SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ કરણ, ત્રણ યોગ, સાત ધાતુ, દશ પ્રાણ, સર્વ રોમ અને સર્વ પ્રદેશો વડે થતી શરણાગતિ એ ઉત્કૃષ્ટ નમસ્કાર છે અને તે શરણાગતિ શ્રી નમસ્કારમહામંત્રનું સર્વોત્કૃષ્ટ વાચ્ય છે. ભવ્યત્વપરિપાકની સઘળી સામગ્રી એકી સાથે સંગ્રહાયેલી શ્રી નમસ્કારમહામંત્રમાં આ રીતે મળી આવે કલ્યાણનો માર્ગ શ્રી નમસ્કાર-મહામંત્રના ઉપકાર અનંતા છે. અનંતા આત્માઓને મુક્તિગમન માટે નમસ્કાર મહામંત્રે પરમ અવલંબન પૂરું પાડેલું છે. સર્વ તીર્થકરો, સર્વ ગણધરો સર્વ પૂર્વધરો અને બીજા જ્ઞાની મહાપુરુષો શ્રી નમસ્કાર મહામંત્રનો આધાર લઈને પરમપદે પહોંચેલા છે. સર્વે મહાપુરુષોને આધાર આપનાર એવો મહામંત્ર આપણને અત્યારે મળ્યો તે આપણું કેટલું મોટું સદ્ભાગ્ય ગણાય? એ રીતે શ્રી નમસ્કાર મહામંત્રનું ગૌરવ વ્હાયમાં ધારણ કરીને તેનું આલંબન લેનાર, દુર્ગતિમાં પડતા એવા પોતાના આત્માને બચાવી શકે છે અને સદ્ગતિને પરમ સુલભ બનાવી શકે છે. આલંબનના આદરથી ઉત્પન્ન થયેલું પુણ્ય જ વિઘ્નોનો ક્ષય કરે છે અને પતન પામતા પોતાના આત્માને ખરે અવસરે ઉગારી લે છે. નીચે પડતાને બચાવનાર અને ઊંચે ચઢવામાં આલંબનભૂત થનાર પ્રત્યેક વસ્તુને પરમ આદરની નજરે જોવાની ટેવ પાડવી જોઈએ. એ ટેવનો અભ્યાસ જ જીવને આત્મવિકાસમાં આગળ વધારનાર છે. શ્રી નવકારમંત્ર એ રીતે કલ્યાણનો માર્ગ શીખવે છે. મંત્રચૈતન્યની જાગૃતિ શ્રી નમસ્કારમંત્રના ઉચ્ચારણની સાથે જ પ્રાણોની ગતિ ઊર્ધ્વ-ઉચ્ચ થવા લાગે છે અને સર્વ પ્રાણો એકસાથે પરમાત્માને વિષે જોડાય છે. મંત્રના ઉચ્ચારણની સાથે જ મન અને પ્રાણ ઊર્ધ્વગતિને ધારણ કરે છે, કર્મનો ક્ષય-ક્ષયોપશમ કરાવે છે, કર્મની અશુભ પ્રકૃતિઓના સ્થિતિ-રસ ઘટાડી દે છે તથા શુભ પ્રકૃતિઓના સ્થિતિ-રસ વધારી આપે છે. સત્યયોપશમ થવાથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તે સબુદ્ધિ ગુરુતત્ત્વનું કાર્ય કરે છે. સદ્ગદ્ધિ દ્વારા આત્મતત્વનો મહિમા જ્ઞાત થાય છે, જેથી અંતર્મુખ વૃત્તિ વધવાની સાથે પરમાત્મતત્વની અનુભૂતિ થવા લાગે છે. એ રીતે મન, મંત્ર અને પ્રાણ તથા દેવ, ગુરુ અને આત્માની એકતા સધાય છે. તેને જ મંત્રશાસ્ત્રમાં મંત્રમૈતન્યનો ઉદ્ભવ થયો કહેવાય છે. કહ્યું છે કે મંત્રાર્થ મંત્રદ્વૈત, જો નાનાતિ તત્ત્વતઃ | શત-અક્ષ-પ્રતોષિ, મંત્રસિદ્ધિ ન ઋતિ કા” અર્થ - મંત્રના અર્થને અને મંત્રમૈતન્યને જે તત્ત્વથી જાણતો નથી તેને કરોડો જાપ કરવાથી પણ મંત્રસિદ્ધિ થતી નથી.' ભાષાવર્ગણાથી શ્વાસોશ્વાસવર્ગણા સૂક્ષ્મ છે અને મનોવર્ગણા તેથી પણ વધુ સૂક્ષ્મ છે. તેનાથી વધારે સૂક્ષ્મ કર્મવર્ગણા છે. તેના ક્ષય-ક્ષયોપશમથી અંતર્મુખવૃત્તિ અને આત્મજ્ઞાન થવા લાગે છે. તેનું જ નામ મંત્રચૈતન્યની જાગૃતિ છે. કહ્યું છે કે गुरूमंत्रदेवताऽऽत्ममनःपवनानामैक्यनिष्कलनादन्तरात्मसंवित्तिः । “મન, મંત્ર અને પવનને તથા દેવ, ગુરુ અને આત્માને પરસ્પર કથંચિત્ ઐક્યનો સંબંધ છે. તે જાણવાથી અંતરાત્મભાવનું સંવેદન થાય છે.' અનુપ્રેક્ષાકિરણ ૨ ૪૯ IN E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy