SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ માન, માયા, દર્પ આદિ સઘળા દોષો દગ્ધ થઈ જાય છે અને ચિત્તરત્ન ચારે દિશાએથી નિર્મળપણે પ્રકાશી ઊઠે છે. સમતા, ક્ષમા, સંતોષ, નમ્રતા, ઉદારતા, નિઃસ્વાર્થતા આદિ ગુણો તેમાં પ્રગટ થાય છે. શબ્દ એ નમસ્કારનું શરીર છે, અર્થ એ નમસ્કારનો પ્રાણ છે અને ભાવ એ નમસ્કારનો આત્મા છે. નમસ્કારનો ભાવ જ્યારે ચિત્તને સ્પર્શે છે ત્યારે માનવને મળેલ આત્મવિકાસ માટેનો અમૂલ્ય અવસર ધન્ય બને નમસ્કારથી આરંભાયેલી ભક્તિ અંતે જ્યારે સમર્પણમાં પૂર્ણ થાય છે ત્યારે માનવી પોતાને પ્રાપ્ત થયેલા જન્મની સાર્થકતા અનુભવે છે. નમસ્કારમંત્ર એ સિદ્ધમંત્ર છે. એ મંત્રનું સ્મરણ કરવા માત્રથી આત્મામાં જીવરાશિ ઉપર સ્નેહ પરિણામ જાગૃત થાય છે. એ માટે સ્વતંત્ર અનુષ્ઠાન કે પુરશ્ચરણાદિ વિધિની પણ જરૂર પડતી નથી. તેમાં મુખ્ય કારણ પંચપરમેષ્ઠિભગવંતોનો અનુગ્રહકારક સહજ સ્વભાવ છે, તથા પ્રથમ પરમેષ્ઠિઅરિહંતભગવંતોનો “જીવમાત્રનું આધ્યાત્મિક કલ્યાણ થાઓ” એવો સિદ્ધ સંકલ્પ છે. અભેદમાં અભય અને ભેદમાં ભય ગુણ બહુમાનનો પરિણામ અચિજ્ય શક્તિયુક્ત કહ્યો છે. નિશ્ચયથી બહુમાનનો પરિણામ અને વ્યવહારથી બહુમાનનો સર્વોત્કૃષ્ટ વિષય એ બંને મળીને કાર્યસિદ્ધિ થાય છે. ગુણાધિકનું સ્મરણ કરવાથી રક્ષા થાય છે તેમાં વસ્તુસ્વભાવનો નિયમ કાર્ય કરે છે. ધ્યાતા-અંતરાત્મા જ્યારે ધ્યેય-પરમાત્માનું ધ્યાન કરે છે ત્યારે ચિત્તમાં ધ્યાતા ધ્યેય-ધ્યાન એ ત્રણેની એકતારૂપી સમાપત્તિ થાય છે, તેથી ક્લિષ્ટકર્મનો વિગમ થાય છે અને અંતરાત્માને અદ્ભુત શાંતિ મળે છે. તેનું જ નામ મંત્રરણા છે. પરના સુકૃતની અનુમોદનારૂપ સુકૃત અખંડિત શુભભાવનું કારણ છે. પરમતત્ત્વ પ્રત્યે સમર્પણભાવ, એક બાજુ નમ્રતા અને બીજી બાજુ નિર્ભયતા લાવે છે અને એ બેના પરિણામે નિશ્ચિત્તતા અનુભવાય છે. અભેદમાં અભય છે અને ભેદમાં ભય છે. નમસ્કારના પ્રથમપદમાં “અરિહ’ શબ્દ છે તે અમેદવાચક છે તેથી તેને કરાતો નમસ્કાર અભયકારક છે. અભયપ્રદ અભેદવાચક “અરિહં' પદનું પુનઃ પુનઃ સ્મરણ-ત્રાણ કરનારું, અનર્થને હરનારું તથા આત્મજ્ઞાનરૂપી પ્રકાશને કરનારું હોવાથી સૌ કોઈ વિવેકીને અવશ્ય આશ્રય લેવા લાયક છે. નમસ્કારમંત્ર એ મહાક્રિયાયોગ છે. પંચમંગલરૂપ નમસ્કારમંત્ર એ મહાક્રિયાયોગ છે, કેમ કે તેમાં બંને પ્રકારનો તપ, પાંચ પ્રકારનો સ્વાધ્યાય અને સર્વોત્કૃષ્ટતત્ત્વોનું પ્રણિધાન રહેલું છે. બાહ્ય-અત્યંતર તપ કર્મરોગની ચિકિત્સારૂપ બને છે, પાંચ પ્રકારનો સ્વાધ્યાય મહામોહરૂપી વિષને ઉતારવા માટે મંત્ર સમાન બની રહે છે અને પરમપંચપરમેષ્ઠિનું પ્રણિધાન ભવભવનું નિવારણ કરવા માટે પરમશરણરૂપ બને છે. નમસ્કારરૂપ પંચમંગલની ક્રિયા એ અત્યંતરતપ, ભાવસ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનરૂપ મહાક્રિયા યોગ છે. એનું સ્મરણ અવિદ્યાદિ લેશોનો નાશ કરે છે અને ચિત્તની અખંડ સમાધિરૂપ ફળને ઉત્પન્ન કરે છે. ક્લેશનો નાશ દુર્ગતિનો ક્ષય કરે છે અને સમાધિભાવ સદ્ગતિનું સર્જન કરે છે. નમસ્કારમાં “નમો’ પદ પૂજા અર્થમાં છે અને “પૂજા' દ્રવ્યભાવસંકોચ અર્થમાં છે. દ્રવ્યસંકોચ કર શિરપાદાદિનું નિયમન છે અને ભાવસંકોચ એ મનનો વિશુદ્ધ વ્યાપાર છે. બીજી રીતે નમો એ સ્તુતિ, સ્મૃતિ અને ધ્યાનપરક તથા દર્શન, સ્પર્શન અને પ્રાપ્તિપરક પણ છે. સ્તુતિ વડે નામ ગ્રહણ, સ્મૃતિ વડે અર્થભાવન અને ધ્યાન વડે એકાગ્ર ચિંતન થાય છે. તથા દર્શન વડે સાક્ષાત્કરણ, સ્પર્શન ૨૪૦ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy