________________
તે જ્ઞાનચેતના વીતરાગ અને સર્વજ્ઞ છે. આથી તેમાં કેવળ નિરુપાધિક સુખનો જ અનુભવ થાય છે. તે સુખમાં દ્વન્દ નથી તેથી તે દ્વન્દાતીત પણ કહેવાય છે. નમસ્કાર-મહામંત્રના પ્રથમપદમાં જ આ નિર્વિકલ્પ ચિત્માત્રસમાધિને અનુભવવાનો એક અનોખો પ્રયોગ છે.
ગુરુમુખથી નમસ્કારમંત્રની પ્રાપ્તિ થતાં જ “નમો દ્વારા દેવતત્ત્વની સન્મુખ થવાય છે, કેમ કે “નમો પદની સાથે જ મર્દ શબ્દ જોડાયેલો છે, તે દેવતત્વનો વાચક છે. જીવાત્માનું દલ પરમાત્મા છે, તે પરમાત્મતત્ત્વનો અનુભવ કરવા માટે “તા શબ્દ જોડવામાં આવ્યો છે.
આ “તા શબ્દ “ત્રાણ” અર્થમાં છે અને એ ત્રાણ “આજ્ઞા' શબ્દની સાથે સંબંધ ધરાવે છે. જ્યાં અને જ્યારે અરિહંતોની આજ્ઞાનું પાલન મુખ્ય બને છે, ત્યાં અને ત્યારે મન, પ્રાણ અને આત્મા પરમાત્મામાં એકાકાર બને છે.
એ રીતે “નમો અરિહંતા, મંત્ર અનુક્રમે ગુરુ, મંત્ર, દેવતા, આત્મા, મન અને પ્રાણની એકતા કરાવી અંતરાત્મભાવ જગાડે છે તથા અંતરાત્મભાવમાં સ્થિર કરી પરમાત્મભાવની ભાવના કરાવે છે. એ ભાવના અંતે પરમાત્મભાવ પ્રગટાવી અવ્યાબાધ સુખના ભોક્તા બનાવે છે. નમો’ પદમાં રહેલી અમૃતક્રિયા
નમો એ વિસ્મય, પુલક અને પ્રમોદસ્વરૂપ છે. ભવભયનો સૂચક પણ “નમો પદ છે. “નમો પદ ઉત્તરોત્તર ભાવવૃદ્ધિને સૂચવનારો પણ છે. તેનું પરિણામ “તત્તવિત્ત માં આવે છે, અર્થાત્ ચિત્તમાં એકાગ્રતા લાવવા માટે પણ “નમો’ પદ પરમ સાધન બને છે.
ભવનો સાચો ભય તો જ ગણાય, કે જ્યારે ઊંઘતા માણસને એમ લાગે કે “મારું ઘર બળી રહ્યું છે અને એકદમ ઝબકીને ઊઠે ત્યારે તેને જેવો ભય સ્પર્શે છે, તેવો ભય સંસારરૂપી દાવાનળમાંથી છૂટવા માટે જ્યારે ઉત્પન્ન થાય ત્યારે તેને સાચો ભવભય ઉત્પન્ન થયો ગણાય.
પોતાનું ઘર સળગી રહ્યું છે અને માણસ ઝબકીને ઊઠે, તેમ મોહનિદ્રામાં સૂતેલો જીવ કર્મદાવાનળના દાહમાંથી ઊગરી જવા માટે ધર્મજાગૃતિને અનુભવે તે સાચો ભવભય છે. “નમો પદ એ નમસ્કાર કરનારના અંતરમાં જાગેલા ભવભયનો સૂચક છે.
જ્યાં ભય હોય ત્યાં પ્રતિપક્ષી વસ્તુ ઉપર ભાવ યા પ્રેમ ઉત્પન્ન થાય છે. તે રીતે ભવથી ભય પામેલા જીવને આત્મતત્ત્વ ઉપર પ્રેમ થાય છે અને તે પ્રેમનો સૂચક પણ “નમો પદ બને છે.
- સાચો પ્રેમ પ્રિય વસ્તુના ધ્યાનમાં એકાગ્રતા લાવે જ છે અને તેને સાધવા માટેના વિધિવિધાનમાં સાવધાન બનાવે જ છે. “નમો પદની સાથે તે સાવધાનતા અને એકાગ્રતા પણ જોડાયેલી જ છે. તેથી “નમો’ એ સાવધાનતા અને તન્મયતાનું પણ પ્રતીક બની જાય છે.
એ રીતે અમૃતક્રિયાને સૂચવનારાં જેટલાં લક્ષણો શાસ્ત્રમાં કહ્યાં છે, તે બધાં “નમો' પદના આરાધકની અંદર આવવા લાગે છે અને ત્યારે જ “નમો પદ સાર્થક બને છે. અમૃતક્રિયાનાં લક્ષણો
તગત ચિત્ત ને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવ ભય અતિ ઘણો; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત કિયા તણો.
ઉપા. શ્રી યશોવિજયજી મ. વિસ્મય પુલક અને પ્રમોદ એ સર્વસ્તુની પ્રાપ્તિના હર્ષાતિરેકને સૂચવે છે. હર્ષાતિરેકને ઉત્પન્ન કરનાર
અનુપેશાકિર# ૨
૨૭૭ પS
૨૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org