SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ દશામાં ગતિ કરાવનાર મંત્ર છે. મનસાતીત (Beyond mind) અવસ્થા “નમો’ મંત્ર વડે સાધકને સહેલાઈથી પ્રાપ્ત થાય છે. “નમો નમન, પરિણમન એકાર્થક છે. જેનાથી આત્માનું શુદ્ધ સ્વરૂપમાં પરિણમન થાય તે “નમો મંત્ર છે તેથી તે પરમરહસ્યમય મનાય છે. સન્માનનું સર્વોત્કૃષ્ટદાન 'One of the greatest joy in life is the joy giving that do you lt 241491-i આવતું સર્વશ્રેષ્ઠ દાન છે. સર્વ દાનમાં શ્રેષ્ઠ દાન સન્માનનું દાન છે. દાનના સર્વશ્રેષ્ઠ પાત્ર શ્રી પંચપરમેષ્ઠિભગવંતો છે. ચિત્તના શુભભાવથી જેઓ નિરંતર સન્માનનું દાન નમો મંત્ર વડે શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને કરે છે, તેઓ માનવજન્મ પામીને અંશે પણ કરવા લાયક કૃત્ય કરીને કૃતાર્થતાને અનુભવે છે. પરમેષ્ઠિનમસ્કારમાં કૃતજ્ઞતાનો ભાવ રહેલો છે. દુર્ગતિમાં પડતા જીવોને શ્રી પરમેષ્ઠિભગવંતો નમસ્કાર વડે પરમ આલંબનને આપે છે, તેઓના વિશુદ્ધ જીવન વડે પરમ આદર્શને આપે છે તથા ભવસાગર તરવા માટે જહાજ સમાન પરમતીર્થનું સ્થાપન કરી લાખો-કરોડો અને અસંખ્ય જીવોને રત્નત્રયનું છૂટે હાથે દાન કરે છે. એવા પરમ દાતારનું તેમને યોગ્ય સન્માન કરવું એ સર્વ કૃતજ્ઞ જીવોનું પરમ કર્તવ્ય છે. કૃતજ્ઞતા એ પાત્રતા કેળવવાનું અને યોગ્યતા વિકસાવવાનું પ્રથમ સોપાન છે. જેઓ ઉપકારીઓ પ્રત્યે નિરંતર કૃતજ્ઞતા ભાવ દર્શાવે છે તેઓ આ ભવાટવીમાં સુરક્ષિત રહે છે. કૃતજ્ઞતા ગુણ તેઓને જ્યાં જાય ત્યાં ઉત્તમ આત્માઓનો સમાગમ કરાવી આપે છે અને તેમના વાત્સલ્યના સાચા અધિકારી બનાવે છે. કહ્યું છે કે “ક્ષામપિ સMનયંતિવા મવતિ માવતર નૌકા .’ પુરુષોની સંગતિ કરનારને યોગ્ય શુભપુણ્યનું અર્જન કૃતજ્ઞતાભાવ વડે અવશ્ય થાય છે. આ જગતમાં અર્થનું દાન આપનારા હજુ મળી આવશે, પણ દયથી સન્માનનું દાન આપનારા દુર્લભ હોય નમસ્કારમાં જેઓનું ચિત્ત લાગતું નથી, તેઓએ સમજવું જોઈએ કે યોગ્યને યોગ્ય દાન આપવા માટેની ઉદારતા તેઓના Æયમાં હજુ પ્રગટી નથી. કૃપતાનો નાશ કૃતજ્ઞતાથી થાય છે અને કૃતજ્ઞતાનું પાલન સર્વશ્રેષ્ઠ દાતારોને સન્માનનું દાન દેવાથી થાય સર્વોત્કૃષ્ટ શરણાગતિ સર્વોત્કૃષ્ટ ગઈ, સર્વોત્કૃષ્ટ અનુમોદના અને સર્વોત્કૃષ્ટ શરણાગતિ માટેનો મહામંત્ર તે શ્રી નમસ્કાર મહામંત્ર સર્વ પાપોનો સર્વથા પ્રણાશ કરવાનું પ્રણિધાન શ્રી નમસ્કારમહામંત્રમાં રહેલું છે, જે સર્વોત્કૃષ્ટગર્તાના પરિણામ સૂચવે છે. સર્વમંગલોમાં પ્રધાન અને પ્રથમમંગલ નમસ્કાર છે, જે સર્વોત્કૃષ્ટશરણાગતિનો અને સર્વોત્કૃષ્ટઅનુમોદનાનો પરિણામ છે. નમો પદ સર્વોત્કૃષ્ટશરણાગતિનું સૂચક છે, કેમ કે તેમાં એક બાજુ કર, શિર આદિ સર્વ અંગોનું સમર્પણ છે અને બીજી બાજુ તે દ્વારા આત્માના સર્વ પ્રદેશોનું સમર્પણ છે. SN ૨૬૮ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy