________________
‘નમો’ પદનું ઉચ્ચારણ જ ક્રિયાવાચક હોઈ કોઈ શ્રેષ્ઠતત્ત્વનું સીધું ભાન કરાવે છે અથવા ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રિપુટિમાંથી જ્યારે ધ્યાતાનું વિસ્મરણ થઈ મનોવૃત્તિ કેવળ ધ્યેયાકાર બને છે ત્યારે તે ધ્યાન યથાર્થ થયું ગણાય છે.
નમસ્કારની ક્રિયામાં પણ જ્યારે કર્તા અને કર્મનું વિસ્મરણ થઈ કેવળ ક્રિયા રહે છે ત્યારે જ તે સાધના શુદ્ધ થઈ ગણાય છે.
વળી ‘નો’ પદનું ઉચ્ચારણ તે વૈખરી વાણીનો પ્રયોગ છે, તેથી તે ક્રિયાયોગ છે. અર્થનું ભાવન તે મધ્યમા વાણી હોઈ ભક્તિયોગ છે અને નમસ્કારની આન્તર ક્રિયા પશ્યન્તીરૂપ છે તેથી તે જ્ઞાનયોગ છે. એ રીતે કર્મ, ભક્તિ અને જ્ઞાન-ત્રણેય યોગની સાધના ‘નો’ પદમાં રહેલી છે.
નિર્મળ વાસના
નમસ્કારની સાધનાથી મલિન વાસનાઓનો ત્યાગ થાય છે, નિર્મળ વાસનાનો સ્વીકાર થાય છે અને અંતે ચિન્માત્ર વાસના અવશેષ રહે છે.
મલિન વાસના બે પ્રકારની છે : એક બાહ્ય અને બીજી આભ્યન્તર. વિષયવાસના તે બાહ્ય છે અને માનસવાસના તે આત્યંતર છે. વિષયવાસના સ્થૂળ છે જ્યારે માનસવાસના સૂક્ષ્મ છે. વિષયના ભોગકાળમાં ઉત્પન્ન થતા સંસ્કાર તે વિષયવાસના છે અને વિષયો પ્રતિ કામનાના કાળમાં ઉદ્ભવતા સંસ્કાર તે માનસવાસના છે. બીજી રીતે લોકવાસના કે દેહવાસના તે વિષયવાસના છે અને દંભ, દર્પાદિ તે માનસવાસના છે.
નમસ્કારભાવ અને નમસ્કારની ક્રિયાથી બાહ્ય-આંતર એમ ઉભય પ્રકા૨ની મલિન વાસનાનો નાશ થાય છે તથા મૈત્રી, મુદિતાદિ નિર્મળભાવનાઓ પ્રગટે છે.
ચિન્માત્ર વાસના એટલે મન, બુદ્ધિ આદિ ચૈતન્યનો શુભ વ્યાપાર. તેથી કાર્યાકાર્યના વિવેકરૂપી સદ્વિચાર જાગે છે અને અંતે તેનો પણ પરમાત્મ-સાક્ષાત્કારમાં લય થાય છે.
સદ્વિચાર અને સદ્વિવેક તે સાધનારૂપ ‘અપર’ જ્ઞાન છે અને આત્મસાક્ષાત્કાર પરમાત્મસાક્ષાત્કાર તે સાધ્યરૂપ ‘પર’ જ્ઞાન છે. સાક્ષાત્ યા પરંપરાએ ઉભય પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ નમસ્કારભાવ અને નમસ્કારની ક્રિયાથી સિદ્ધ થાય છે. આ સંબંધમાં કહ્યું છે કે
बन्धो हि वासनाबन्धो, मोक्षः स्याद् वासनाक्षयः । वासनास्त्वं परित्यज्य, मोक्षर्थित्वमपि त्यज ॥
--
અર્થ :- વાસનાનો બંધ એ જ બંધ છે. વાસનાનો ક્ષય એ જ મોક્ષ છે. વાસનાઓનો ત્યાગ કરીને તું મોક્ષાર્થિપણાનો પણ ત્યાગ કર અર્થાત્ આત્મસાક્ષાત્કારને મેળવ.’ પરમેષ્ઠિનમસ્કારથી સમત્વની સિદ્ધિ
ચૌદપૂર્વ અને દ્વાદશાંગીમાંથી આપણને જે અનેક પ્રકારનો પ્રકાશ મળે છે, તેમાંનો એક પ્રકાશ એ છે કે આત્મદૃષ્ટિએ કોઈ જીવ આપણાથી ઊતરતો નથી અને દેહદષ્ટિએ કોઈ જીવ આપણાથી ચઢિયાતો નથી.
કર્મમુક્ત જીવની અવસ્થા સર્વની સરખી સુખદાયક છે. કર્મબદ્ધ અવસ્થા સર્વને સરખી કષ્ટદાયક છે કેમ કે કર્મજનિતસુખ પણ પરિણામે દુઃખદાયક છે. સર્વ જીવો સાથે પોતાની તુલ્યતાનું આ પ્રકારે ભાવન અને તે વડે પ્રાપ્ત થતું અપૂર્વ સમત્વ એ મોક્ષનું અસાધારણ કારણ છે.
આ ભાવના આઠેય પ્રકારના મદને, ચારેક પ્રકારના કષાયને અને પાંચેય પ્રકારની ઇન્દ્રિયોને જિતાવનાર થાય છે. તેથી પરમપુરુષાર્થની સિદ્ધિ થાય છે.
શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમાં આ ભાવના વડે શ્રી સિદ્ધિપદને પામેલા અનંતા શ્રી અરિહંતો, વર્તમાનના
અનુપ્રેક્ષાકિરણ ૨
Jain Education International
For Private & Personal Use Only
૨૯૧
www.jainelibrary.org