________________
ભવભ્રમણનો ભય છે. ભવભ્રમણનો ભય જેટલો તીવ્ર તેટલી ભાવની વૃદ્ધિ અધિક અને ભાવની વૃદ્ધિ જેટલી અધિક તેટલી આરાધનામાં સાવધાનતા અને એકાગ્રતા અધિક. એ રીતે અમૃતક્રિયાનાં બધાં લક્ષણો “નનો પદની આરાધનામાં ઘટી જાય છે.
“નમો પદનો આરાધક નમસ્કારની વિધિ સાચવવા સાવધાન એટલા માટે હોય છે કે તેના યમાં ભવનો ભય છે. તેથી ધર્મ અને ધર્મસામગ્રી ઉપર તે પ્રેમ ધરાવે છે અને એ પ્રેમ વિસ્મય, પુલક અને પ્રમોદ વડે અભિવ્યક્ત થાય છે.
સમયવિધાન શબ્દના બે અર્થ નીકળે છે જે કાળે જે કાર્ય કરવાનું કહ્યું હોય તે કાળે તે કાર્ય કરવું ‘વારે વાડું સમારે યોગ્યકાળને સાચવવો એ સમય શબ્દનો પ્રથમ અર્થ છે.
સમય શબ્દનો બીજો અર્થ છે સિદ્ધાન્ત. સિદ્ધાન્તમાં કહેલા વિધિવિધાન મુજબ ધર્માનુષ્ઠાનને આચરવું તે સમયવિધાન છે. વિધિવિધાનમાં સ્થાન, મુદ્રાદિ જે રીતે સાચવવાનાં કહ્યાં હોય તે રીતે સાચવીને ક્રિયા કરવી. એ રીતે કાળ-દેશ-મુદ્રાદિને સાચવવાં તે સમયવિધાન છે.
ભાવની વૃદ્ધિ ચિત્તની એકાગ્રતાદિ છે. એકાગ્રતાદિ લાવવાનાં સાધનો અર્થનું આલોચન, ગુણનો રાગ ઈત્યાદિ છે. “નમો’ મંત્રની અર્થભાવના
અર્થભાવનાયુક્ત મંત્રજાપ વિશિષ્ટ ફલપ્રદ છે. નમસ્કાર મહામંત્રની અર્થભાવના અનેક રીતે વિચારી શકાય છે.
“નમો પદ પૂજા અર્થમાં છે અને પૂજા દ્રવ્યભાવસંકોચ અર્થમાં છે. દ્રવ્યસંકોચ શરીર સંબંધી છે અને ભાવસંકોચ મન સંબંધી છે.
સંકોચ શબ્દ અહંત્વમમત્વના સંકોચમાં પણ વાપરી શકાય છે. શરીરમાં અાંત્વની બુદ્ધિનો અને મન-વચનાદિમાં મમત્વની બુદ્ધિનો સંકોચ અર્થાત્ અહેવ-મમત્વના વિસર્જનપૂર્વક શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓને નમસ્કાર તે નિશ્ચયથી આત્મતત્ત્વને જ નમસ્કાર છે.
આત્મતત્ત્વ ચૈતન્યરૂપે પોતાનું, પરનું અને પરમાત્માનું એકજ છે. એ રીતે ‘સર્વ ન્યિવં ત્રત્ર' ની ભાવના પણ શ્રી નમસ્કારમંત્રનો જ અર્થ છે.
વેદનાં મહાવાક્યો અનુક્રમે “તત્વમસિ ” “પ્રજ્ઞાનનિન્દ્ર કહ્યું ' “માત્મા ત્રહ્મ | ‘દં ત્ર ’ સર્વ વુિં વહ્મ ' એ સર્વની ભાવના શ્રી નમસ્કારમંત્રના અર્થમાં ઉપરની રીતે સાપેક્ષપણે થઈ શકે છે. શ્રી નમસ્કાર મંત્રમાં પુણ્યાનુબંધી પુણ્ય
શ્રી નમસ્કારમંત્ર દુષ્કૃતનો ક્ષય કરે છે, સુકૃતને પેદા કરે છે અને આત્માના શુદ્ધ સ્વરૂપની સાથે અનુસંધાન કરી આપે છે.
સંસારી આત્મા પાપરુચિના કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે. શ્રી નમસ્કારમંત્ર પાપરુચિ ટાળે છે અને ધર્મરુચિ પ્રકટાવે છે.
પાપરુચિ ટળવાથી પરપીડા પરિહારની વૃત્તિ જાગે છે અને ધર્મરુચિ પ્રકટવાથી પરાનુગ્રહનો પરિણામ ઉત્પન્ન થાય છે તથા તે બંને થવાથી ચિત્ત નિર્મળ બને છે.
નિર્મળચિત્તમાં આત્મજ્ઞાન આવિર્ભાવ પામે છે. આત્મજ્ઞાન અનાદિકાલીન અજ્ઞાન અને મોહનો નાશ કરી શુદ્ધસ્વરૂપની અનુભૂતિ કરાવે છે. શુદ્ધાત્માની અનુભૂતિસકળ કર્મના લયનું કારણ બની અવ્યાબાધ પદની પ્રાપ્તિ
૨૭૮
ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ
*** SS
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only