SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર :- સામાન્ય કેવલજ્ઞાનીઓનું ગ્રહણ નો તો સવ્વસાહૂi ' એ પદથી થઈ જાય છે. એ પદમાં તો, અને “સંબૂ એ બે શબ્દો લોકમાં રહેલા સર્વ પ્રકારના મુનિવરોના સંગ્રહ અર્થે વપરાયેલ છે. તેમાં કેવલજ્ઞાનીઓ, પરમાવધિજ્ઞાનીઓ, વિપુલમતિ અને ઋજુમતિ મનઃ પર્યાયજ્ઞાનીઓ, ચતુર્દશપૂર્વધરો, દશ પૂર્વધરો, એકાદશાંગના ધારક, શ્રી જિનકલ્પને ધરનારા, ક્ષીરાસવી, મધ્વાગ્નવી, સર્પિરાસવી, સંભિન્નસ્રોત-આદિ લબ્ધિઓના ધારક, કોષ્ઠબુદ્ધિ, બીજબુદ્ધિ, પદાનુસારિ-લબ્ધિ, ચારણ-લબ્ધિ, વૈક્રિય લબ્ધિ આદિને ધરનારા સઘળા મુનિવરોનો સંગ્રહ થઈ જાય છે. એટલે તે માટે જુદા પદની આવશ્યકતા નથી. પ્રશ્ન :- અહંદાદિ પાંચ નમસ્કાર્ય પરમેષ્ઠીઓમાં પ્રત્યેકની સાથે ‘નમો પદ રાખ્યું છે. તેના બદલે આદિમાં એકવાર “નમો’ પદનું કથન કરવામાં આવે તો શેષ પદોમાં સ્વયં “નમ:' પદ અધ્યાહાર થઈ શકે છે તો પછી પ્રત્યેક વખત “નમ:' પદનું કથન કરવાનું પ્રયોજન શું છે? ઉત્તર ઃ- શ્રી નમસ્કાર મંત્રને ગણવાની રીત ત્રણ પ્રકારની છે. પૂર્વાનુપૂર્વી, અનાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી. એ ત્રણ રીતિએ શ્રી નવકારનો જાપ થઈ શકે છે. તેમાં પૂર્વાનુપૂર્વીની રીતિએ ગણતાં પ્રથમ પદના નમ:' શબ્દનો પ્રયોગ શેષ ચારે પદોમાં અધ્યાહારથી આવી શકે છે, પરન્તુ પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વીએ ગુણન કરતી વખતે આદિના નમ:' પદનો અન્વયે પાંચે નમસ્કાર્યોની સાથે દરેક ભંગોમાં થઈ શકતો નથી, એ કારણે પાંચે પદોમાં નમ:' શબ્દનો પ્રયોગ કરવો જરૂરી છે. પ્રશ્ન-ત્રણ પ્રકારની ગણવાની રીત (આનુપૂર્વી) કહી તેનો અર્થ શો છે? ઉત્તર :- ક્રમથી પદોનું ગુણન કરવું તે પૂર્વાનુપૂર્વી છે; જેમ કે ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯. ઉત્ક્રમથી પદોનું ગુણન કરવું તે પશ્ચાનુપૂર્વી છે; જેમ કે, ૯-૮-૭-૬-પ-૪-૩-૨-૧. તથા ક્રમ અને ઉત્ક્રમને છોડી બાકીના સર્વ ભંગોની ગુણનક્રિયાનું નામ અનાનુપૂર્વી છે; જેમ કે, ૯-૭-૮-૫-૬-૩-૪-૧-૨ ઇત્યાદિ નવપદની પૂર્વાનુપૂર્વીનો એક ભંગ છે, પશ્ચાનુપૂર્વીનો એક ભંગ છે અને અનાનુપૂર્વીના ત્રણ લાખ બાસઠ હજાર, આઠ સો ને અઠ્ઠોતેર (૩૬૨૮૭૮) ભંગો છે. કુલ ૩૬૨૮૮૦ ભંગો નવપદના થાય છે. કેટલા પદના કેટલા ભંગ થાય તેને કાઢવાની ગણિતની રીત નીચે મુજબ છે. જેટલાં પદ હોય તેને પરસ્પર ગુણવાં જોઈએ. જેમ કે - પાંચ ભંગ હોય તો – ૧૮૨૪૩૪૪૪૫ =૧૨૦ છ ભંગ હોય તો ૧૨૦ x 9 = ૭૨૦. એ રીતે જેટલાં પદ હોય તેનો પરસ્પર ગુણાકાર કરવાથી જેટલી સંખ્યા આવે તેટલા તેના ભંગ થાય છે. તેમાં પ્રથમનો અને છેવટનો પૂર્વાનુપૂર્વીનો તથા પશ્ચાનુપૂર્વીનો ભંગ છોડીને બાકી બધા ભંગ અનાનુપૂર્વીના ગણાય છે. આ સંબંધી વિશેષ માહિતી ગુરુગમથી સમજવા પ્રયત્ન કરવો. પ્રશન:- “Tણો વંઘનકુવારો એ પદનો શો અર્થ છે? ઉત્તર :- પણ બંધનકુવારો માં “પંઘનમુક્કારો એ તપુરુષ સમાસ છે, કિન્તુ દ્વિગુ (સમાહારદ્વન્દ્ર) સમાસ નથી. “Tૐનાં સંવર્ધા, પચો વા નમક્કા ત ાચનમાર: ' અર્થાત્ “પાંચેયને કરેલો નમસ્કાર' એવો અર્થ થાય છે. એના બદલે “એ પાંચ નમસ્કાર' એવો અર્થ કરવામાં આવે તો સમાસ સમાહાર-દ્વિગુ-દ્વન્દ્ર બની જાય. એ અવસ્થામાં દ્વિગુ સમાસનો પ્રયોગ સ્ત્રીલિંગ યા નપુંસકલિંગમાં કરવો જોઈએ. જેમકે “ત્રિતો’ ‘ત્રિભુવનમ્' “Tચપાત્રમ્' ઇત્યાદિ પરન્તુ અહીં તો પુલ્લિગનો નિર્દેશ છે એ કારણે એને તપુરુષ સમાસ સમજી “એ પાંચને કરેલો નમસ્કાર' એવો અર્થ કરવો જોઈએ. પ્રશ્ન - ઉક્ત પદમાં ‘Tચ' શબ્દનો પ્રયોગ નિરર્થક છે, કારણ કે ઘણો નમુક્કારો' કહેવાથી પણ પાંચેયને નમસ્કાર એવો બોધ થઈ શકે છે. ઉત્તરઃ- “Tચ' શબ્દનો પ્રયોગ સ્પષ્ટતાને માટે છે. બીજું કારણ એ પણ છે કે “ો એ “પુત સર્વનામનું નમસ્કારમહામંત્ર આવશ્યક વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy