________________
પરમેષ્ઠિનમસ્કારનો આરાધક આજ્ઞાનો આરાધક બને છે અને આજ્ઞાનો આરાધક શિવસુખને પામે છે. ઉત્કૃષ્ટ અનુમોદના અને ઉત્કૃષ્ટગહ
નમસ્કારની ચૂલિકા સમ્યકત્વરૂપી સંવરને કહે છે, સાધુ નમસ્કાર સર્વવિરતિ સંવરને પ્રગટ કરે છે, આચાર્યનમસ્કાર અને ઉપાધ્યાયનમસ્કાર અપ્રમાદ સંવરને વ્યક્ત કરે છે, અરિહંતનમસ્કાર અકષાય સંવરને તથા સિદ્ધનમસ્કાર પ્રધાનતયા અયોગ સંવરને વ્યક્ત કરે છે.
એ પાંચ નમસ્કાર પાંચેય પ્રકારના સંવરને પુષ્ટ કરે છે, જેથી પરમ મંગલસ્વરૂપ છે. તેમજ તે પાંચેય પ્રકારના આશ્રવોનો કટ્ટર વિરોધી હોવાથી આશ્રવોનો સમૂળગો નાશ કરે છે.
પરમેષ્ઠિનમસ્કાર વડે દુષ્કૃતની સર્વોત્કૃષ્ટગ થાય છે અને સુકૃતમાત્રની સર્વોત્કૃષ્ટ અનુમોદના થાય છે.
પ્રભુની આજ્ઞા દુષ્કૃતમાત્રનો ત્યાગ કરવાની છે તથા સુકૃતમાત્રનું સેવન કરવાની છે. આથી પંચમંગલનું નિત્ય આરાધન કરનારો પ્રભુ-આજ્ઞાનો પરમ આરાધક બને છે.
પ્રભુની આજ્ઞા છએ જીવનિકાયનું હિત કરનારી હોવાથી, પંચમંગલનું સેવન કરનારો છએ જીવનિકાયના હિતને ચિંતવનારો થાય છે. જીવરાશિ ઉપર હિતનો પરિણામ એ મૈત્રી છે. મૈત્રીભાવ ધારણ કરનારો પરમાત્માની આજ્ઞાનો આરાધક થાય છે. નમસ્કાર વડે માધ્યચ્ચ પરિણતિ
નમસ્કાર એટલા માટે મંત્ર છે કે-તે છએ જીવનિકાયની સાથે ગુપ્ત ભાષણ કરે છે, તેમના હિતની મંત્રણા કરે છે અને તે દ્વારા ચારેય પુરુષાર્થને આમંત્રણ આપે છે.
પંચમંગલ એ પરમાત્માની આજ્ઞાનું મૂર્તિમંત સ્વરૂપ છે. પરમાત્માની આજ્ઞા હેમનું હાન, ઉપાદેયનું ઉપાદાન અને ઉપેક્ષણીયની ઉપેક્ષા સ્વરૂપ છે.
મિથ્યાત્વાદિ દેય છે, સમ્યક્ત્વાદિ ઉપાદેય છે અને અનાત્મતત્ત્વ ઉપેક્ષણીય છે.
પરમેષ્ઠિનમસ્કાર દ્વારા મિથ્યાત્વાદિ પાપોનો નાશ થાય છે, સમ્યક્ત્વાદિ ગુણોનો સ્વીકાર થાય છે અને અજીવ તત્વની ઉપેક્ષા થાય છે.
ઉપેક્ષા એટલે માધ્યચ્ચ પરિણતિ. અજીવતત્ત્વ જેમ રાગ કરવા લાયક નથી, તેમ દ્વેષ કરવા લાયક પણ નથી એવી પરિણતિ (મનોવૃત્તિ) તે માધ્યશ્મ પરિણતિ છે.
જીવમાત્ર પ્રત્યે મૈત્રી, અજીવમાત્ર પ્રત્યે માધ્યચ્ય અને જીવની શુભાશુભ અવસ્થાઓ પ્રત્યે અનુક્રમે પ્રમોદ અને કારુણ્ય આદિ ભાવો પરમેષ્ઠિનમસ્કાર દ્વારા કેળવાય છે. પરમેષ્ઠિનમસ્કાર મર્મને સ્પર્શે છે.
આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનું મુખ્ય રસાધન વિચાર છે. તે વિચાર જીવમાત્ર પ્રત્યે મૈત્રીરૂપે અને જડમાત્ર પ્રત્યે વૈરાગ્યરૂપે એમ બે રીતે પ્રવર્તે છે. નમસ્કાર તે બંને પ્રકારના વિચારોને પ્રેરે છે.
પરમાર્થભૂત આત્મા પુરુષોમાં છે. પરમેષ્ઠિનમસ્કાર સપુરુષોમાં રહેલા પરમાર્થભૂત આત્માને નમસ્કારરૂપ છે, જેથી પરમેષ્ઠિનમસ્કાર સકલ શાસ્ત્રોના મર્મરૂપ છે.
શાસ્ત્રો માર્ગ બતાવે છે. તેનો મર્મ સત્પરુષોના અંતરમાં રહેલો છે. પરમેષ્ઠિનમસ્કાર તે મર્મને સ્પર્શે છે. જ્ઞાનચેતનાનો આદર
જગતમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ જો કોઈ હોય તો તે શુદ્ધ ચૈતન્ય છે. પરમેષ્ઠિનમસ્કારમાં તેનું બહુમાન થાય છે. શુદ્ધચૈતન્યસ્વરૂપનું બહુમાન પોતાના શુદ્ધ પદને પ્રગટાવે છે.
- 2લોક્યદીપક મહામંત્રાધિરાજ પS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org