SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ (આગમદષ્ટિએ) શ્રી નવકારનો મહિમા અપરંપાર છે અને તે શ્રી તીર્થંક૨દેવ અને ગણધરભગવંતોના શ્રીમુખે ગવાયેલો છે, પૂર્વધરો અને શ્રુતધરોની વાણીથી પ્રશંસાયેલો છે, શ્રી આચાર્યો, વાચકો, પ્રવર્તકો અને સ્થવિરોના ઉપદેશોથી પ્રચારાયેલો છે અને સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વડે બહુમાનપૂર્વક આરાધાયેલો છે. ભદ્રક પરિણતિ, નિપુણમતિ, માર્ગાનુસારી અને ગુણાનુરાગી જીવો વડે જેનો મહિમા આદરપૂર્વક શ્રવણ કરાયેલો છે તે નવકા૨ને જાણવાની ઉત્કટ ઈચ્છા પ્રત્યેક લઘુકર્મી, પરિત્તસંસારી, સુલભબોધી અને આસનમુક્તિગામી જીવને અવશ્ય થાય. શ્રી નવકારનો અધિકારી શ્રી નવકા૨ એ નવપદોનો સમુદાય છે. એનાં પાંચ પદો મૂળમંત્રસ્વરૂપ છે. પછીનાં ચાર પદો મૂળમંત્રનો વાસ્તવિક પ્રભાવ સૂચવનાર મૂળમંત્રની ચૂલિકાસ્વરૂપ છે. ચૂલિકાસહિત મૂળમંત્ર ‘‘પંચમંગલ-મહાશ્રુત-સ્કંધ'' કહેવાય છે. મૂળમંત્રમાં પંચપરમેષ્ઠિને નમસ્કાર હોવાથી તેને “પંચપરમેષ્ઠિનમસ્કાર'' પણ કહેવાય છે. ૫૨મેષ્ઠિઓનો નમસ્કાર મહામંગલરૂપ હોવાથી તેને ‘‘પંચમંગલ’’ એ ટૂંકા નામથી પણ સંબોધવામાં આવે છે. નવકારનું ટૂંકમાં આ બાહ્યસ્વરૂપ છે, તેનું આંતર સ્વરૂપ ઘણું વિશાળ છે. શ્રી નવકા૨નું ખરું માહાત્મ્ય તેના આંતરસ્વરૂપમાં રહેલું છે. નવકારનું બાહ્યસ્વરૂપ શબ્દાત્મક છે, તેનું આંતરસ્વરૂપ અર્થાત્મક છે. શબ્દને જો દેહના સ્થાને કલ્પીએ તો અર્થ તેના પ્રાણના સ્થાને છે. અર્થને જો દેહના સ્થાને કલ્પીએ તો શબ્દ તે દેહની છાયાના સ્થાને છે. છાયાનું મૂલ્ય દેહના આધારે છે, પ્રાણ વિનાનો દેહ શબવત્ છે અને દેહ વિનાની છાયા શૂન્યવત્ છે. છે અર્થને કહેનાર શ્રી અરિહંતભગવંત છે, શબ્દને ગૂંથનાર શ્રી ગણધ૨ભગવંત છે. શ્રી અરિહંતદેવો ગુરુ તો શ્રી ગણધરદેવો શિષ્ય છે. એ અપેક્ષાએ અર્થને ગુરુસ્થાને અને શબ્દને શિષ્યસ્થાને પણ કલ્પી શકાય. એક સ્થળે અપેક્ષાભેદે એથી ઊલટું પણ કહ્યું છે. રાજા સરિખું સૂત્ર છે, મંત્રી સરિખો અર્થ જિનજી ! એમાં એકે હેલિઓ, દીયે સંસાર અનર્થ, જિનજી ! તુજ વયણે મન રાખીયે. (પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાનાં સ્તવન ઢાળ ૯) અહીં સૂત્રને એટલે શબ્દને રાજાની ઉપમા આપી છે અને અર્થને મંત્રીની ઉપમા આપી છે તથા તે બેમાંથી એકની પણ અવગણના ક૨ના૨ને અનર્થનું કારણ થાય છે એમ કહ્યું છે. આ વાત નિર્યુક્તિકાર, ભાષ્યકાર, ચૂર્ણિકાર, અને ટીકાકારોએ ગણધરગુંફિત સૂત્રના કરેલા અર્થને ઉદ્દેશીને કહેલી છે. અરિહંતભાષિત અર્થને સૂત્રમાં ગૂંથનાર શ્રી ગણધરભગવંતના શબ્દને ઉદ્દેશીને તો ત્યાં કહ્યું છે કે છાયા નર ચાલે ચલે, રહે થિતિ તસ જેમ, જિનજી ! સૂત્ર અર્થ ચાલે ચલે, રહે થિતિ તસ તેમ, જિનજી ! તુજ વયણે મન રાખીયે. ૨૩૦ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy