________________
ભાવનથી ચાલ્યો જાય છે. અભેદના ભાવનથી જેમ ભય અને દ્વેષ ટળી જાય છે તેમ ખેદ પણ નાશ પામે છે. ખેદ એ પ્રવૃત્તિમાં થાકરૂપ છે. જ્યાં ભેદ ત્યાં ખેદ અને જ્યાં અભેદ ત્યાં અખેદ આપોઆપ આવે છે. નમસ્કારમંત્રના પ્રભાવે જેમ અભેદબુદ્ધિ દઢ થતી જાય છે. તેમ ભય, દ્વેષ અને ખેદ દોષ ચાલ્યા જાય છે અને તેના સ્થાને અભય અદ્વેષ અને અખેદ ગુણ આવે છે.
ભય, દ્વેષ અને ખેદ જે આત્માના તાત્ત્વિક સ્વરૂપના અજ્ઞાનથી ઉત્પન્ન થતા હતા, તે આત્માનું શુદ્ધ અને તાત્ત્વિક સ્વરૂપનું સભ્યજ્ઞાન થતાંની સાથે દૂર થઈ જાય છે. નમસ્કારમંત્રમાં રહેલા પાંચે પરમેષ્ઠિઓ શુદ્ધ સ્વરૂપને પામેલા હોવાથી તેમનો નમસ્કાર જ્યારે ચિત્તમાં પરિણામ પામે છે, ત્યારે આત્મામાં સર્વની સાથે આત્મપણાથી તુલ્યતાનું જ્ઞાન તથા સ્વસ્વરૂપથી શુદ્ધતાનું જ્ઞાન આવિર્ભાવ પામે છે અને તે આવિર્ભાવ પામતાંની સાથે જ ભય દ્વેષ, અને ખેદ ચાલ્યા જાય છે.
નમસ્કાર મંત્ર વૈરાગ્ય અને અભ્યાસ સ્વરૂપ પણ છે. વૈરાગ્ય એ નિર્કાન્ત જ્ઞાનનું ફળ છે અને અભ્યાસ એ ચિત્તની પ્રશાન્તવાહિતાનું નામ છે. ચિત્ત જ્યારે પ્રશમભાવને પામે છે, વિશ્વમૈત્રીવાળું બને છે, જ્યારે ચિત્તમાં વૈર-વિરોધનો અંશ પણ રહેતો નથી ત્યારે તે અભ્યાસનું ફળ ગણાય છે. વૈરાગ્ય જ્ઞાનરૂપ છે અને અભ્યાસ પ્રયત્નરૂપ છે. જ્ઞાનની પરાકાષ્ઠા તે વૈરાગ્ય અને સમતાની પરાકાષ્ઠા તે અભ્યાસ. જ્ઞાન અને સમતા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે મોક્ષ સુલભ બને છે. નમસ્કારમંત્ર દોષની પ્રતિપક્ષ એવી ભાવના સ્વરૂપ છે.
શ્રી નમસ્કારમંત્ર દોષની પ્રતિપક્ષ એવી ભાવના સ્વરૂપ પણ છે. यो यः स्याद् बाधको दोषस्तस्य तस्य प्रतिक्रियाम् । चिन्तयेद्दोषमुक्तेषु , प्रमोदं यतिषु व्रजन् ॥ १ ॥
યો શા., પ્ર.૩, શ્લોક-૧૩૬ સ્વોપજ્ઞ ટીકાકાર મહર્ષિ આ શ્લોકના વિવરણમાં ફરમાવે છે કેसुकरं हि दोषमुक्त - मुनिदर्शनेन प्रमोदात् आत्मन्यपि दोषमोक्षणम्
જે દોષ પોતાને બાધક લાગે તે દોષને દૂર કરવાનો ઇલાજ તે દોષથી મુક્ત થયેલા મુનિઓના ગુણોને વિષે પ્રમોદભાવ ધારણ કરવો તે છે.
દોષમુક્ત યતિઓના ગુણોને વિષે પ્રમોદભાવને ધારણ કરતો એવો જીવ તે તે દોષોથી સ્વયમેવ મુક્ત બની જાય છે. પંચપરમેષ્ઠિનમસ્કારમંત્રનું સ્મરણ પરમેષ્ઠિપદે બિરાજમાન મહામુનિઓના ગુણોને વિષે બહુમાન ભાવ ઉત્પન્ન કરે છે, તેથી સ્મરણ કરનારનાં અંતઃકરણમાં રહેલા તે તે દોષો સ્વયમેવ ઉપશાંતિને પામે છે.
કામદોષનો પ્રતિકાર સ્થૂલભદ્ર મુનિનું ધ્યાન છે, ક્રોધદોષનો પ્રતિકાર ગજસુકુમાલ મુનિનું ધ્યાન છે, લોભદોષનો પ્રતિકાર શાલિભદ્ર અને ધન્યકુમારમાં રહેલા તપ, સત્ય, સંતોષ આદિ ગુણોનું ધ્યાન છે. એ રીતે માનને જીતનાર બાહુબલિ અને ઇન્દ્રભૂતિ, મોહને જીતનાર જંબૂસ્વામી અને વજકુંવર, મદ-માન અને તૃષ્ણાને જીતનાર મલ્લીનાથ, નેમનાથ અને ભરત ચક્રવર્તી આદિ મહાન આત્માઓનું ધ્યાન તે તે દોષોનું નિવારણ કરનાર થાય છે.
શ્રી નમસ્કાર મહામંત્રમાં ત્રણે કાળના અને સર્વ સ્થળોના મહાપુરુષો કે જેમણે મદ-માન, માયા, લોભ, ક્રોધ, કામ અને મોહ આદિ દોષો ઉપર વિજય મેળવ્યો છે, તે સર્વનું ધ્યાન થતું હોવાથી ધ્યાતાના તે તે દોષો કાળક્રમે સમૂળપણે વિનશ્વર થાય છે એ રીતે નમસ્કારમંત્ર, દોષોની પ્રતિપક્ષ ભાવનારૂપ બનીને ગુણકારી થાય છે.
એ જ અર્થને જણાવનાર નીચેનો એક શ્લોક અને તેની ભાવના નમસ્કારની જ અર્થભાવનાસ્વરૂપ બની જાય છે.
IN
અનુપ્રેક્ષાકિરણ ૧
છે ૨૪૩
૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org