________________
પોતાની શુદ્ધ ચેતના જ્ઞાનસ્વરૂપ છે. પરમેષ્ઠિનમસ્કાર વડે કર્મચેતનાની અને કર્મફળ ચેતનાની ઉપેક્ષા થાય છે અને જ્ઞાનચેતનાનો આદર થાય છે.
જ્ઞાનચેતના રાગાદિથી રહિત છે તેથી વીતરાગસ્વરૂપ છે અને જ્ઞાનાદિથી સહિત છે તેથી સર્વજ્ઞસ્વરૂપ છે. પરમેષ્ઠિનમસ્કાર વડે આત્માનું વીતરાગસ્વરૂપ અને સર્વજ્ઞસ્વરૂપ પૂજાય છે.
નમસ્કારનો તાત્ત્વિક અર્થ પૂજા છે. પૂજા દ્રવ્ય-ભાવસંકોચરૂપ છે. દ્રવ્યસંકોચ વાણીનો અને કાયાનો તથા ભાવસંકોચ મનનો થાય છે. એ રીતે મન, વાણી અને કાયા વડે વીતરાગસ્વરૂપ અને સર્વજ્ઞસ્વરૂપ જ્ઞાનચેતનાનો આદર તથા તેને ધારણ કરનાર પુરુષોની સતત પૂજા એ નમસ્કારનો તાત્પર્યાર્થ છે.
પ્રભુની આજ્ઞા વીતરાગતાને પૂજવાની છે. વીતરાગતા સર્વજ્ઞતાનું અવંધ્ય કારણ છે. ભક્તિનું પ્રયોજક અને સેવ્યતાનું અવચ્છેદક વીતરાગત્વાદિ ગુણોનું હોવાપણું છે. પરમેષ્ઠિનમસ્કારમાં તે જ વસ્તુ પૂજાય છે. તેથી વિપરીત વસ્તુ અસેવ્ય હોવાથી અપૂજ્ય છે.
નમસ્કારમાં પૂજ્યની પૂજા અને અપૂજ્યની અપૂજા સધાય છે તેથી તે મહામંત્ર છે. સત્પરુષો વડે તે સેવ્ય છે, આરાધ્ય છે અને માન્ય છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસના
આજ્ઞાપદાર્થ આપ્તવચન છે. આપ્ત યથાર્થવક્તા છે. યથાર્થવક્તાનું કહેલું યથાર્થવચન તે શ્રવણપદાર્થ છે.
મનનપદાર્થ યુક્તિને શોધે છે. આશ્રવ હેય છે કેમકે તે સ્વ-પર પીડાકારક છે. સંવર ઉપાદેય છે કેમકે તે સ્વ-પર હિતકારક છે.
નિદિધ્યાસનપદાર્થ ઐદંપર્ય બતાવે છે. આજ્ઞાનું ઐદંપર્ય આત્મા છે. આશ્રવની હેયતા અને સંવરની. ઉપાદેયતાનું જ્ઞાન જેને થાય છે તે આત્મા જ આજ્ઞાસ્વરૂપ છે.
પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ આજ્ઞા હેયોપાદેયાર્થક છે અને તે આજ્ઞાનો વ્યાવહારિક અર્થ છે. આજ્ઞાનો નૈવિક અર્થ સ્વરૂપરમણતા છે. સ્વરૂપ રમણતા જ પરમાર્થશરણભૂત છે.
નમસ્કારનો વ્યાવહારિક અર્થ આશ્રવત્યાગ અને સંવરસેવનનું બહુમાન છે. નમસ્કારનો પારમાર્થિકઅર્થ આશ્રવનો ત્યાગ કરનાર અને સંવરનું સેવન કરનાર વિશુદ્ધ આત્મા છે.
વિશુદ્ધ આત્મા જ્ઞાયકરૂપ છે. “જ્ઞ' સ્વભાવવાન આત્મામાં પરિણમન તે નમસ્કારનો ઐદંપર્ધાર્થ છે અને તે જ આત્મસાક્ષાત્કારનું અનંતર કારણ છે. “આત્મા વા રે દ્રષ્ટવ્યો, શ્રોતવ્યો, મંતવ્યો, નિવિધ્યાલિતવ્યો ? - શ્રવણ, મનન, નિદિધ્યાસન વડે આત્માનો સાક્ષાત્કાર થાય છે.
સાક્ષાત્કાર એ મુખ્ય પ્રયોજન છે. તેનું સાધન નિદિધ્યાસન, નિદિધ્યાસનનું સાધન મનન અને મનનું સાધન શ્રવણ છે.
શ્રવણનો અધિકારી મુમુક્ષુ છે. મુમુક્ષુનાં લક્ષણ શામ-દામ-તિતિક્ષા તથા શ્રદ્ધાસમાધાન અને ઉપરીત છે. તેનું મૂળ વિરાગ છે વિરાગનું મૂળ નિત્યાનિત્યાદિનો વિવેક અને વિચાર છે. અમનસ્કતાનો મંત્ર
નમો મંત્ર સર્વ પ્રાણોનું ઉત્ક્રમણ કરાવે છે. “નો' મંત્રનું ઉચ્ચારણ કરવા માત્રથી જ પ્રાણોનું ઊર્ધીકરણ-ઉત્ક્રમણ થાય છે. બીજા અર્થમાં “નમો' મંત્ર સર્વ પ્રાણોનું પરમાત્મતત્ત્વમાં પરિણમન કરાવે છે.
પ્રાણોને મનની ઉપર લઈ જવામાં “નો મંત્ર સહાય કરે છે. અમનસ્કત્વ અને ઉન્મનીભાવની અવસ્થા નનો મંત્રના પુનઃ પુનઃ સ્મરણથી ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે વિપ્રતી| મનો નમ: | “નમો' એ મનની વિશુદ્ધ
અનુપ્રેક્ષાકિરણ ૨
૨૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org