________________
આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં સમરતાં, લહિયે સુકૃત ઉલ્લાસ. ૪
ચાલિ. નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કુતપુય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ૫
દુહા પંચ નવકાર એ સુપ્રકાશ, એથી હોએ સવિ પાપ નાશ; સર્વ મંગલતણું એક મૂલ, સુજશ વિદ્યા વિવેકાનુકૂલ. ૬
નવકારમંત્રનો મહિમા
ચાલિ. શ્રી નવકાર સમો જગિ, મંત્ર ન યંત્ર ન અન્ય, વિદ્યા નવિ ઔષધ નવિ, એહ જપે તે ધન્ય; કષ્ટ ટલ્યાં બહુ એને, જાપે તૂરત કિદ્ધ, એહના બીજની વિદ્યા, નમિ-વિનમીને સિદ્ધ. ૭
દુહા સિદ્ધ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, તિમજ નવકાર એ ભણે ભવ્ય; સર્વ શ્રુતમાં વડો એ પ્રમાણ્યો, મહાનિશીથે ભલિ પરિ વખાણ્યો ૮
ચાલિ. ગિરિમાંહિ જિમ સુરગિરિ, તમાંહિ જિમ સુરસાલ, સાર સુગંધમાં ચંદન, નંદન વનમાં વિશાલ; મૃગમાં મૃગપતિ ખગપતિ, ખગમાં તારા ચંદ્ર, ગંગા નદીમાં અનંગ સરૂપમાં દેવમાં ઈન્દ્ર. ૯
દુહા જિમ સ્વયંભૂરમણ ઉદધિમાંહિ,
શ્રી રમણ જિમ સકલ સુભટમાંહિ; જિમ અધિક નામાંહિ નાગરાજ, શબ્દમાં જલદ ગંભીર ગાજ
પંચપરમેઝિંગીતા
૪૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org