SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર એ છાયા છે અને અર્થ એ પુરુષ છે જેમ પુરુષ ચાલે તેમ તેની છાયા ચાલે છે અને સ્થિર રહે તેમ સ્થિર રહે છે. તેવી જ રીતે અર્થરૂપી પુરુષ ચાલે તેમ સૂત્રરૂપી છાયા ચાલે છે તથા અર્થરૂપી પુરુષ જો સ્થિર રહે તો સૂત્રરુપી છાયા પણ સ્થિર રહે છે. અર્થ અને સૂત્રની આ ચર્ચા સાંભળીને બેમાંથી કોઈ એકની કોઈ એકાન્તવાદી અવગણના કરી ન બેસે એ કારણે શાસ્ત્રકારમહર્ષિઓએ બંનેની સમાન ઉપયોગિતા બતાવવા માટે ફરમાવ્યું છે કે અંધ પંગુ જેમ બે મલે, ચાલે ઈચ્છિત ઠાણ, જિનજી! સૂત્ર અરથ તેમ જાણીયે, કલ્પ ભાષ્યની વાણ. જિનાજી તુજ વયણે મન રાખીયે. “સૂત્ર” અંધ છે અને “અર્થ પંગુ છે. અંધ અને પંગુ જો પરસ્પર મળે તો ઈચ્છિત સ્થાને પહોંચી જાય છે, તેમ સૂત્ર અને અર્થ બન્ને મળીને જ ઈચ્છિત સ્થાન પ્રાપ્ત કરાવે છે. બેમાંથી એકની પણ અવગણના ઈચ્છિત સ્થાનની પ્રાપ્તિમાં પ્રતિબંધક બને છે. નવકારને અર્થથી કહેનાર શ્રી અરિહંતભગવંત છે, સૂત્રથી ગૂંથનાર શ્રી ગણધર ભગવંત છે. એ અપેક્ષાએ અહીં અર્થને પ્રાણ અને સૂત્રને દેહની ઉપમા અથવા અર્થને જીવંત દેહ અને સૂત્રને માત્ર તેની છાયાની ઉપમા આપી છે. નવકારની છાયા અને દેહ આપણે જોયો. હવે તેના અર્થરૂપી દેહને અથવા પ્રાણને જોવા માટે આપણે એના પ્રત્યેક પદમાંથી નીકળતા અર્થને તપાસીએ. નવકારનું પ્રથમ પદ “નો ગઢિંતા” છે. તેમાં ત્રણ પદો અને સાત અક્ષરો છે. એ સાત અક્ષરોનો મહિમા બતાવતાં કહ્યું છે કેसप्तक्षेत्रीव सफली सप्तक्षेत्रीव शाश्वती । सप्ताक्षरीयं प्रथमा, सप्त हन्तु भयानि मे ॥८॥ (શ્રી નમસ્કારમાહાત્મ-સિદ્ધસેનસૂરિકૃત) અર્થ-જિનપ્રતિમાદિ સાત ક્ષેત્રોની જેમ સફળ અને ભરતાદિ સાત ક્ષેત્રોની જેમ શાશ્વત એવી આ પ્રથમ સપ્તાક્ષરી મારા સાત ભયોને દૂર કરો. પ્રથમપદના સાત અક્ષરોમાંના એકેક અક્ષરમાં એકેક ભયને દૂર કરવાનું સામર્થ્ય રહેલું છે એટલું જ નહિ પણ તે પ્રત્યેક અક્ષર સાત ક્ષેત્રોની જેમ શાશ્વત અને સફળ છે. પ્રથમપદના ત્રણ શબ્દોમાં પ્રથમશબ્દ “નમો છે, બીજો “ગર' છે અને ત્રીજો “દંત છે. તેમાં પ્રથમ “નો પદનો અર્થ નમસ્કાર છે. નમસ્કાર એક પ્રકારની ક્રિયા છે. જે ક્રિયાવડે ભક્તિ દર્શાવાય, શ્રદ્ધા વ્યક્ત કરાય અને પૂજ્યભાવ પ્રગટ થાય તે ક્રિયાને નમસ્કાર કહેવાય છે. આ ક્રિયા કેટલી ઉચ્ચ છે તેનું માપ કાઢવું હોય તો ત્રણ રીતે નીકળી શકેઃ એક તો તેના હેતુ ઉપરથી, બીજું તેના સ્વરૂપ ઉપરથી અને ત્રીજું તેના પરિણામ ઉપરથી. કોઈ પણ વસ્તુને જો પૂર્ણપણે સમજવી હોય તો તેની કારણ, કાર્ય અને સ્વરૂપ આ ત્રણેય અવસ્થાનું જ્ઞાન મેળવવું જોઈએ. સ્વરૂપ અવસ્થા વર્તમાનકાલીન છે, કારણઅવસ્થા ભૂતકાલીન છે અને કાર્યવસ્થા કે ફલાવસ્થા આગામીકાલીન છે. નમસ્કારરૂપી ક્રિયાનાં કારણ, સ્વરૂપ અને ફળ કેટલાં ઉચ્ચ છે તે જાણવાથી જ “નમો’ પદના વાસ્તવિક અર્થનો ખ્યાલ આવી શકે. (૧) કારણઅવસ્થા શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે નમસ્કારરૂપી ક્રિયાનું કારણ નમસ્કારવરણીય શ્રી નવકારનો અધિકારી ૨૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy