SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ 1 સર્વશ્રેષ્ઠમહામંત્ર જેઓ ત્રણ ભુવનને નમસ્કરણીય બન્યા છે, તેઓ આત્મદૃષ્ટિએ પોતાથી કોઈ નાનું નથી, એ ભાવને સ્પર્શીને જ નમસ્ક૨ણીય બન્યા છે. તે કા૨ણે નમસ્ક૨ણીયનો નમસ્કાર આપણામાં સાચો નમસ્કારભાવ લાવી આપે છે. આત્મદૃષ્ટિએ આપણા કરતાં કોઈ નાનું નથી, એમ જ્યારે સમજાય ત્યારે નમસ્કાર લાગુ પડ્યો ગણાય. એવો ભાવનમસ્કાર પામીને જ જીવો મોક્ષે ગયા છે અને જાય છે. આત્મદૃષ્ટિએ મારાથી કોઈ નાનું નથી, કેમ કે સર્વ આત્માઓ સ્વરૂપથી સરખા છે. દેહદૃષ્ટિએ મારાથી કોઈ મોટું નથી, કેમ કે કર્મકૃતભાવો સૌને સરખા છે કારણકે કર્મકૃત શુભ પણ પરિણામ દૃષ્ટિએ અશુભ અથવા વિનશ્વર છે. કોઈ નાનું નથી એ વિચાર ગર્વને રોકે છે અને કોઈ મોટું નથી એ વિચાર દૈન્યને અટકાવે છે. ધર્મની માતા દયા છે અને પિતા દાન છે. પાપની માતા માયા છે અને પિતા માન છે. દાન વડે માનનો નાશ થાય છે અને દયા વડે માયાનો નાશ થાય છે. દાનમાં સર્વશ્રેષ્ઠ દાન સન્માનનું દાન છે. શ્રી નમસ્કારમંત્રમાં પંચપરમેષ્ઠિઓનું સન્માન થાય છે, તેથી તે મોટામાં મોટું દાન છે; અને શ્રી નમસ્કારમંત્ર વડે સર્વ દુઃખી જીવોનાં દુઃખને દૂ૨ ક૨વાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેથી તે મોટામાં મોટી દયા (કરુણા) છે. સર્વોત્કૃષ્ટ દયા અને દાન વડે માયા અને માનનો નાશ કરનાર હોવાથી શ્રી નમસ્કારમંત્ર એ જીવનમાં ઉત્તમ પરિવર્તન આણનાર સર્વશ્રેષ્ઠમહામંત્ર છે. ત્રિકરણયોગનો હેતુ શ્રી અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ બધી સિદ્ધ અવસ્થાની પૂર્વભૂમિકાઓ છે. તેથી જ તે પરમેષ્ઠિઓ કહેવાય છે અને તેમાં સમ્યજ્ઞાન દર્શન, ચારિત્ર તથા તપની સર્વોત્કૃષ્ટ સંપત્તિઓ વસે છે. ચમત્કા૨થી નમસ્કાર એ લોભવૃત્તિ છે, જ્યારે નમસ્કારથી ચમત્કાર એ ધર્મવૃત્તિ છે. ધર્મનું મૂળ નમસ્કાર છે અને ધર્મનું ફળ ચિત્તપ્રસાદરૂપી પુરસ્કાર છે. ધર્મનું સ્વરૂપ ભાવ-વિશુદ્ધિ છે. નમસ્કારનો સાક્ષાત્ પુરસ્કાર ચિત્તપ્રસાદ છે. ચિત્તપ્રસાદનું ફળ ‘આત્મીય-ગ્રહ-મોક્ષ' છે. એટલે પૌદ્ગલિકભાવોમાં મારાપણાની બુદ્ધિનો નાશ છે. કોઈપણ ધર્મનો નિયમ ત્રણ ‘કરણ’ અને ત્રણ ‘યોગ’પૂર્વક જ પૂર્ણ બને છે. મનથી કરાવણ અને મનથી અનુમોદન એ વિશ્વહિતચિતન્તના ભાવની અંતર્ગત આવી જાય છે. વિશ્વહિતચિન્તનનો ભાવ એ શ્રી જિનેશ્વરદેવનો ભાવ હોવાથી ભવભ્રમણનું નિયમન કરે છે. અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક ભવભ્રમણ ન થાય એવો નિયમ માત્ર જ્ઞાન કે માત્ર ચારિત્રની અપેક્ષા રાખતો નથી, પણ શ્રી જિનવચન, શ્રી જિનવિચાર કે શ્રી જિનવર્તન ઉપર આદરભાવની અપેક્ષા રાખે છે. ત્રણ કરણ અને ત્રણ યોગપૂર્વક થતી ધર્મક્રિયા વિશ્વહિતચિન્તનને આવરી લેતી હોવાથી તે ભવભ્રમણને પરિમિત બનાવે છે. નમસ્કાર પણ ધર્મક્રિયા છે, તેથી ત્રિક૨ણ યોગે કરવાનું વિધાન છે. સાચી માનવતા જેનાથી અધિક ઉપકાર થાય તેને નમવું તે માનવતા છે. માણસને મળેલ મનનું તે શ્રેષ્ઠ ફળ છે. તેથી ઉપકારીઓને નમસ્કાર એ પરમકર્તવ્ય છે. અનુપ્રેક્ષાકિરણ ૨ Jain Education International For Private & Personal Use Only ૨૯૫ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy