________________
વડે વિશ્રાંતિગમન અને પ્રાપ્તિ વડે સ્વસંવેદ્ય અનુભવન પણ થાય છે. નામગ્રહણ આદિ વડે દ્રવ્યપૂજા અને અર્થભાવન, એકાગ્રચિન્તન તથા સાક્ષાત્કરણાદિ વડે ભાવપૂજા થાય છે.
જેમ જળ વડે દાહનું શમન, તૃષાનું નિવારણ અને પંકનું શોધન થાય છે, તેમ નમો પદના અર્થની પુનઃ પુનઃ ભાવના વડે કષાયના દાહનું શમન થાય છે, વિષયની તૃષાનું નિવારણ થાય છે અને કર્મનો ધંક શોષાઈ જાય છે. જેમ અન્ન વડે ક્ષુધાની શાન્તિ, શરીરની તુષ્ટિ અને બળની પુષ્ટિ થાય છે, તેમ નમો પદ વડે વિષયક્ષુધાનું શમન, આત્માના સંતોષાદિ ગુણોની તુષ્ટિ તથા આત્માના બળ-વીર્ય-પરાક્રમાદિ ગુણોની પુષ્ટિ થાય છે. ૠણમુક્તિનું મુખ્ય સાધન નમસ્કાર
માનવજીવનનું સાચું ધ્યેય ઋણમુક્તિ છે, ઋણમુક્તિનું મુખ્ય સાધન નમસ્કાર છે. નમસ્કાર એ વિવેકજ્ઞાનનું ફળ છે અને વિવેકજ્ઞાન એ સમાહિત ચિત્તનું પરિણામ છે.
પરમેષ્ઠિસ્મરણથી ચિત્ત સમાધિવાળું બને છે. ‘‘સાધક સમાહિતચિત્તવાળા બનો'' એવો સંકલ્પ સર્વ પરમેષ્ઠિભગવંતોનો છે, તેથી તેમનું સ્મરણ અને નામગ્રહણ સાધકના ચિત્તને સમાધિવાળું કરે છે.
સમાધિવાળા ચિત્તમાં વિવેક સ્ફુરે છે અને વિવેકી ચિત્તમાં ઋણમુક્તિની ભાવના પ્રગટે છે. ઋણમુક્તિની ભાવનામાંથી પ્રગટેલી નમસ્કૃતિ અવશ્ય ઋણમુક્તિ-સાચા અર્થમાં કર્મમુક્તિને અપાવે છે.
નમસ્કાર-મંત્ર વડે પંચમંગલમહાશ્રુતસ્કંધરૂપ શ્રુતજ્ઞાનનું આરાધન થાય છે. તેમાં થતી પંચપરમેષ્ઠિની સ્તુતિ વડે સમ્યગ્દર્શનગુણનું આરાધન થાય છે અને ત્રિક૨ણયોગે થતી નમનક્રિયા વડે આંશિક ચારિત્રગુણનું આરાધન થાય છે.
જ્ઞાનગુણ પાપ-પુણ્યને સમજાવે છે, દર્શનગુણ પાપની ગર્હી અને પુણ્યની અનુમોદના કરાવે છે અને ચારિત્રગુણ પાપનો પરિહાર તથા ધર્મનું સેવન કરાવે છે.
જ્ઞાનથી ધર્મમંગળ સમજાય છે, દર્શનથી ધર્મમંગળ સાય છે અને ચારિત્રથી ધર્મમંગળ જીવનમાં જિવાય
છે.
ગુણોમાં ઉપાદેયપણાની બુદ્ધિ એ સાચી શ્રદ્ધા છે, ઉપાદેયપણાની બુદ્ધિ ગુણો પ્રત્યે ઉપેક્ષાબુદ્ધિનો નાશ કરે છે. પંચપરમેષ્ઠિઓ ગુણોના ભંડાર હોવાથી તેમને કરેલો નમસ્કાર ગુણોમાં ઉપાદેયપણાની બુદ્ધિને પુષ્ટ કરે છે.
પંચપરમેષ્ઠિઓએ પાંચ વિષયોને તજ્યા ચાર કષાયોને જીત્યા છે, તેઓ પાંચ મહાવ્રતો અને પાંચ આચારોથી સંપન્ન છે, આઠ પ્રવચન માતા અને અઢાર હજાર શીલાંગ રથના ધોરી છે. તેમને નમસ્કાર કરવાથી તેમનામાં રહેલા બધા ગુણોને નમસ્કાર થાય છે. પરિણામે ગુણો પ્રત્યે અનુકૂળતાની બુદ્ધિ અને દોષો પ્રત્યે પ્રતિકૂળપણાની સન્મતિ જાગે છે.
રાગ, દ્વેષ અને મોહનો ક્ષય
નવપદયુક્ત નવકારથી નવમું પાપસ્થાન લોભ અને અઢારમું પાપસ્થાન મિથ્યાત્વશલ્ય નાશ પામે છે. નવકાર એ દુન્યવી લોભનો શત્રુ છે, કેમ કે એમાં જેને નમસ્કા૨ ક૨વામાં આવે છે, તે પાંચ ૫૨મેષ્ટિભગવંતો સંસારસુખને તૃણવત્ સમજી તેનો ત્યાગ કરનારા છે અને મોક્ષસુખને પ્રાપ્ત કરવા માટે ૫૨મ પુરુષાર્થ કરનારા છે. નવકાર જેમ સાંસારિક સુખની વાસના અને તૃષ્ણાનો ત્યાગ કરાવે છે, તેમ મોક્ષસુખની અભિલાષા અને તેને માટે જ સર્વ પ્રકારનો પ્રયત્ન કરતાં શીખવે છે.
નવકાર એ પાપમાં પાપબુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ શીખવનાર હોવાથી મિથ્યાત્વશલ્ય નામના પાપસ્થાનકનો છેદ ઉડાવે છે અને શુદ્ધ દેવ, ગુરુ તથા ધર્મ ઉપર પ્રેમ જગાડી સમ્યક્ત્વ-રત્નને નિર્મળ બનાવે છે. નવકા૨થી ભવનો વિરાગ જાગે છે, તે લોભ-કષાયને હણી નાખે છે અને નવકા૨થી ભગવદ્-બહુમાન જાગે છે, તે મિથ્યાત્વશલ્યને દૂર કરી આપે છે.
અનુપ્રેક્ષાકિરણ ૧
Jain Education International
For Private & Personal Use Only
૨૪૧
www.jainelibrary.org