SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ' પદની વ્યુત્પત્તિ 'पढमं हवइ मंगलं' मां गालयति भवात्, स्वार्थात्, अहंत्व, ममत्वभावात् इति मंगलं । જે મને ભવથી, સ્વાર્થથી, અહંતા-મમતાથી દૂર કરી આપે તે પ્રથમમંગળ છે. પ્રધાનમંગળ છે, શ્રેષ્ઠમંગળ છે, નિત્ય વૃદ્ધિ પામતું મંગળ છે અને શાશ્વતમંગળ છે. અાંત્વને અહત્વથી અને મમત્વને સમત્વથી ગાળી આપે છે - વળી આપે છે દૂર કરી આપે છે તેથી મંગળ અઈવ પરમાત્મતુલ્યતાનો અને સમત્વ સર્વાત્મતુલ્યતાનો બોધ કરાવી આપે છે. એ બોધની દઢતા, શ્રી પરમેષ્ઠિનમસ્કાર કરી આપે છે, કેમકે તેમાં અહત્વને નમસ્કાર છે. અને અહત્વ એ સમત્વથી ભરપુર છે તેથી સમત્વસહિત અત્વનું ધ્યાન જેમાં છે, તે શ્રીપરમેષ્ઠિનમસ્કાર મમત્વ અને અહંત્વને દૂર કરી આપે છે એમાં કોઈ શંકા નથી. સમત્વ સર્વ જીવો સાથે એકતા સાધી આપે છે અને અહત્વ પરમાત્મા સાથે પોતાના આત્માની એકતા સાધી આપે છે. મનન વડે રક્ષણ થાય છે- એ મંત્રનો તાત્ત્વિક અર્થ છે. એટલે મંત્ર દ્વારા દેવતા, ગુરુ અને આત્મા સાથે ઐક્ય સ્થાપન કરવું તે ભાવાર્થ છે. મંત્ર મનને અને પવનને આત્મા સાથે ઐક્ય કરી આપે છે અને તેના મનન દ્વારા આત્મા ગુરુ અને દેવતા સાથે ઐક્ય કરી લે છે. મંત્રના અક્ષરો મન અને પવન સાથે સંબંધ રાખે છે. મંત્રનો અર્થ દેવતા અને ગુરુ સાથે સંબંધ રાખે છે. એ રીતે દેવતા, ગુરુ અને મંત્રની એકતા સાધવા દ્વારા મંત્રમૈતન્ય પ્રગટે છે. અને મંત્રમૈતન્ય પ્રગટ થવા દ્વારા યથેષ્ટફળની સિદ્ધિ થાય છે. દેવતા અને ગુરુનો સંબંધ સકળ જીવસૃષ્ટિ સાથે છે, તેથી મંત્રમૈતન્ય વિશ્વવ્યાપી બની જાય છે. સમત્વનો લાભ એ તથાભવ્યત્વનો વિકાસ છે, મમત્વનો નાશ એ સહજમળનો હ્રાસ છે. સમત્વનો વિકાસ અાંત્વની સાથે સંબંધ કરાવી આપે છે અને મમત્વનો નાશ અાંત્વને ઓગાળી આપે છે. અહત્વ અને મમત્વ એ વિજાતીયકર્મદ્રવ્યના સંબંધથી મનઃકલ્પિત હતાં, તે કલ્પના સમત્વ અને અહત્વની સાધના દ્વારા ગળી જાય છે. વિકલ્પકલ્પિત અહત્વ અને મમત્વની કલ્પના ઓસરવા માંડે છે, તેમતેમ વિજાતીય દ્રવ્યના સંબંધમાં આવવાની જીવની યોગ્યતા પણ ઘટતી જાય છે. વિજાતીય દ્રવ્યના સંબંધને અને અહંન્દુ-મમત્વની કલ્પનાને કાર્યકારણભાવનો સંબંધ છે. એકના ઘટવાથી બીજાનું ઘટવું અવશ્યમેવ થાય છે. જ્ઞાન અને ક્રિયા ઉભય મળીને મોક્ષનો માર્ગ બને છે એવું શાસ્ત્રકાર ભગવંતોનું ફરમાન છે. વ્યવહારકાળમાં ક્રિયા અને ધ્યાનકાળમાં જ્ઞાન મુખ્ય બનીને કર્મને અને મહત્વ-મમત્વને ઘટાડનારા થાય નમો’ પદનું માહાભ્ય નો-દુષ્કૃત- “ર્દિ સુબ્રતાનુનીવના | ‘તા શરમi | નમો’ વડે યોગ્યતા અને યોગ્યતા વડે રક્ષણ એ અર્થ પણ થાય છે. R 2લોક્યદીપક મહામંત્રાધિરાજ પN ૪૦૪ WARISTURRITICIS For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy