SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પરમેષ્ઠિ કહેવાય છે. સર્વોત્તમ સ્થાન પર રહેલા હોવાથી પંચપરમેષ્ઠિ બંધાના “ઇશ' એટલે સ્વામી છે તથા નમસ્કાર શબ્દ પ્રણામનો વાચક છે. એથી ઈશ સ્વરૂપ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવાથી ઈશિત્વ' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ સ્વામીઓનો એવો સ્વભાવ જ હોય છે કે તેઓ પોતાના આશ્રિતોને તથા આરાધકોને વૈભવ સંબંધમાં પોતાની સમાન બનાવી દે છે. (૨) “વચનકુવારો એ પદનો સંસ્કૃતમાં પર્યાય “પ્રાર્ચના થાય છે. પ્રર્વેન કશ્યન્ત પૂજ્યન્ત સુરતઃ મMતિહાઇ તિ પ્રાચી: નિનાદ, તે નમસ્કારઃ નમwાર: | જેઓ સુરાસુર દેવો વડે આઠ મહાપ્રાતિહાર્યો દ્વારા પ્રકૃષ્ટ ભાવથી પૂજાય છે તેઓ “I” એટલે જિન છે તેઓનો નમસ્કાર તે “ચનમ:' અથવા “જિનનમસ્કાર.” જિન ભગવાન સર્વ અચરાચર જગતના ઈશ” એટલે સ્વામી છે. તેઓના ઈશિત્વ ભાવના કારણે “નમુવારો એ પદથી “ઈશિત્વ' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૩) પ્રાન્તિ-ત્તિ સિદ્ધિ થામ રૂતિ પ્રાચી: સિદ્ધો: ! અહીં “પ્રચ' શબ્દથી સિદ્ધ ભગવંતો જાણવા. તેઓ ફરીથી સંસારમાં પાછા નહીં આવવાવાળા હોવાથી મોક્ષનગરીના ઈશ અથવા તેઓના કારણે ભવ્ય જીવ ગુણસમૂહના ઈશ બને છે, તેથી તેઓને નમસ્કારવાચક નમુવાજે એ પદનાં ધ્યાન અને જાપથી ઈશિત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રી નવકારના ‘મફત્તા એ પદમાં વશિત્વ સિદ્ધિ સમાયેલી છે તેનાં કારણો - (૧) આ સંસારમાં ધર્મ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે. એથી “મંાતા ' એ પદના ધ્યાનથી ધર્મનું ધ્યાન તથા. આરાધના થાય છે. ધર્મની આરાધનાના પ્રતાપે દેવતાઓ પણ વશીભૂત થઈને તેને પ્રણામ કરે છે, તો પછી અન્ય પ્રાણીઓ વશીભૂત થાય એમાં તો નવાઈ જ શી છે? એથી “મંાતા ' એ પદનો જપ અને ધ્યાન “વશિત્વ' સિદ્ધિને આપે છે. (૨) જેનાથી અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય તેનું નામ મંગળ છે. મનુષ્યના અભીષ્ટની સિદ્ધિ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે તેના સંબંધમાં આવનારા સર્વ પ્રાણી તેને અનુકૂળ હોય. સર્વ પ્રાણીનું અનુકૂળ હોવું તેનું જ નામ વશિત્વ છે. તેથી “કંકાના એ પદના જાપ અને ધ્યાનથી “વશિત્વ' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૩) મંગળવાચ્ય પદાર્થોની સંખ્યા આઠ હોવાથી ‘મંગળ’ શબ્દ આઠ સંખ્યાને સૂચવે છે. જેમ કે બાણોની સંખ્યા પાંચ હોવાથી બાણશબ્દથી પાંચ સંખ્યાનું ગ્રહણ થાય છે તથા નેત્રોની સંખ્યા બે હોવાથી નેત્ર શબ્દથી બે સંખ્યાનું ગ્રહણ થાય છે, તેવી રીતે આઠની સંખ્યા સૂચક મંગલ શબ્દથી “વશિત્વ'; નામની આઠમી સિદ્ધિ સૂચવાય છે. તેથી તેનું ધ્યાન અને જાપ વશિત્વ' નામની આઠમી સિદ્ધિને આપનાર થાય છે. નવકાર : માતા અને પિતા શ્રી નવકાર એ માતાની જેમ શ્રદ્ધા અને વિશ્વાસનું ભાજન છે, પિતાની જેમ ભક્તિ અને બહુમાનનું પાત્ર છે, મિત્રની જેમ અનુમોદના અને પ્રમોદનું સાધન છે, યોગ્યોને યોગ્ય દાન અને આત્માનું સમર્પણ છે. બહિરાત્મભાવનું વિસર્જન છે, બંધુની જેમ પ્રેમ અને પ્રીતિનું સ્થાન છે. શ્રી નવકાર એ માથાનો મુગટ, હૈયાનો હાર, આંગળીની મુદ્રિકા, ધનુષ્યનું બાણ, ભયનું ત્રાણ, રોગની ચિકિત્સા, વિષનો અપહાર, ચંદનનું ઘર્ષણ, મનનું મનન, નામનું મનસ, ગુણ અને ગુણી ઉપરનો અનુરાગ, મનરૂપી ભ્રમરનું કમળ, મનરૂપી પતંગનો દીપક, મનરૂપી હરિણનો સ્વર, મનરૂપી હાથીનો સ્પર્શ, મનરૂપી દીવાની દિવેટ છે. તથા શબ્દાનુવિદ્ધ અને દશ્યાનુવિદ્ધ સમાધિનો હેતુ છે. SN ૮૪ - આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ N Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy