________________
ઉત્કૃષ્ટ ૧૭૦ અને જઘન્ય ૨૦ શ્રી અરિહંતો તથા ભવિષ્યકાળના અનંતા શ્રી અરિહંતોને નમસ્કાર થાય છે. વળી અતીતકાળના અનંતા સિદ્ધોને, વર્તમાનકાળના એક સમયમાં ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ અને ભવિષ્યના થનારા અનંતા સિદ્ધોને નમસ્કાર થાય છે. તેમ જ અતીતકાળના અનંતા, વર્તમાનકાળના સર્વક્ષેત્રના કેવળજ્ઞાનીઓ અને છબસ્થમુનિઓ તથા ભવિષ્યકાળના અનંતા આચાર્ય, ઉપાધ્યાય આદિ સાધુ ભગવંતોને નમસ્કાર થાય છે. એ નમસ્કાર પરમેષ્ઠિઓમાં રહેલા સમત્વને ઉદ્દેશીને થતો હોવાથી સમત્વની સિદ્ધિ કરે છે. પાંચ પ્રકારના ગર
શ્રી નમસ્કારમંત્રમાં પાંચ પ્રકારના ગુરુઓ રહેલ છે. શ્રી અરિહંતો માર્ગદર્શક હોવાથી પ્રેરકગુરુ છે, સિદ્ધો. અવિનાશીપદને પામેલા હોવાથી સૂચકગુરુ છે, શ્રી આચાર્યો અર્થના દેશક હોવાથી બોધકગુરુ છે, શ્રી ઉપાધ્યાય સૂત્રનાદાતા હોવાથી વાચકગુરુ છે અને શ્રી સાધુઓ મોક્ષમાર્ગમાં સહાયક હોવાથી સહાયકગુરુ છે. પંચ ગુરુઓને નમસ્કારરૂપ શ્રી નવકારમંત્રને ગુરુમંત્ર અથવા પંચમંગલ પણ કહે છે.
આ પંચ મંગલ સૂત્રરૂપ હોવા છતાં વારંવાર મનન કરવા યોગ્ય હોવાથી તેમ જ તેના સમ્યગુ આરાધન દ્વારા ચમત્કારિક પરિણામો આવતાં હોવાથી તેની પ્રસિદ્ધિ લોકમાં મંત્રરૂપે થઈ છે.
પાંચ જ્ઞાન અને ચાર શરણની જેમ તે ભાવમંગલ છે. પુણ્ય-પાપની વિશેષતાને જાણનાર જીવ આ મંત્રનો વિશેષપણે અધિકારી છે. ધ્યાન અને વેશ્યા
સઘળી ઇન્દ્રિયોને મધ્ય આદિ સ્થાનોમાં કેન્દ્રિત કરીને પછી જે ચિન્તન થાય તેને ધ્યાન કહે છે.
ધ્યાનના બીજા પણ અનેક અર્થો છે. શ્રુતજ્ઞાનને પણ શુભધ્યાન કહ્યું છે. ચિન્તા અને ભાવનાપૂર્વક સ્થિર અધ્યવસાયને પણ ધ્યાન કહ્યું છે. નિરાકાર-નિશુલબુદ્ધિ,” “એકપ્રત્યયસન્તતિ,” “સજાતીય પ્રત્યયન ધારા, “પરિસ્પન્દવર્જિત એકાગ્રચિન્તાનિરોધ' વગેરે ધ્યાનના અનેક પર્યાયો કહ્યા છે તે બધાનો સંગ્રહ પરમેષ્ઠિધ્યાનમાં સમજવાનો છે.
કમલબંધથી, ત્રિકરણ શુદ્ધિથી અને બિન્દુનવકથી પણ નમસ્કારનું ધ્યાન થઈ શકે છે. “નમસ્કારના ધ્યાનનું ફળ લેશ્યાવિશુદ્ધિ છે.'
લેશ્યાવિશુદ્ધિ એટલે માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણ શલ્યથી રહિત ચિત્તના પરિણામ.
શ્રદ્ધાળુ આત્મા જે કોઈ ક્રિયા કરે છે તે બીજાને હલકા પાડવા માટે કે પોતાનો ઉત્કર્ષ સાધવા માટે હોતી નથી. જેમાં મુખ્યત્વે પાપકર્ષની વૃત્તિ હોય તે માયાશલ્ય છે, જેમાં મુખ્યત્વે સ્વોત્કર્ષ સાધવાનો મનોરથ હોય તે નિદાનશલ્ય છે અને જેમાં સ્વમતિની કલ્પના મુખ્ય હોય તે મિથ્યાત્વશલ્ય છે.
ક્રિયાની સફળતા માટે પ્રત્યેક ક્રિયા માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણ શલ્યથી રહિત હોવી જોઈએ અર્થાત્ નિર્દભ, નિશંક અને નિરાસંશ ભાવે થવી જોઈએ.
શ્રી નમસ્કારમંત્રનું ધ્યેયનિષ્ઠઆરાધન જીવને નિભ, નિશંક અને નિષ્કામ બનાવે છે કેમ કે તેમાં મમત્વભાવનું શોષણ અને સમત્વભાવનું પોષણ થાય છે. લેશ્યાવિશુદ્ધિ અને સ્નેહપરિણામ
શ્રી નમસ્કારમંત્રની આરાધનથી બીજા પણ ત્રણ ગુણો પોષાય છે તે છે ક્ષમતા, દમતા, અને શમતા. ક્ષમતા એટલે ક્રોધરહિતતા, દમતા એટલે કામરહિતતા અને શમતા એટલે લોભરહિતતા.
બીજાને આત્મસમાન જોનાર ક્રોધ કોના ઉપર કરે? બીજાને પીડા થાય તેવી રીતે કામ કે લોભનું સેવન પણ તે કેવી રીતે કરી શકે? ING ૨૯૨)
વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પN
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org