SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન :- આઠમા પદનું કથન કર્યા સિવાય જ નવમા પદનું કથન કરવામાં આવે તોપણ (નવમા પદમાં આવેલ પ્રથમત્વની અન્યથાસિદ્ધિથી જ) અથપત્તિ પ્રમાણધાર આઠમા પદના અર્થની પ્રતીતિ થઈ જાય છે. જેમકે પ્રથમ મંગલ છે. એનો અર્થ જ એ છે કે “સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.' ઉત્તર :- અર્થપત્તિ પ્રમાણદ્વારા અર્થની પ્રતીતિ કેવલ વિદ્વાનોને જ થઈ શકે છે. સામાન્યજનોને ઉક્ત અર્થની પ્રતીતિ કરાવવા માટે આઠમા પદની પણ પરમ આવશ્યકતા છે. બીજું કારણ એ પણ છે કે આઠમા પદનું કથન કર્યા સિવાય જ “gઉમં દવE કંપન્ન ' એમ કહેવામાં આવે તો વ્યાકરણાદિ ગ્રંથોના અનુસાર “પ્રથમ' શબ્દ ક્રિયાવિશેષણ પણ બની જાય અને તેનો એવો અર્થ થાય કે (આ પંચ નમસ્કાર) પ્રથમ અર્થાત્ પૂર્વકાલમાં (કિન્તુ ઉત્તરકાલમાં નહિ) મંગલરૂપ છે.' એવા અનિષ્ટ અર્થની સમ્ભાવના હોવાથી પંચનમસ્કારનું સાર્વકાલિક મંગલરૂપત્વ અસિદ્ધ ન બની જાય, એ ખાતર આઠમા પદની આવશ્યકતા છે. પ્રશ્ન - નવમા પદમાં ‘ઢમં હવ૬ મંડલં ” એ પદદ્વારા પ્રથમ શબ્દનો પ્રયોગ કર્યો તેના બદલે ઉત્તમ, ઉત્કૃષ્ટ કે પ્રધાન આદિ શબ્દોમાંથી કોઈપણ એક શબ્દનો પ્રયોગ કર્યો હોત તો શી હરકત હતી? ઉત્તરઃ- “ઉત્તમ આદિ શબ્દોનો પ્રયોગ નહિ કરતાં “પ્રથમ શબ્દનો પ્રયોગ કર્યો છે એનું કારણ એ છે કે પ્રથમ' શબ્દ “પૃદુ વિસ્તાર એ ધાતુ ઉપરથી બનેલો છે. તેથી એ ધ્વનિ નીકળે છે કે આ પંચ નમસ્કાર એ સર્વ મંગલોમાં ઉત્તમ મંગલ છે, એટલું જ નહિ કિન્તુ તે મંગલ પ્રતિદિન વૃદ્ધિને પ્રાપ્ત થઈને વિસ્તીર્ણ થતું રહે છે. અર્થાત્ તેમાં કદી પણ હ્રાસ (ન્યૂનતા-ઓછાપણું) થતું નથી, પ્રત્યુત સદા વૃદ્ધિ જ થયા કરે છે. જો પ્રથમ શબ્દના પ્રયોગને બદલે ઉત્તમાદિ શબ્દોમાંથી કોઈ એક શબ્દનો પ્રયોગ કર્યો હોત તો આ ધ્વનિ નીકળી શકત નહિ. પ્રશ્ન - નવમા પદમાં ‘વિરૂ ક્રિયાપદનો પ્રયોગ ન કર્યો હોત તોપણ અધ્યાહારથી “દવે ક્રિયાપદનો અર્થ જાણી શકાતો હતો. વાક્યોમાં પ્રાયઃ ‘ત' “મતિ’ ઈત્યાદિ ક્રિયાપદોને અધ્યાહાર રાખીને તેનો અર્થ જાણી શકાય છે. ઉત્તરઃ- અધ્યાહારથી અર્થ જાણી શકાય છે તોપણ “હવ૬ ક્રિયાપદના પ્રયોગનું પ્રયોજન છે અને તે એ છે કે ઉક્ત મંગલની ભવન (થવારૂપ) ક્રિયા અર્થાત્ સત્તા નિરન્તર વિદ્યમાન રહે છે. તાત્પર્ય એ છે કે આ પંચ નમસ્કાર સર્વ મંગલોમાં વૃદ્ધિ પામતું ઉત્કૃષ્ટ મંગલ છે તથા તે મંગળ નિરન્તર વિદ્યમાન રહે છે. જો ‘વવું એ ક્રિયાપદનો પ્રયોગ કરવામાં આવ્યો ન હોય તો આ અર્થ નીકળવો કદી પણ શક્ય નહોતો. પ્રશ્ન:-નવમા પદના અન્તમાં “પંક્તિ પદનો પ્રયોગ ન કર્યો હોત તો પણ “મંર્તિ પદનો અધ્યાહાર થઈ શકતો હતો. અર્થાત “(આ પંચ નમસ્કાર) સર્વ મંગલોમાં પ્રથમ છે.' એમ કહેવાથી “પ્રથમ મંગલ છે” એ વાત સિદ્ધ થઈ શકતી હતી. જેમકે ‘વજવીનાં જાતિવાણ: શ્રેષ્ઠ: | ઇત્યાદિ વાક્યોમાં “કવિ' આદિ શબ્દોનો પ્રયોગ (વ્યવહાર) નહિ કરવાથી પણ એના અર્થની પ્રતીતિ સ્વયમેવ થઈ શકે છે. ઉત્તર :- “કંપન્ન પદનો પ્રયોગ કર્યા સિવાય પણ એના અર્થની પ્રતીતિ થઈ શકતી હતી તોપણ આપણે ઉપર કહી આવ્યા છીએ કે “જગત કલ્યાણકારી પ્રતિપાદ્ય વિષયના પ્રતિપાદનમાં આદિ, મધ્ય અને અન્ય મંગલ કરવું. એ આખનિર્દિષ્ટ (આપ્તસમ્મત) છે. એ કરવાથી ભણવાવાળાને ભણાવવાવાળાને તથા ચિન્તવન કરવાવાળાને સદૈવ મંગલ થાય છે તથા પ્રતિપાદ્ય વિષયની નિર્વિઘ્ન પરિસમાપ્તિ થઈને તેની સદૈવ પ્રવૃત્તિ (પ્રચાર) ચાલુ રહે છે. એ કારણે અહીં અન્તિમ મંગલ કરવા માટે મંગલાર્થ વાચક “મંગલ’ શબ્દોનો સાક્ષાતુ પ્રયોગ કરવામાં આવ્યો છે. નમસ્કાર મહામંત્ર આવશ્યક વિચાર ૨૯ IS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy