SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ धन्यास्ते वन्दनीयास्ते, तैस्त्रैलोक्यं पवित्रितम् । यैरेष भुवन-क्लेशी कामल्लो विनिर्जितः ॥ १ ॥ -ધર્મબિન્દુ ટીકા તે પુરુષોને ધન્ય છે, તે પુરુષો વંદનીય છે અને તે પુરુષોએ ત્રણે લોકને પવિત્ર કર્યા છે, કે જેઓએ કામરૂપી મલ્લને જીતી લીધો છે. એ જ રીતે ક્રોધરૂપી મલ્લ, લોભરૂપી મલ્લ, મોહરૂપી મલ્લ, માનરૂપી મલ્લ અને બીજા પણ આકરા દોષરૂપી મલ્લો જેણે જેણે જીતી લીધા છે તે તે પુરુષો પણ ધન્ય, વંદ્ય અને ત્રૈલોક્યપૂજ્ય છે એવી ભાવના ક૨ી શકાય છે અને તે બધી ભાવનાઓ શ્રી નમસ્કારમંત્રના સ્મરણ સમયે થઈ શકે છે. ઇષ્ટનો પ્રસાદ અને પૂર્ણતાની પ્રાપ્તિ મંત્રજપમાં નિત્ય નવો અર્થ થાય છે, શબ્દ તેનો તે જ રહે છે અને અર્થ નિત્ય નૂતન પ્રાપ્ત થાય છે. ધાન્ય તેનું તે છે, છતાં નિત્ય તેમાં નવો સ્વાદ ક્ષુધાના પ્રમાણમાં અનુભવાય છે. તે જ વાત તૃષાતુરને જળમાં અને પ્રાણ ધારણ કરનાર જીવને પવનમાં અનુભવાય છે. તૃષા તથા ક્ષુધાને શમાવવાની અને પ્રાણને ટકાવવાની તાકાત જ્યાં સુધી જળ, અન્ન અને પવનમાં રહેલી છે ત્યાં સુધી તેની ઉપયોગિતા અને નિત્ય નૂતનતા માનવી મનમાં ટકી રહે છે. નામમંત્રનો જાપ પણ આત્માની ક્ષુધા-તૃષાને શમાવના૨ છે અને આત્માના બળ-વીર્યને વધારનાર છે, તેથી તેની ઉપયોગિતા અને નિત્ય નૂતનતા સ્વયમેવ અનુભવાય છે. નમસ્કારમંત્રનો જાપ એક બાજુ ઇષ્ટનું સ્મરણ, ચિંતન અને ભાવન કરાવે છે અને બીજી બાજુ નિત્ય નૂતન અર્થની ભાવના જગાડે છે, તેથી તે મંત્રને માત્ર અન્ન જળ અને પવન તુલ્ય જ નહિ કિન્તુ પારસમણિ, ચિંતામણિ, કલ્પવૃક્ષ, અને કાકુમ્ભ કરતાં પણ વધારે મૂલ્યવાન માન્યો છે. માનવમનમાં નરકનું સ્વર્ગ અને સ્વર્ગનું નક ઊભું કરવાની તાકાત છે. ઉત્તમ મંત્ર વડે તે નરકનું સ્વર્ગ રચી શકે છે. શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ઉત્તમ મંત્રનો જપ કરનારા સર્વદા સુરક્ષિત છે. નામ અને નમસ્કારમંત્ર વડે ઇષ્ટનો પ્રસાદ અને પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. ઇષ્ટનું નામ સર્વ મુશ્કેલીઓમાંથી જીવને પાર ઉતારનારું સર્વોત્તમ સાધન છે. ઇષ્ટનો નમસ્કાર સર્વપાપપ્રવૃત્તિ અને પાપવૃત્તિનો સમૂળ વિનાશ કરે છે. ઇષ્ટતત્ત્વની અચિત્ત્વ શક્તિ ધર્મમાત્રનું ધ્યેય આત્મજ્ઞાન છે, મંત્રના ધ્યાનમાત્રથી તે સિદ્ધ થાય છે. મંત્રનું રટણ એક બાજુ હૃદયનો મેલ, ઈર્ષા-અસૂયાદિને સાપ ક૨વાનું કાર્ય કરે છે, બીજી બાજુ તન-મન-ધનની આધિ, વ્યાધિ અને ઉપાધિઓને ટાળી આપે છે. શરીરનો વ્યાધિ અસાધ્ય હોય અને કદાચ ન ટળે તોપણ મનની શાંતિ અને બાહ્ય વ્યાધિ માત્રને સમતાથી સહન કરવાની શક્તિ તો તે આપે જ છે. તે કેવી રીતે આપે છે એ પ્રશ્ન અસ્થાને છે. કેટલાક પ્રશ્ન અને તેના ઉત્તર બુદ્ધિથી કે બુદ્ધિને આપી શકાય તેવા હોતા નથી. હૃદયની વાત હૃદય જ જાણી શકે છે. શ્રદ્ધાની વાત શ્રદ્ધા જ સમજી શકે છે. પરમાત્મતત્ત્વ અને તેની શક્તિ ન માનનારને મન પોતાનો ‘અહં’ એ જ પરમાત્માનું સ્થાન લે છે. સર્વ સમર્થનું શ૨ણ લીધા વિના અહં કદી ટળતો નથી અને અહં ટળતો નથી ત્યાં સુધી શાંતિનો અનુભવ આકાશકુસુમવત્ છે. પૂ. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજશ્રીએ ‘અધ્યાત્મસારગ્રંથ’ના અનુભવાધિકારમાં કહ્યું છે કે :शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति ॥ १ ॥ મન જ્યારે શાંત થાય છે ત્યારે તે શાન્ત ચિત્તમાં આત્માનો સહજ શુદ્ધ સ્વભાવ પ્રકાશિત થાય છે, તે વખતે અનાદિકાલીન અવિદ્યા-મિથ્યાત્વમોહરૂપ અંધકાર નાશ પામે છે. ૨૪૪ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy