભાંધતાના કારણે બુદ્ધિ દુબુદ્ધિ બની જાય છે. ક્રોધાંધતાના કારણે બુદ્ધિ સંશયી બની જાય છે, માનાંધતાના કારણે બુદ્ધિ મિથ્યા બની જાય છે, કૃપણાંધતાના કારણે બુદ્ધિ અતિશય સંકુચિત બની જાય છે.
ચિત્તરૂપી બેટરીમાંથી જ્યારે નમસ્કારરૂપી વિદ્યુત પ્રગટ થાય છે ત્યારે સ્વાર્થથી માંડીને કામ, ક્રોધ, લોભ,
ક
અનુપ્રેક્ષાકિરણ ૧
૨૩૯ IS
૨૩૯
કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org