________________
રૂપ છે, તથા ‘તવ્’ શબ્દ પ્રત્યક્ષ અને આસન્નવર્તી પદાર્થનો વાચક છે; કહ્યું છે કે,
इदमस्तु सन्निकृष्टे, समीपतरवर्तिनि चैतदो रूपम् ।
એ કારણે ‘પદ્મ શબ્દનો પ્રયોગ કરવામાં ન આવ્યો હોત તો સમીપતરવર્તી સાધુઓને નમસ્કારની જ સમ્ભાવના થાત. જ્યારે ‘પદ્મ’ શબ્દના પ્રયોગથી નિદ્ભૂત રીતિએ પાંચેયના નમસ્કારની સંભાવના થઈ શકે છે.
--
પ્રશ્ન :- સાતમું પદ ‘સવ્વપાવપળાસળી' છે, એ પદના કથનની શી આવશ્યકતા છે ? આઠમા અને નવમા પદમાં કહ્યું જ છે કે (આ પાંચ નમસ્કાર) સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. તેથી અર્થપત્તિ પ્રમાણદ્વારા એ વાત સ્વયં સિદ્ધ થઈ જાય છે કે ‘નમસ્કાર સર્વ પાપોનો નાશક છે' કારણકે સર્વ પાપોનો નાશ થયા વિના મંગળ થઈ શકતું જ નથી. એ કા૨ણે સાતમા પદનો પ્રયોગ નિરર્થક લાગે છે.
ઉત્તર ઃ- અર્થાપત્તિ પ્રમાણદ્વારા – સર્વ પાપોનો નાશ થાય છે’ એ વાત સમજી શકાય તેવી હતી તોપણ એ પાપોનો સમૂલ ક્ષય થાય છે કે અંશક્ષય થાય છે એ વાત નિશ્ચિત થઈ શકતી નહોતી. નાશ ત્રણ પ્રકારનો છે. ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ.
એમાં સમૂલ નાશને ક્ષય કહેવામાં આવે છે. શ્રી નંદીસૂત્રમાં કહ્યું છે કે ‘ક્ષયો નિર્મૂહમપમઃ ।' અર્થાત્ નિર્મૂલ નાશનું નામ ક્ષય છે કે જે થવાથી પાપનો ફરી ઉદ્ગમ થતો નથી.
ઉપશમ શાન્તાવસ્થાને કહેવામાં આવે છે; જેમ કે - ‘અનુદ્રાવસ્થોપશમઃ ।' અગ્નિના અંગારાને રાખથી દબાવી દેવામાં આવે તેના જેવી શાન્તાવસ્થા છે. રાખના હઠી જવાથી એજ અગ્નિ વાયુસંસર્ગ આદિથી પ્રબળ બની દહન ક૨વાનું કાર્ય કરે છે તેની માફક ઉપશમ અવસ્થાને સમજવી જોઈએ.
જેમાં વસ્તુના એક દેશ (ભાગ)નો ક્ષય નિર્મૂલ નાશ થાય અને બીજા દેશની ઉપશમાવસ્થા થાય તે ક્ષમોપશમ છે. એ અવસ્થામાં પણ કા૨ણ-સામગ્રી મળી જાય તો ફરી પાપની વૃદ્ધિ થાય છે. આ નમસ્કાર સમસ્ત પાપોનો ઉપશમ યા ક્ષયોપશમ કરતો નથી, કિન્તુ ‘qળાસો’ પ્રકર્ષે નાશ-નિર્મૂલ કરે છે કે જેથી એ પાપોનો ફરી ઉદ્ભવ કદી પણ થઈ શકે નહિં. આ કારણથી જ સાતમું પદ કહેવામાં આવ્યું છે.
પ્રશ્ન :- ‘સવ્વપાવપ્પાસો' એ પદમાં ‘સવ્વ' શબ્દનો પ્રયોગ કરવામાં ન આવે તોપણ ‘નિ પ્રાશયતિ' એ વ્યુત્પત્તિદ્વા૨ા ‘સર્વ પાપોનો સમૂલ નાશ કરનાર છે' એવો અર્થ સિદ્ધ થઈ શકે છે. પછી ‘ સવ્વ શબ્દની શી જરૂર છે ?
-
ઉત્તર ઃ- અહીં પણ ‘સ' શબ્દ સ્પષ્ટતા માટે છે. વ્યુત્પત્તિદ્વારા થનારા અર્થનું જ્ઞાન વિદ્વદ્ગમ્ય છે. એટલું જ નહિ પણ ‘પાપં પ્રશતિ કૃતિ પાપપ્રશાશનઃ ।' એવી વ્યુત્પત્તિ પણ થઈ શકે છે. એ સ્થિતિમાં ‘એક પાપોનો નાશ કરે છે, થોડા પાપોનો નાશ કરે છે કે સમસ્ત પાપોનો નાશ કરે છે ?' એ શંકા ઊભી જ રહે છે, એ શંકા ઊભી ન રહે એ માટે તથા સર્વસાધારણની બુદ્ધિમાં પ્રતીત થાય એ ખાતર ‘સવ્વ’ શબ્દનો પ્રયોગ પરમ આવશ્યક છે.
પ્રશ્ન :- આઠમા પદમાં ‘સવ્વુસિં’ પદનો પ્રયોગ નિરર્થક છે. નવમા પદમાં ‘ મંગતાળ’ . બહુવચનાત્ત પદથી જ સર્વ શબ્દનું ભાન થઈ શકે છે.
ઉત્તર ઃ- જગદ્ધિતકારી વિષયનો સર્વ સાધારણને સુખપૂર્વક અને ભ્રમરહિત બોધ થાય તે માટે, અહીં પણ ‘સવ્વેસિ’ પદની આવશ્યકતા છે. બીજું કારણ એ પણ છે કે લોકમાં મંગલોની સંખ્યા એક નથી કિન્તુ અનેક છે. તેમાંથી કેટલાંક મંગલોનો બોધ કરાવવા માટે પણ ‘માતાળ’એ બહુવચનાન્ત પદનો પ્રયોગ થઈ શકે છે. અહીં કેટલાંક મંગલોનું નહિ, કિન્તુ સર્વ મંગલોનું ગ્રહણ કરવાનું હોવાથી એના વિશેષણ રૂપ ‘' શબ્દનો પ્રયોગ ક૨વો પ૨મ આવશ્યક છે.
૨૮
Jain Education intera
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
wajam elibrary.org