SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ એ એકસો આઠ ગુણોનું વર્ણન વિસ્તારથી શ્રી નવપદ આરાધના વિધિ આદિ પુસ્તકોમાં ઘણી જગ્યાએ છપાઈ ગયેલું છે તેથી અહીં આપતા નથી. પ્રશ્ન :- નમાર' નો શબ્દાર્થ શો છે? ઉત્તર - નમો નીતિવમુખ્યતે | તનુ વશિરઃસંયો વિવાવિધવ્યાપા વિશ: ” અર્થાત્ - નમનક્રિયાનું નામ નમસ્કાર છે. એના દ્વારા નમસ્કાર્યની સંમુખ પોતાની હીનતા (ન્યૂનતા-નમ્રતા) પ્રગટ કરાય છે. એ નમ્રતા પ્રગટ કરવાની ક્રિયાને નમસ્કાર કહેવાય છે. અર્થાત-હાથ, પગ અને મસ્તકાદિના સંયોગ દ્વારા પોતાની ન્યૂન દશાને પ્રગટ કરવાવાળો એક પ્રકારનો વ્યાપાર (ચેષ્ટા વિશેષ) તે નમસ્કાર છે. પ્રશ્ન:- શ્રી નવકાર મંત્રમાં ‘રિહંતાણં નમો !' ઇત્યાદિ પાઠ નહિ રાખતાં “નમો અરિહંતાણં ' ઇત્યાદિ પાઠ કેમ રાખવામાં આવ્યો છે ? પ્રથમ નમસ્કાર્યનું પ્રતિપાદન કરી પછી “નમ:' શબ્દનો પ્રયોગ ઘણા સ્થળે જોવામાં આવે છે. ઉત્તર:- “રકાર અક્ષર જ્ઞાનનો વાચક છે અને જ્ઞાન મંગલરૂપ છે તેથી આદિમંગલના હેતુભૂત “નકારને આદિમાં રાખવામાં આવ્યો છે. જગત-કલ્યાણકારી પ્રતિપાઘ વિષયનું પ્રતિપાદન કરતી વખતે આદિ, મધ્ય અને અંતમાં મંગલ કરવું જોઈએ એવું આતંકથન છે. એ રીતે ત્રિવિધ મંગલ કરવાથી એના પઠક, પાઠક અને ચિન્તકોનું સદૈવ મંગલ થાય છે તથા પ્રતિપાદ્ય વિષયની નિર્વિજ્ઞ પરિસમાપ્તિ થઈને સદૈવ તેની પ્રવૃત્તિ ચાલુ રહે છે. “રકાર દ્વારા જેમ આદિમંગલ કરવામાં આવ્યું છે તેમ તો' પદ દ્વારા મધ્ય મંગલ કરવામાં આવ્યું છે અને પંક્તિ” પદ દ્વારા અંતિમ મંગલ કરવામાં આવ્યું છે. પ્રશ્ન :- પ્રધાનતાની અપેક્ષાએ શ્રી નમસ્કાર મંત્રનાં પાંચેય પદોમાં જ્યેષ્ઠાનુયેષ્ઠ ક્રમ રાખવામાં આવ્યો છે તે જરા વિગતથી સમજાવો. ઉત્તર :- શ્રી અરિહન્તોના ઉપદેશથી જ શ્રી સિદ્ધોનું જ્ઞાન થાય છે તથા ભવ્યાત્માઓ ચારિત્રનો આદર કરી કર્મરહિત થઈ સિદ્ધિને પ્રાપ્ત કરે છે તથા શ્રી આચાર્યાદિકને ઉપદેશ દેવાનું સામર્થ્ય પણ શ્રી અરિહન્તોના ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે તેથી શ્રી અરિહન્ત પ્રથમ છે. દેશથી કૃતકૃત્યની અપેક્ષાએ સર્વથા કૃતકૃત્ય હોવાથી શ્રી સિદ્ધ બીજા છે. શ્રી આચાર્યોથી શિક્ષા પ્રાપ્ત કરીને શ્રી ઉપાધ્યાયો સ્વકર્તવ્યનું પાલન કરે છે તેથી આચાર્ય ત્રીજા છે તથા સાધુજન શ્રી આચાર્ય અને શ્રી ઉપાધ્યાય તરફથી દશવિધ યતિધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી સ્વકર્તવ્યનું પાલન કરે છે. તેથી શ્રી ઉપાધ્યાય ચોથા છે અને શ્રી સાધુ પાંચમા છે. એ રીતે શ્રી અરિહંત આદિ પાંચમાં ઉત્તર-ઉત્તરની અપેક્ષાએ પૂર્વપૂર્વની પ્રધાનતા દ્વારા જ્યેષ્ઠાનુજ્યેષ્ઠ ક્રમનો સ્વીકાર કરી પ્રથમ શ્રી અરિહન્તોને, પછી શ્રી સિદ્ધોને, પછી શ્રી આચાર્યોને, પછી શ્રી ઉપાધ્યાયોને અને છેવટે શ્રી સાધુઓને નમસ્કાર કર્યો છે. પ્રશ્ન:- “તો પંદનમુવાડો ' એ પદના બદલે કેટલાકો “ઘણો વંવનનોવાલે !' એ પદ બોલે છે તો બેમાં સત્ય શું સમજવું? ઉત્તર :- સંસ્કૃતમાં “નમાર' શબ્દ છે. તેના પ્રાકૃતમાં બે રૂપો થાય છે : “નમોર' અને “નમુવાર' બેમાંથી એક પણ રૂપ અસત્ય નથી, કિન્તુ બંને રૂપી વ્યાકરણના નિયમથી સિદ્ધ છે. તોપણ પાઠભેદ ન થાય એ કારણે સો પંચ નમુક્કારો ' એ એક જ પાઠ બોલવો વ્યાજબી લાગે છે. મંત્રાક્ષરોના ઉચ્ચારણમાં વારંવાર પાઠભેદ કરવો ઉચિત નથી. પ્રશ્ન:- “નમો અરિહંતા ' એ પદમાં અષ્ટમહાપ્રાતિહાર્યાદિ બાર ગુણે યુક્ત શ્રી તીર્થંકરદેવોનું ગ્રહણ થાય છે. તો પછી શ્રી તીર્થંકરદેવો સિવાયના શ્રી કેવલજ્ઞાની મહર્ષીઓનું ગ્રહણ કયા પદથી સ્વીકારવું? સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education Interna Private Personal use only www.janetary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy