________________
બીજાના દુઃખને પોતાનું દુઃખ માનના અને બીજાના સુખના પોતાના સુખ જેટલી જ કિંમત આંકનારમાં કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય દોષો ઓગળી જાય છે. એવી જ રીતે માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણેય શલ્યો પણ ચાલ્યા જાય છે. શ્રી નમસ્કારમંત્ર વડે થતી લેશ્યાવિશુદ્ધિનું આ ફળ છે.
લેશ્યાવિશુદ્ધિ અને સ્નેહનો પરિણામ એ એક દૃષ્ટિએ સમાન અર્થને કહેનાર શબ્દો છે. શ્રી નમસ્કારમંત્ર સમસ્ત જીવરાશિ ઉપર સ્નેહનો પરિણામ વિકસાવે છે તેમ જ એ સ્નેહના પરિમામમાં કામ, ક્રોધ અને લોભ એ ત્રણ દોષો તથા માયા, મિથ્યાત્વ અને નિદાન એ શલ્યો પાણીથી ભરેલા કાચી માટીના ઘડાની જેમ પીગળી જાય છે અને આત્મા ક્ષાન્ત, દાન્ત અને શાન્ત તથા નિષ્કામ, નિર્દભ અને નિઃશલ્ય થઈ ક્રિયાના ઉત્કૃષ્ટ ફળને મેળવી શકે છે.
કૃતજ્ઞતાગુણનો વિકાસ
નવકાર એ ચૌદપૂર્વનો સાર છે અને સમસ્તશ્રુતજ્ઞાનનું રહસ્ય છે. તેનું એક કારણ નમસ્કારથી કૃતજ્ઞતાગુણ કેળવાય છે.
કૃતજ્ઞતાગુણ એ સર્વસદ્ગુણોનું મૂળ છે. તેનું શિક્ષણ નમસ્કારથી મળે છે. કૃતજ્ઞતાગુણને ઉત્પન્ન કરનાર પરોપકારગુણ છે.
પરોપકારગુણ સૂર્યના સ્થાને છે તો કૃતજ્ઞતાગુણ ચંદ્રના સ્થાને છે. જેનાથી ઉપકાર થાય છે તેને કૃતજ્ઞ રહેવું એ ધર્મનો પાયો છે. એવું જ્ઞાન મૂળથી જ આપવા માટે શ્રી નમસ્કારમંત્રને મૂળમંત્ર યા મહામંત્ર કહ્યો છે.
નવકાર વિના તપ, ચારિત્ર અને શ્રુત નિષ્ફળ કહ્યાં છે. તેનો અર્થ કૃતજ્ઞતાભાવ વિના સઘળી આરાધના અંક વિનાની શૂન્ય જેવી છે. એકડા વિનાનાં મીંડાં જેવી છે.
સમ્યક્ત્વગુણ પણ કૃતજ્ઞતાભાવનો સૂચક છે કેમ કે તેમાં દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ પ્રત્યે ભક્તિ છે, નમસ્કાર છે, શ્રદ્ધાગર્ભિત બહુમાન છે અને એ ત્રણ તત્ત્વો ૫૨મઉ૫કા૨ક છે એવો હાર્દિક સ્વીકાર છે.
જેનાથી સર્વ કાંઈ શુભ મળ્યું છે, મળે છે અને મળવાનું છે તેને યાદ કરવા અને તેમના પ્રત્યે નમ્રભાવ ધા૨ણ ક૨વો તેનું બીજું નામ કૃતજ્ઞતાગુણ છે.
કૃતજ્ઞતાગુણ એ એક પ્રકારની ઋણમુક્તિની ભાવના પણ છે. મુક્તિમાર્ગમાં પરોપકાર ગુણ એ ઋણમુક્તિની ભાવનામાંથી ઉત્પન્ન થતો શુભભાવ છે.
ઋણમુક્તિ અને કર્મમુક્તિ એક જ સિક્કાની બે બાજુ છે. અવ્યબાધસુખસ્વરૂપ મોક્ષમાં આપવાનું જ છે પણ લેવાનું કાંઈ નથી. સંસારમાં માત્ર લેવાનું છે પણ આપવાનું કાંઈ નથી. લેવાની ક્રિયામાંથી છૂટવાનો ઉપાય જ્યાં કશું જ લેવાનું નથી અને કેવળ આપવાનું છે તેવો મોક્ષ મેળવવો તે છે. તે મોક્ષ મેળવવાનું અનન્ય સાધન એક નમસ્કારભાવ યા કૃતજ્ઞતાગુણ છે.
યોગ્યને નમનારનો વિકાસ અને ન નમનારનો વિનાશ એ આ સંસારનો અવિચળ નિયમ છે.
દાચિ એ પણ નમસ્કારની જ એક રુચિ છે. નમસ્કાર એ સર્વશ્રેષ્ઠ પુરુષોને અને સર્વશ્રેષ્ઠ સદ્ગુણોને સર્વશ્રેષ્ઠ દાન છે. દાનરુચિ વિના દાનાદિ ગુણો જેમ ગુણ બની શકતા નથી તેમ નમસ્કાર ુચિ વિના પુણ્યનાં કાર્યો પણ પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ બની શકતાં નથી.
નમ્રતાનું મૂળ કૃતજ્ઞતા, કૃતજ્ઞતાનું બીજ પરોપકાર અને પરોપકારનું બીજ જગતસ્વભાવ છે. વિશ્વનું ધારણ-પાલન-પોષણ પરોપકારથી જ થઈ રહ્યું છે. કોઈ પણ ક્ષણ એવી નથી કે જેમાં એક જીવને બીજા જીવ તરફથી ઉપગ્રહ-ઉપકાર ન થતો હોય. એ સંબંધમાં કહ્યું છે કે
અનુપ્રેક્ષાકિરણ ૨
Jain Education International
For Private & Personal Use Only
૨૯૩
www.jainelibrary.org