________________
રાગદ્વેષનો પ્રતિકાર જ્ઞાનગુણ વડે થાય છે. જ્ઞાની પુરુષ નિષ્પક્ષ હોવાથી પોતાનામાં રહેલાં દુષ્કૃત્યોને જોઈ શકે છે. નિરંતર તેની નિંદા-ગ કરે છે અને તે દ્વારા પોતાના આત્માને દુષ્કૃત્યોથી ઉગારી લે છે.
‘ષદોષનો પ્રતિકાર દર્શનગુણ વડે થાય છે. સમ્યગ્દર્શનગુણને ધારણ કરનાર પુણ્યાત્મા નમસ્કારમાં રહેલા અરિહંતાદિના ગુણો, સત્કર્મો અને વિશ્વવ્યાપી ઉપકારોને જોઈ શકે છે, તેથી તેને વિષે પ્રમોદને ધારણ કરે છે. સત્કર્મો અને ગુણોની અનુમોદના તથા પ્રશંસા દ્વારા તેઓ પોતાના આત્માને સન્માર્ગે વાળી શકે છે.
જ્ઞાન-દર્શન ગુણની સાથે જ્યારે ચારિત્રગુણ ભળે છે, ત્યારે મોહદોષનો મૂળથી ક્ષય થાય છે. મોહ જવાથી પાપમાં નિષ્પાપતાની અને ધર્મમાં અકર્તવ્યતાની બુદ્ધિ દૂર થાય છે. તે દૂર થવાથી પાપમાં પ્રવર્તન અને ધર્મમાં પ્રમાદ-બેદરકારી અટકી જાય છે. પાપનું પરિવર્જન અને ધર્મનું સેવન અપ્રમત્તપણે થાય છે. તે આત્મા ચારિત્ર-ધર્મરૂપી મહારાજના રાજ્યનો વફાદાર સેવક બને છે અને મોક્ષ-સામ્રાજ્યના સુખનો અનુભવ કરે છે.
નવકારમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્ર એ ત્રણે ગુણોની આરાધના રહેલી હોવાથી દુષ્કૃતગર્તા, સુકૃતાનુમોદના અને પ્રભુ આજ્ઞાનું પાલન પ્રતિદિન વધતું જાય છે, તેથી મુક્તિસુખના અધિકારી થવાય છે. નિર્વેદ અને સંવેગરસ
- નવકારમાં નિર્વેદ અને સંવેગરસનું પોષણ થાય છે. નિગોદઆદિમાં રહેલા જીવોના દુઃખનો વિચાર કરીને ચિત્તમાં સંસાર પ્રત્યે ઉગ ધારણ કરવો તે નિર્વેદરસ છે અને સિદ્ધિગતિમાં રહેલા સિદ્ધ ભગવંતાદિના સુખને જોઈને આનંદનો અનુભવ થવો તે સંવેગરસ છે. દુઃખી જીવોની દયા અને સુખી જીવોના પ્રમોદ વડે રાગ, દ્વેષ અને મોહ એ ત્રણે દોષોનો નિગ્રહ થાય છે.
બધા દુઃખી આત્માનાં દુઃખ કરતાં નરકમાં નારકોનું દુઃખ વધી જાય છે, તેથી પણ અધિક દુઃખ નિગોદમાં રહેલું છે. બધા સુખી આત્માઓનાં સુખ કરતાં અનુત્તરના દેવોનું સુખ ચડી જાય છે, તેથી પણ એક સિદ્ધના આત્માનું સુખ અનંતગુણ અધિક છે. એક નિગોદનો જીવ જે દુઃખ ભોગવે છે, તે દુઃખની આગળ નિગોદ સિવાયના સર્વ દુઃખી જીવોનું દુઃખ એકત્ર થાય તોપણ કાંઈ વિસાતમાં નથી. એક સિદ્ધના જીવનું સુખ દેવ અને મનુષ્યના ત્રણે કાળના સુખનો અનંતવાર ગુણાકાર કે વર્ગ કરવામાં આવે તો પણ તેની સરખામણીમાં ઘણું વધારે
છે.
પોતાથી અધિક દુઃખીના દુઃખને દૂર કરવાની બુદ્ધિરૂપ દયાના પરિણામથી પોતાનું દુઃખ અને તેથી આવેલી દીનતા નષ્ટ થાય છે. પોતાથી અધિક સુખીનું સુખ જોઈને તેમાં હર્ષ કે પ્રમોદભાવ ધારણ કરવાથી પોતાના સુખનો મિથ્યા ગર્વ કે દર્પ ગળી જાય છે.
દીનતા કે દર્પ, ભય કે દ્વેષ, ખેદ કે ઉગ આદિ ચિત્તના દોષોનું નિવારણ કરવા માટે ગુણાધિકની ભક્તિ અને દુઃખાધિકની દયા એ સરળ અને સર્વોત્તમ ઉપાય છે. તેને જ શાસ્ત્રની પરિભાષામાં સંવેગ-નિર્વેદ ગણાવ્યા છે. નવકારમાં તે બંને પ્રકારના રસો પોષાતા હોવાથી જીવની માનસિક અશાંતિ અને અસમાધિ તેના સ્મરણથી દૂર થાય છે. સેવનાકારણ પહેલી ભૂમિકા, અભય-અદ્વેષ-અખેદ
નમસ્કારમંત્રની સાધનાથી શુદ્ધ આત્માઓ સાથે કથંચિત્ અભેદની સાધના થાય છે. જ્યાં અભેદ ત્યાં અભય એ નિયમ છે. ભેદથી ભય અને અભેદથી અભય અનુભવસિદ્ધ છે. ભય એ ચિત્તની ચંચળતારૂપ બહિરાત્મદશારૂપ આત્માનો પરિણામ છે. અભેદના ભાવનથી તે ચંચલતાદોષ નાશ પામે છે અને અંતરાત્મદશારૂપ નિશ્ચલતા ગુણ ઉત્પન્ન થાય છે.
અભેદના ભાવનથી અભયની જેમ અષ પણ સધાય છે. શ્વેષ એ અરોચક ભાવરૂપ છે, તે અભેદના
IN ૨૪૨
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org