SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સાધુ-ભગવન્તો નિર્વાણ સાધક યોગને સાધનારા હોવાથી અને સર્વ પ્રાણીઓને વિષે આત્મ સમાન બુદ્ધિને ધારણ કરનારા હોવાથી સાધુભગવન્તો ભાવસાધુઓ કહેવાય છે. તેઓ વિષયસુખથી નિવર્સેલા હોય છે. વિશુદ્ધ ચારિત્ર અને નિયમોને ધારણ કરનારા હોય છે, તાત્ત્વિક ગુણોને સિદ્ધ કરનારા હોય છે તથા અન્ય મુક્તિસાધક પુરુષોને તેમની સાધનામાં સહાય કરનારા હોય છે. લોકસંજ્ઞાનો ત્યાગ કરનારા, ક્ષમાદિ દશ પ્રકારના ધર્મને ધારણ કરનારા તથા લાભાલાભ, માનાપમાન અને કાંચન-લોષ્ઠને સમાન ગણનારા હોય છે. ગુરુ આજ્ઞામાં તત્પર, પ્રાયશ્ચિત્તાદિ જલવડે પાપમલનું ગાલન કરનાર, નિરંતર શુદ્ધ સ્વાધ્યાયકરણમાં તલ્લીન અને ભ્રમરપરે ગોચરચર્યામાં ઉદ્યક્ત શ્રી સાધુ ભગવંતો એ જંગમ તીર્થ છે. શ્રી સાધુ-ભગવંતો સંબંધમાં શાસ્ત્રવેત્તા પરમોપકારી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ શ્રી પંચપરમેષ્ઠિગીતામાં ફરમાવે છે કે કલેશનાશિની દેશના, દેત ગણે ન પ્રયાસ, અસંદીન જિમ દ્વીપ, તથા ભવિજન આશ્વાસ; તરણ તારણ કજ્ઞાપર, જંગમ તીરથ સાર, ધન ધન સાધુ સુલંકર, ગુણ-મહિમા ભંડાર. ૧ નિરન્તર ધર્મોપદેશ આપવામાં જેઓ પ્રયાસને ગણતા નથી તથા ભવ્ય આત્માઓને આશ્વાસન લેવા માટે જેઓ સ્થિર દ્વીપની ગરજ સારે છે, સ્વયં તરે છે અને અન્યને તારવામાં તત્પર છે એવા કિસ્સાથી ભરેલા સુખકર સાધુપુરુષો નિરન્તર કસ્સામાં તત્પર હોવાથી અને ગુણો તથા મહિમાના ભંડાર હોવાથી જંગમ તીર્થ તુલ્ય છે અને જગતમાં વારંવાર ધન્યવાદને પાત્ર છે. એ સાધુ-ભગવંતોનાં અનેક પવિત્ર નામો છે. તેમાંના કેટલાંક અતિ પ્રસિદ્ધ છે અને કેટલાંક અપ્રસિદ્ધ છે જેમકે-મુનિ, ભિક્ષુ, સંન્યાસી, નિર્ગથ, શાન્ત, દાન્ત, ક્ષાન્ત, મહાવ્રતધર, અણગાર, યોગી, તત્ત્વજ્ઞ, વાચંયમ, ઋષિ, દીક્ષિત, અકિંચન, શ્રમણ-એ પ્રસિદ્ધ નામો છે. સર્વસહ, સમતામય, નિષ્પતિકર્મ શરીર, ગુખેન્દ્રિય, આત્મઉપાસી, મુક્ત, માહણ, મહાત્મા, અવધૂત, શુદ્ધલેશી, અશરણશરણ, અધ્યાત્મધામ, ઊર્ધ્વરેતા, અનુભવી, તારક, મહાશય, ભદંત, મોહજયી, ગોખા, પંડિત, વિચક્ષણ, ઇત્યાદિ અપ્રસિદ્ધ નામો છે. એ જાતિનાં માંગલિક નામોને ધારણ કરનારા તથા નિષ્કલંકિત જીવનને જીવનારા ગુણસમુદ્ર સાધુ-ભગવંતોને નમસ્કાર પણ આચાર્ય ભગવંતો તથા ઉપાધ્યાયભગવંતોને કરેલા નમસ્કારના સમાન ફળને આપનારો થાય છે. એ જ વાતને જણાવતાં નિયુક્તિકાર ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજ ફરમાવે છે કેसाहूण नमुक्कारो, जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए ॥१॥ साहूण नमुक्कारो, धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो, विसोत्तियावारओ होइ ॥२॥ साहूण नमुक्कारो, एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणंमि उवग्गे, अभिक्खणं कीरइ बहुसो ॥३॥ साहूण नमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥४॥ ભાવસાહિત કરાયેલો સાધુનમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે અને બોધિલાભ માટે થાય છે. ૧. સાધુ નમસ્કાર ધન્ય આત્માઓના ભવનો ક્ષય કરે છે તથા હૃયમાં રહેલો તે વિસ્ત્રોતસિકાનું હરણ કરે છે. ૨. આ સાધુનમસ્કાર મહાર્થવાળો છે- એમ શાસ્ત્રમાં વર્ણવાયેલ છે અને મરણ વખતે તે નિરન્તર વારંવાર કરાય છે. ૩. સાધુનમસ્કાર સર્વ પાપનો પ્રણાશ કરનાર છે તથા સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. ૪ C મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy