SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુજનોને નમસ્કાર કરવામાં અપમાન, દીનતા કે નાનાપણું નથી. શ્રેષ્ઠપુરુષ જ બીજાને પોતાનાથી શ્રેષ્ઠ માનીને નમસ્કાર કરે છે અને એમાં જ એમનું મોટાપણું રહેલું છે. ગિઆના ગુણ ગિઆ ગાવે' એ ઉક્તિ યથાર્થ છે. ધર્મશાસ્ત્રો કહે છે કે મહાપુરુષોનાં ચરણોમાંથી એક દિવ્યઆત્મશક્તિનો પ્રવાહ વહેતો હોય છે. તે નમસ્કાર કરનારને અતિ લાભપ્રદ અને પુણ્યપ્રદ બને છે. એ કારણે ગુરુજનોને નમસ્કાર માનવજીવનનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય મનાય છે. નમસ્કારથી સમદર્શિતા કેળવાય છે. સર્વની સાથે આત્મભાવ ટકાવી રાખવામાં નમસ્કાર પરમ સાધન છે. નમસ્કાર વડે કઠોરતા નાશ પામે છે અને કોમળતા પ્રગટે છે. કૃતજ્ઞતારૂપી મહાદોષને નિવારવાનું અનન્યસાધન અને કૃતજ્ઞતારૂપી મહાગુણને વિકસાવવાનું અદ્વિતીય સાધન માત્ર નમસ્કાર છે. પારસમણિ અને ચિત્તામણિ નમસ્સાર ગ્રહણશીલમનોવૃત્તિને કહે છે. અર્થાત્ ગુણગ્રહણયોગ્યતા (Receptive attitude) ને નમસ્કાર કહે છે. નમ્રતાનું ભાન જાગ્યા વિના સત્યની પ્રાપ્તિ અશક્ય છે. પરિપૂર્ણ નમ્રતા એટલે પરભાવથી શૂન્યતા જેને પ્રાપ્ત થઈ હોય તે જ સત્યના સમુદ્રની સપાટી ઉપર સફળતાથી સફર કરી શકે છે. (પ્રભુનું) નામ પારસમણિ છે, તે મનરૂપી લોખંડને સુવર્ણ બનાવે છે. નમસ્કાર ચિંતામણિ છે, તે આત્મારૂપી સુવર્ણને પારસ બનાવે છે. નામ પરિચય કરાવે છે, નમસ્કાર સમર્પણ કરાવે છે. નામ જ્ઞાન કરાવે છે, નમસ્કાર ક્રિયા કરાવે છે. નામ વસ્તુતંત્ર છે, નમસ્કાર પુરુષતંત્ર છે. નામથી વસ્તુનો બોધ થાય છે, નમસ્કારથી આત્માની પરિણતિ પલટાય છે. અર્થાત નામરૂપી વિજ્ઞાન વડે નમસ્કારરૂપી પરિણતિ ઘડાય છે. નમસ્કારના ત્રણ વિભાગ છે : દ્રવ્યનમસ્કાર, ભાવનમસ્કાર અને તાત્વિકનમસ્કાર. દ્રવ્યનમસ્કાર શરીરના સંકોચરૂપ છે અને ભાવનમસ્કાર મનના સંકોચરૂપ છે. મનનો સંકોચ સંભેદ અને અભેદ પ્રણિધાનરૂપ છે. અભેદપ્રણિધાન એ તાત્ત્વિકનમસ્કાર છે. દ્રવ્ય-ભાવ અને નિશ્વય-વ્યવહાર નમન કરવાથી જેને નમન કરાય છે તેનું ધ્યાન આદરપૂર્વક થાય છે અને તે ધ્યાનદ્વારા તેમની સમાન બનાય છે. એ કારણે સગુણી અને પવિત્ર આત્માઓને નિરંતર નમન કરવું જોઈએ. ૧. દ્રવ્યનમસ્કાર : વચનથી સ્તુતિ અને કાયાથી પ્રણામ. મનની એકાગ્રતા વિના પણ વચન અને કાયાથી પ્રણમન થાય છે અને તે વડે વચન-કાયાથી લાગતું પાપ રોકાય છે અને તે રૂપી) પુણ્ય થાય છે. ૨. ભાવનમસ્કાર : જેમને નમવામાં આવે છે, તેમનામાં પ્રકટપણે રહેલા ગુણો અપ્રકટપણે પોતામાં રહેલા છે. તેને પ્રકટાવવાના હેતુથી નમન કરવામાં આવે તે ભાવનમસ્કાર છે અને તે નિર્જરાનો હેતુ બને છે. “વ તત્ गुणलब्धये' । ૩. વ્યવહારનમસ્કાર : મનની એકાગ્રતાપૂર્વક જ્ઞાન-ચારિત્રાદિ ગુણોની વચનથી સ્તુતિ કરાય અને કાયાથી નમસ્કાર કરાય તે છે. તેનાથી ઘણા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધ ઉપયોગ અર્થાત્ રાગ-દ્વેષરહિત પરિણામ જેટલા પ્રમાણમાં થાય તેટલા પ્રમાણમાં નિર્જરા થાય છે. ૪. નિશ્ચયનમસ્કારઃ રાગદ્વેષરહિતપણે પોતાનું સ્વરૂપ પ્રભુસમાન સમજી આત્મધ્યાનમાં મગ્ન બનાય તે છે. તેનાથી સ્વયં પ્રભુપદની પ્રાપ્તિ થાય છે હિંસા, કષાય અને વિષયાદિનો ત્યાગ કરી અહિંસા-સંયમજ ૩૪૮ ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ ૩૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy