SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસન. તેઓનો અનુયાયી તે જૈન. અનુયાયી એટલે કે જેઓએ અહં અને મમ તથા રાગ-દ્વેષને સંપૂર્ણ જીત્યા છે અને જીતવા માટે જેઓ સતત પ્રયત્નશીલ છે, તેઓનું જ બહુમાન કરનારો, તેઓનો જ આદર કરનારો અને તે ધ્યેયની સિદ્ધિ માટે જ જીવનારો તે ‘જૈન' કહેવાય છે. તે કારણે પંચપરમેષ્ઠિને નમસ્કારરૂપ નમસ્કારમહામંત્ર જૈનોનો મૂળ . મંત્ર છે. તેને મહામંત્ર માનીને જિનશાસનમાં આબાલવૃદ્ધ સર્વ કોઈ તે મહામંત્રનું આરાધન કરે છે. ભક્તિ-બહુમાનપૂર્વક થતું એ ‘‘આરાધન’’ જૈનમાત્રને વીતરાગપદની પ્રાપ્તિ માટે કોલક૨ા૨રૂપ બની જાય છે. નમસ્કારમંત્રનું આરાધન કરનાર બાહ્ય દૃષ્ટિથી રાજા હોય યા ચંક હોય, તેનો તેને અહંકાર કે રંજ હોતો નથી, કેમ કે તે કર્મકૃત ભાવો છે અને નમસ્કારમંત્ર તેને તત્કાળ યા પરંપરાએ કર્મમાત્રના બંધનમાંથી છોડાવનાર છે એવી તેને ખાતરી હોય છે. તેથી તે સુખમાં વિસ્મય કે દુઃખમાં દૈન્ય ધારણ કરતો નથી, પરંતુ બંને અવસ્થામાં પોતાની સમસ્થિતિ જાળવી શકે છે. મનની સમસ્થિતિ જાળવી રાખવી એ જ કર્મક્ષયનો અમોઘ ઉપાય છે. શાસ્ત્રો તેને ‘સામાયિક’ શબ્દથી સંબોધે છે. સર્વ તીર્થંકરોએ સામાયિકધર્મને જ પરમધર્મ કહ્યો છે. શરીરનાં અને મનનાં સર્વ પ્રકારનાં દુઃખોનો સંપૂર્ણ રીતે નાશ ક૨વાના સમર્થ ઉપાય તરીકે સામાયિકધર્મને સંબોધેલ છે. નમસ્કારમંત્રમાં સર્વવિરતિ સામાયિકધર્મને પામેલાને નમસ્કાર છે, તેથી તેને ગણનાર શ્રુતસામાયિક અને સમકિતસામાયિકનું આરાધન કરનારો થાય છે. : સામાયિક ચાર પ્રકારનાં કહ્યાં છે ઃ શ્રુત, સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ. પહેલાં ત્રણ સામાયિક ગૃહસ્થોને પણ હોય છે. છેલ્લું સર્વવિરતિ સામાયિક સાધુને હોય છે. નવકારમંત્રમાં જેને નમસ્કાર ક૨વામાં આવે છે, તે પાંચેય પરમેષ્ઠિઓ સર્વવિરતિ સામાયિકને ધારણ કરનારા હોય છે. સામાયિકધર્મનું બહુમાન હોવાથી તેઓને નમસ્કાર કરનારો પણ સમકિતસામાયિક અને શ્રુતસામાયિકનો આરાધક બને છે. સર્વવિરતિ કે દેશવિરતિસામાયિકનું મૂળ સમકિતસામાયિક અને શ્રુતસામાયિક છે, તેથી નમસ્કારમંત્ર દ્વારા ભવ્ય જીવ તે બે સામાયિકની પ્રાપ્તિ કરે છે. અર્થાત્ એ બે સામાયિકની આડે આવનારાં કર્મોનો ક્ષય કરે છે અને પરિણામે તે બે સામાયિકોનો સંપૂર્ણ આરાધક બની સકલ કર્મોનો ક્ષય કરી, પરમાત્મપદની પ્રાપ્તિ ક૨ના૨ો થાય અંતરાયનો નાશ શ્રી નવકા૨નો જાપ શરૂ થાય છે એટલે મન આસ્તે આસ્તે તેના ભાવમાં સમાઈ જવા માંડે છે, એટલે કે મનનું સ્થાન શ્રી નવકારના ભાવને મળી જાય છે. મન, ભાવ નમસ્કારમાં પરિણત થાય છે. એટલે મનને આધીન વિચારોમાં પણ મહાસત્ત્વ ઝળહળવા માંડે છે, વિચારોનું મહાસત્ત્વ આપણી સમગ્રતાને પવિત્ર કરતું કરતું વર્તનરૂપે બહાર આવે છે અને સર્વપાપપ્રણાશક ભૂમિકા આત્મા પ્રાપ્ત કરે છે. આપણી સમગ્રતા વાટે શ્રી નવકારજાપજન્ય જે આંદોલનો વિસ્તરે છે તેમાં એટલું બધું ઓજસ હોય કે તેની સામે ગમે તેવો ભૌતિક અંતરાય ક્ષણવાર પણ ટકી શકતો નથી, પછી ભલે તે હિમવંતપર્વત જેવડો હોય કે સોનાના મેરુ જેટલો મોટો હોય. નમ. આ. બનવા માટેની પૂર્વતૈયારી Jain Education International For Private & Personal Use Only ૨૨૯ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy