________________
तरूवर सरवर संतजन, चोथा बरसत मेह; परमारथ के कारणे, चारों धरिया देह ॥१॥ अथवा पिबन्ति नयः स्वयमेव नांभः, स्वयं न खादन्ति फलानि वृक्षाः ।
नादन्ति सस्यानि खलु वारिवाहाः परोपकाराय सतां विभूतयः ॥२॥
परकार्याय पर्याप्ते, वरं भस्म वरं तृणम् । परोपकृतिमाधातु-मक्षमो न पुनः पुमान् ॥३॥ तथा - सूर्यचन्द्रमसौ व्योम्नः, द्वौ नरौ भूषणं भुवः । उपकारे मतिर्यस्य, यश्च तं न विलुम्पति ॥४॥ નમસ્કારમાં નમ્રતા
અહિંસાદિ ધર્મમાત્રનું મૂળ નમ્રતા છે. ધર્મને સાનુબંધ બનાવનાર નમસ્કા૨નો ભાવ છે. ધર્મ પામવાનું પહેલું પગથિયું નમ્ર થવું તે છે. જે નમ્ર બની શકતો નથી તે ધર્મને ઓળખી શકતો નથી.
ધર્મને ઓળખવા માટે કર્મના સ્વરૂપને જાણવું જોઈએ અને જે કર્મના સ્વરૂપને જાણે તે અવશ્ય નમ્ર બને છે. નમ્ર બનીને સંયમી થનારો આત્મા આવતાં કર્મોને રોકે છે અને જૂનાં કર્મોને વિખેરવા માટેના સાધનરૂપ તપને ક૨વા માટે સદા ઉલ્લસિત રહે છે.
એક નમસ્કારમાં અહિંસા, સંયમ અને તપ એ ત્રણેય પ્રકારનાં ધર્મનાં અંગોને મેળવી આપવાનું સામર્થ્ય છે. ધર્મ કરીને જ જે ગર્વ કરે છે, તે ધર્મ વાસ્તવિક નહિ પણ ધર્મનો આભાસ માત્ર છે.
કર્મની ભયાનકતાના જ્ઞાનથી થતી નમ્રતા એ જ વાસ્તવિક નમ્રતા છે. કર્મના સ્વરૂપનું જ્ઞાન થતાંની સાથે જ તે જ્ઞાન જીવને નમ્ર બનાવી દે છે. કર્મસ્વરૂપના જ્ઞાન વિના કર્મ-કચરાને કાઢવાની કે રોકવાની વૃત્તિ થતી નથી.
નમ્રતાને પેદા કરનાર તત્ત્વજ્ઞાન જો ન મળે તો તે આત્મા કર્મનો ક્ષય કરનાર તાત્ત્વિક ધર્મને કેવી રીતે પામી શકે ? અહિંસા, સંયમ અને તપરૂપી સત્યધર્મને પામવા માટે કર્મની સત્તા, બંધ, ઉદય અને ઉદીરણાદિને શ્રી સર્વજ્ઞભગવાને કહ્યાં છે. તેને જાણવા વડે પ્રાપ્ત થતી તાત્ત્વિક નમ્રતાથી સાચા અહિંસાદિ ધર્મોની પ્રાપ્તિ અને પાલન થઈ શકે છે.
વિનય એ ‘નમો’નો અર્થાત્ નમ્રતાનો પર્યાય છે. અષ્ટકર્મવિનયન-દૂરીકરણ એ વિનયની શક્તિ છે. તેનો અર્થ એ છે. કે અષ્ટકર્મના બંધમાં મુખ્ય કારણભૂત અષ્ટમદ છે, તેનો મૂળમાંથી નાશ ક૨વાની શક્તિ વિનયગુણમાં છે. નમ્ર વૃત્તિમાં છે.
મારો આત્મા અનાદિકર્મના સંબંધથી તુચ્છ, ક્ષુદ્ર, પરવશ અને પરાધીન દશામાં છે એવું જ્ઞાન શ્રી જિનવચન વડે થવાથી જાતિ કુલ, રૂપ, બળ, લાભ ઐશ્વર્યાદિ કર્મકૃત ભાવોનું અભિમાન ગળી જાય છે અને જીવમાં સાચી નમ્રતા આવે છે. તેથી ધર્મને સાનુબંધ બનાવનાર નમસ્કારભાવ છે, એ વાક્ય સત્ય ઠરે છે.
આઠ મદના કારણભૂત આઠકર્મ, આઠકર્મના કારણભૂત ચાર કષાય અને ચાર સંજ્ઞા તથા પાંચ વિષય વગેરેથી ભયભીત થયેલો જીવ જ વાસ્તવિકધર્મ પામવાને યોગ્ય છે.
ધર્મ પામેલા જીવો ઉપ૨ તેને ભક્તિ અને પ્રમોદ જાગે છે તથા ધર્મને નહિ પામેલા જીવો પ્રત્યે કરુણા અને માધ્યસ્થ્ય આવે છે. એ ચાર ભાવ વિનાના ધર્માનુષ્ઠાનમાં કોઈને કોઈ પ્રકારનો મદભાવ છુપાયેલો હોય છે, તેથી તે ધર્મ સાનુબંધ બનતો નથી.
ધર્મને સાનુબંધ બનાવવા માટે કર્મના વિચારની સાથે ગુણાધિક પ્રત્યે પ્રમોદ અને દુઃખાધિક પ્રત્યે કરુણા આદિ ભાવોની પણ તેટલી આવશ્યકતા છે.
૨૯૪
Jain Education International
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
For Private & Personal Use Only
www.jainelibrary.org