________________
તે આત્મશક્તિ સર્વજ્ઞસ્વરૂપ છે, પરમસુખસ્વરૂપ છે. જેઓ સ્વયં સર્વજ્ઞ અને સર્વશક્તિમાન હોય, તેઓ પોતે અવ્યાબાધ સુખસ્વરૂપ પણ હોય અને તેઓનો આશ્રય લેનાર જે કોઈ હોય તેને અવ્યાબાધ સુખની પ્રાપ્તિમાં હેતુભૂત પણ થાય છે.
સાકર મીઠી છે તેથી તે ખાનારનું મોટું પણ મીઠું થાય છે. અઢાર દોષ નાશ પામવાથી જેઓ વીતરાગ સ્વરૂપ થયેલા છે. તેઓની ભક્તિ કરનાર પણ તેઓના પ્રભાવે દોષરહિત બને છે.
શાસ્ત્રો કહે છે કેજે જિન ભકતે નવી થયું રે, તે બીજાથી કેમ થાય રે, એવું જે મુખે ભાખીએ રે, તેની વચનશુદ્ધિ કહેવાય રે,
(સમ્યક્ત્વના સડસઠ બોલની સઝાય, ઢાળ ચોથી). સરાગીની ભક્તિ નિષ્ફળ છે, વીતરાગની ભક્તિ સફળ છે, આ શુદ્ધ અને સત્ય વચન છે.
જે સામર્થ્ય વીતરાગમાં છે તે તેઓની ભક્તિ કરનાર ભક્તમાં પણ ઉત્પન્ન થાય છે. સરાગી દેવ-દેવીઓની ભક્તિ જ ફળે પણ વીતરાગ કંઈ કરે નહિ એમ એકાન્તપણે બોલવું તે શાસ્ત્રવિરુદ્ધ છે.
શાસ્ત્રો તો એમ કહે છે કે – સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓમાં પણ ભક્તનાં મનોવાંછિત પૂર્ણ કરવાનું જે સામર્થ્ય આવે છે તે વીતરાગદેવની ઉપાસનાનું ફળ છે.
સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓનાં વ્હાયમાં વીતરાગદેવ પ્રત્યે જે ભક્તિભાવ ભર્યો છે અને તેના પ્રભાવે તેમને જે શક્તિ મળે છે, તેના ફળરૂપે તેઓ ભક્તનું યત્કિંચિત્ પણ કલ્યાણ કરી શકે છે.
શક્તિનો સ્ત્રોત વીતરાગતા છે, તેનું મૂળ નિર્ચથતા છે. નિર્ગથતા એટલે રાગસહિત દશામાં પણ વીતરાગભાવ ટકાવી રાખવો. ઘાતિકર્મોનો ક્ષય થયા પછી જે વીતરાગતા આવે છે તે કાયમ રહે છે, સહજ બને છે. તેને ટકાવી રાખવા માટે પછી પ્રયત્નની અપેક્ષા રહેતી નથી.
જેમ ક્રોધનાં નિમિત્તોના અભાવમાં ક્ષમા રાખવી સુલભ છે, પણ ક્રોધનાં નિમિત્તોના ભાવમાં ક્રોધને આધીન ન થવું અને ક્ષમાભાવને ટકાવી રાખવો એમાં વધુ કષ્ટમય પ્રયત્ન છે; તેમ જેઓના રાગ-દ્વેષ, મોહ આદિ દોષો હજુ ક્ષય પામ્યા નથી અને દોષવાળી અવસ્થામાં પણ દોષોને નહિ સેવવા માટે જેઓ સાવધ છે, તેઓ વીતરાગ ન હોવા છતાં પણ વીતરાગ જેવા છે. એ દષ્ટિએ નિગ્રંથપણાનું મહત્ત્વ પણ ઘણું છે.
નમસ્કારમંત્રનાં પ્રથમ બે પદોમાં વીતરાગતાની ભક્તિ છે અને પછીનાં ત્રણ પદોમાં નિગ્રંથતાની ભક્તિ છે. નિગ્રંથતા પણ વીતરાગતામુખી હોવાથી અચિંત્ય શક્તિયુક્ત છે અને તે પણ વીતરાગતાની ભક્તિની જેમ જ ભક્તના પાપોનો નાશ કરવાની અને ભક્તિનું એકાન્ત મંગળ અને કલ્યાણ કરવાની શક્તિ ધરાવે છે, તેથી જ નવકારમંત્રની ચૂલિકામાં “ો વંવ મુવારે સવ્વપાવપIII” કહ્યું છે.
એમ પાંચેય ને કરેલો નમસ્કાર સરખા ફળને આપનારો થાય છે. અરિહંત અને સિદ્ધને કરેલો નમસ્કાર જેમ સર્વ પાપોનો નાશ કરે છે, તેમ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને કરેલો નમસ્કાર પણ સમસ્ત પાપોનો નાશ કરે છે.
વીતરાગ સ્વયં વીતરાગ છે અને નિગ્રંથ વિતરાગ ન હોવા છતાં પરાક્રમથી વીતરાગતુલ્ય છે. તેથી ભક્તને ફળ આપવામાં સરખું સામર્થ્ય ધરાવે છે. વીતરાગની ભક્તિ જેમ વિતરાગતાને અપનાવનારી થાય છે. તેમ નિગ્રંથની ભક્તિ પણ પરંપરાએ વીતરાગતાને અપાવનારી થાય છે.
જિનશાસન વીતરાગતા અને નિર્ગથતાનું પૂજક છે, તેનો અર્થ રાગ-દ્વેષના અને અહ-મમતાના વિજેતાઓનું પૂજક છે. જિન એટલે રાગ-દ્વેષને જીતનારા, અહં અને મમતાનો નાશ કરનારા. તેઓનું શાસન તે
૨૨૮
ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org