SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ માટે સત્ય, સદાચાર, નીતિ, ન્યાય અને ઈશ્વરભક્તિ આવશ્યક છે. ઈશ્વરભક્તિમાં શુદ્ધચૈતન્ય પ્રત્યે સ્નેહ છે. નમસ્કાર પરમાત્માની આજ્ઞા સાથે જીવને જોડે છે, અહંકાર આજ્ઞાથી અલગ કરે છે. સ્વાર્થ એ સંસારનો સગો ભાઈ છે. પરમાર્થ એ મોક્ષનો સીધો માર્ગ છે. મૈત્રીપ્રમોદ કારુણ્ય અને માધ્યસ્થાદિ ભાવો તે પરમાર્થસ્વરૂપ છે તેથી મોક્ષનો માર્ગ છે. અહંકાર ઉપકારીઓને ઓળખવા દેતો નથી, જ્યારે નમસ્કાર ઉપકારીઓને ભૂલવા દેતો નથી. કર્મ એક પ્રકારનું ઋણ છે. નમસ્કાર તે ઋણથી જીવને મુક્ત કરે છે, તેથી જીવ કર્મથી પણ મુક્ત થાય છે. નમસ્કાર એ ધર્મના ચાર પ્રકારોમાંથી ભાવધર્મ છે, ભાવ વિનાનાં દાનાદિ નિષ્ફળ છે. એનો સીધો અર્થ સ્નેહભાવ વિનાનાં કરેલાં દાનાદિ અને પાળેલાં શીલાદિ અહંકારવર્ધક હોવાથી ઋણમુક્તિનાં હેતુ બનતાં નથી. ભાવનો સીધો અર્થ સ્નેહભાવ છે. અનાત્મ પદાર્થો પ્રત્યે નિઃસ્નેહતા અને આત્મપદાર્થો પ્રત્યે સ્નેહમયતા એ ભાવધર્મનું લક્ષણ છે. સદ્વિચાર અને સદ્વિવેકથી આત્મસ્નેહ વિકસે છે, અનાત્મસ્નેહ ઘટે છે. અહંની ઉપાસનાનું હાર્દ ‘અહં’નો નાશ એ જ ‘અણુ’-અરિહંતની ઉપાસનાનું ફળ છે. નિસર્ગના મહાશાસનમાં પૂજાવા જેવી વસ્તુ જ નથી, માત્ર પૂજવા જેવી વસ્તુ છે. જે પૂજાવા માગે છે, તેને નિસર્ગ છૂંદીને ફેંકી દે છે. જે પૂજવા માગે છે, તેને નિસર્ગનાં તમામ બળો (તેના પક્ષમાં) સહાયભૂત થાય છે. વિકૃત ‘હું’ અર્થાત્ અહંભાવ કે જે આજે મથાળે છે, તેને સૌથી નીચે લાવવો જોઈએ. મથાળે પહોંચવાની હરીફાઈ છોડી સૌથી નીચે રહેવાનો આનંદ માણવો જોઈએ, એનું સાધન ‘નમસ્કારભાવ’ છે. હિતમાં પ્રવૃત્તિ-અહિતથી નિવૃત્તિ હાથ જોડવા, મસ્તક નમાવવું અને પાંચેય અંગો ભેગાં કરવાં તે બ્રાહ્મનમસ્કાર છે. તેથી શિષ્ટપુરુષોએ પ્રવર્તાવેલા વ્યવહારનું પાલન થાય છે. અત્યંતરનમસ્કાર એટલે અંદર નમ્રતા ધારણ કરવી. નમસ્કાર્ય પ્રત્યે વિનય, બહુમાન અને ભક્તિની લાગણી ધારણ કરવી. તે વડે મનની, અંતઃકરણની અને આત્મભાવની શુદ્ધિ થાય છે. મનુષ્યને સમર્થમન મળ્યું છે. સમર્થમન એટલે સદ્-અસદ્નો વિવેક કરાવનારી બુદ્ધિવાળુંમન. તેની સાર્થકતા પરમપદે પહોંચેલાને નમસ્કાર કરવાથી થઈ શકે છે. નમસ્કારથી હિતાહિતની સમજણ, હિતમાં પ્રવૃત્તિ તથા અહિતથી નિવૃત્તિ થાય છે, કારણ કે જેઓને નમસ્કાર કરવામાં આવે છે તેઓ અહિતથી નિવર્તેલા છે અને હિતમાં પ્રવર્તેલા છે. અશ્રદ્ધા, વિપરીતશ્રદ્ધા, અસંયમ, પ્રમાદ, કષાયાદિ અહિત છે. સભ્યશ્રદ્ધા, સંયમ, અપ્રમાદ, અકષાય અને શુભયોગ એ હિત છે. નમસ્કાર અને તેનો પ્રભાવ નમસ્કાર એકબીજાનો પરિચય પ્રાપ્ત કરવાનું પરમસાધન છે. એકબીજાનું ઉચિત સન્માન કરવું તે સર્વશિષ્ટોનું કર્તવ્ય છે. નમસ્કાર બિનજરૂરી છે એમ માનનાર અવિચા૨ક છે. તે હ્દયની દરિદ્રતાને અને પોતામાં રહેલી શ્રેષ્ઠતાની ખામીને સૂચવે છે, એટલું જ નહિ પણ શુદ્ધજ્ઞાનથી તે વંચિત રહે છે. અનુપ્રેક્ષાકિરણ ૪ Jain Education International For Private & Personal Use Only ૩૪૭ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy