________________
ચાલિ.
રસમાંહિ જિમ ઇખુરસ, કૂલમાં જિમ અરવિંદ,
ઔષધમાંહિ સુધા વસુધા-ધવમાં રઘુનંદ; સત્યવાદિમાં યુધિષ્ઠિર, ધીરમાં ધ્રુવ અવિકંપ, મંગલમાંહિ જિમ ધર્મ, પરિચ્છદ સુખમાં સંપ.
૧૧
દુહા
ધર્મમાંહિ દયા ધર્મમોટો, બ્રહ્મવ્રતમાંહિ વજ્જર-કછોટો; દાનમાંહિ અભયદાન રૂડું, તપમાંહિ જે કહેવું ન કર્યું.
૧૨
ચાલિ.
રતનમાંહિ સારો હીરો, નીરોગી નરમાંહિ, શીતલમાંહિ ઉસીરો, ધીરો વ્રત-ધરમાંહિ; તિમ સવિ મંત્રમાં સારો, ભાખ્યો શ્રી નવકાર, કહ્યા ન જાયેરે એહના, જેહ છે બહુ ઉપકાર. ૧૩
દુહા તજે એ સાર નવકારમંત્ર, જે અવર મંત્ર સેવે સ્વતંત્ર; કર્મ પ્રતિકૂલ બાઉલ સેવે, તેહ સુરતરુ ત્યજી આપ ટેવે. ૧૪
ચાલિ. એહને બીજે વાસિત, હોયે ઉપાસિત મંત, બીજા પણ ફલદાયક, નાયક છે એ તંત; અમૃત ઉદધિ ફુસાર, સારા હરત વિકાર, વિષના તે ગુણ અમૃતનો, પવનનો નહીરે લગાર. ૧૫
. દુહા જેહ નિર્બીજ તે મંત્ર જૂઠા, ફલે નહીં સાંહમ્ હુઈ અપુઠા; જેહ મહામંત્ર નવકાર સાધે, તેહ દોય લોક અલવે આરાધે. ૧૬
ચાલિ. રતનતણી જિમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ, ચૌદ પૂરવનું સાર છે, મંત્ર એ તેહને તુલ્લ; સકલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણ, મહસુઅ-ખંધ તે જાણો, ચૂલા સહિત સુજાણ. ૧૭
ત્રલોચદીપક મહામંત્રાધિરાજ
૪૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org