________________
પોતાની જાત આઠ કર્મથી બંધાયેલી છે એટલું જ નહિ પણ કર્મના આવરણ નીચે જે શુદ્ધસ્વરૂ૫ રહેલું છે તે અરિહંત અને સિદ્ધસમાન છે, એવો બોધ આપણને નવકારમંત્ર કરાવે છે.
કર્મનું આવરણ છે એવો બોધ નમ્રતા શિખવાડે છે અને એ આવરણ નીચે શુદ્ધસ્વરૂપ રહેલું છે, એવું શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન નિર્ભયતા અપાવે છે.
નવકારમંત્રના પહેલાં “નમો' પદવડે એક બાજુ નમ્રતા-વિનયગુણ કેળવાય છે અને બીજી બાજુ નિર્ભયતા-નિશ્ચિતતાગુણ વિકસે છે.
જે તેના અર્થની ભાવનાપૂર્વક “નમો પદ બોલાય તો એક જ “નમો પદ વડે આપણાં દુષ્કતોની નિંદા થાય છે, અરિહંત પરમાત્મા આદિ પાંચેય પરમેષ્ઠિભગવંતોનાં સુકૃતોની અનુમોદના થાય છે અને તે બે થવા વડે આપણા આત્માના શુદ્ધસ્વરૂપનું શરણ અર્થાત્ સ્મરણ-ધ્યાન વગેરે સહજસાધ્ય બને છે.
પરમાત્મસ્વરૂપને પામેલા અરિહંત અને સિદ્ધભગવંતો તથા પરમાત્મસ્વરૂપ પામવા માટે સદા ઉદ્યમશીલ એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુભગવંતોને વારંવાર નમસ્કાર કરવા વડે પાપપ્રકૃતિઓનો ક્ષય થાય છે, પુણ્યપ્રકૃતિઓની પુષ્ટિ થાય છે અને પાપ અને પુણ્યથી પર એવા શુદ્ધ આત્મસ્વરૂપની નજીક જવાય છે.
બધાં શાસ્ત્રો આત્મજ્ઞાન કરાવવા માટે છે અને એ જ કાર્ય નમસ્કારમંત્રથી પણ થાય છે, તેથી નવકારમંત્રને બધાં શાસ્ત્રોનો સાર કહ્યો છે તે યથાર્થ છે.
આ રીતે અર્થની વિચારણાપૂર્વક શાન્ત ચિત્તે, એકાગ્ર મનથી, શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રોજ નવકારમંત્રનું સ્મરણ કરનારો આ ભવ-પરભવમાં અનેક માંગલિક માળાઓ અને સુખોની પરંપરા મેળવી નિર્વિઘ્નપણે સંસારસાગરના પારને પામી જાય છે.
સર્વજ્ઞદષ્ટિથી જોઈને અને જાણીને શાસ્ત્રકારભગવંતોએ નવકારમંત્રનું આ માહાભ્ય દર્શાવ્યું છે. તેને જે કોઈ શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે અને પોતાના આત્માને નવકારમંત્રથી ભાવિત કરે છે તે માનવજન્મ, જૈન કુળ અને તેમાં દુર્લભ એવી ધર્મસામગ્રીને સફળ કરી સદ્ગતિને સાધી જાય છે.
નવકારમંત્રવડે દેવ-ગુરુનું શરણ સ્વીકારાય છે અને દેવ-ગુરુનું શરણ અચિંત્ય પ્રભાવવાળું હોવાથી જીવને નિર્ભય બનાવે છે.
જૈનમતમાં દેવ વીતરાગ છે અને ગુરુ નિગ્રંથ છે. વીતરાગદેવ ગુણકર્ષવાન હોવાથી અચિંત્યશક્તિવાળા છે અને તેઓ અચિંત્યશક્તિવાળા હોવાથી સર્વ મનોવાંછિત પૂરનાર છે.
નિગ્રંથગુરુ મોહ-મમતારહિત, સર્વ સાવઘના ત્યાગી તથા સર્વ જીવો પ્રત્યે સમાન હિતના આશયવાળા હોવાથી દેવોને પણ પૂજનીય છે.
તે બે તત્ત્વો જ જગતને વિનાશના માર્ગે જતું અટકાવી રહ્યાં છે. તેઓએ કહેલો અને આચરેલો ધર્મ જ જગતને આલંબનરૂપ છે, તેથી તે બે તત્ત્વોની ભક્તિ પરમ કર્તવ્ય છે. તેને દર્શાવનારો મંત્ર સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ છે, તેથી સર્વને આદરવાલાયક છે.
શ્રી વીતરાગદેવનું સ્વરૂપ વર્ણવતાં શાસ્ત્રોમાં કહ્યું છે કે'अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो वीयरागा, सव्वन्नु, परमकल्लाणा, परमकल्लाणहेउ सत्ताणं ।'
ભાવાર્થ - તે ભગવંતો વીતરાગ છે, અચિંત્ય શક્તિવાળા છે, સર્વજ્ઞ-સર્વદર્શી છે, પરમકલ્યાણરૂપ છે અને પ્રાણીઓને પરમકલ્યાણના હેતુ છે.
વીતરાગ હોવાથી અચિંત્ય શક્તિવાળા છે. આત્માની શક્તિને આવરણ કરનાર રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ દોષ જેઓના નષ્ટ થયા છે, તેઓની આત્મશક્તિ પ્રગટ થયેલી હોય છે. SN નમ. આ. બનવા માટેની પૂર્વતૈયારી
છે. ૨૨૭ પS
www.jainelibrary.org
* ફક
A B
કે
if
it
Tif
fitfre
Jain Education International
For Private & Personal Use Only