SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિકથિત ધર્મ લોકોત્તમ છે. ચાર વસ્તુઓ શરણરૂપ છે. શ્રી અરિહંતો શરણરૂપ છે, શ્રી સિદ્ધો શરણરૂપ છે, શ્રી સાધુઓ શરણરૂપ છે, કેવલિપ્રરૂપિત ધર્મ શરણરૂપ છે. પ્રશ્ન:- શ્રી નમસ્કાર મહામંત્રના અક્ષરો કેટલા છે? ઉત્તરઃ- શ્રી નમસ્કાર મહામંત્રના કુલ અક્ષરો ૬૮ છે. તેમાં પ્રથમનાં પાંચ પદો મૂલમંત્ર સ્વરૂપ છે. તેમાં વ્યંજન સહિત લઘુ (૩૨) અને ગુરુ (૩) મળી કુલ ૧૩૫” અક્ષરો છે. છેલ્લા ચાર પદો ચૂલિકાનાં છે. તેમાં મૂલમંત્રના પ્રભાવનું વર્ણન કર્યું છે, તેમાં વ્યંજન સહિત લધુ (૨૯) અને ગુરુ (૪) મળી કુલ ૩૩ અક્ષરો છે. એ બંને સંખ્યાને જોડવાથી શ્રી નમસ્કાર મંત્રના કુલ અડસઠ અક્ષરો થાય છે. પ્રશ્ન :- કેટલાક ‘હવ મંત્ર ' ના સ્થાને “ટોડ઼ મંર્તિ ' કહે છે તે બરાબર છે? ઉત્તર:- “વ શબ્દના સ્થાને “દોડ઼ કહેવાથી યદ્યપિ અર્થમાં કોઈ ભેદ થતો નથી, તોપણ “દોડું શબ્દ બોલવાથી ચૂલિકાના ૩૩ વર્ણના બદલે ૩૨ વર્ણ થાય છે, તેથી શ્રી નવકારના કુલ ૬૮ અક્ષરની સંખ્યા મળતી નથી. શ્રી “મહાનિશીથ' સૂત્રમાં કહ્યું છે કે "तहेव -इक्कारसपयपरिच्छिन्न - तिआलावग - तित्तीसअक्खरपरिमाणं एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो, मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलंतिचूलम् ।" અર્થાત્ - શ્રી પંચપરમેષ્ઠી - નમસ્કારરૂપ મૂલ મન્ન, અગિયાર પદો તથા તેત્રીસ અક્ષર પ્રમાણ ત્રણ આલાવાથી યુક્ત છે. અર્થાત્ મૂલ મંત્રના પ્રભાવને બતાવનાર પાછલાં ચાર પદોના અક્ષરોનું પરિમાણ તેત્રીસ છે અને આલાપક ત્રણ છે. શ્રી નમસ્કારાવલિકા' ગ્રન્થમાં પણ કહ્યું છે કે – “કોઈ કાર્યવિશેષ ઉપસ્થિત થવાથી જ્યારે ચૂલિકાનાં જ માત્ર ચાર પદોનું ધ્યાન કરવું હોય, ત્યારે બત્રીસ પાંખડીનું કમલ કલ્પીને એક એક અક્ષરને એક એક પાંખડી ઉપર સ્થાપન કરવો અને તેત્રીસમો અક્ષર મધ્ય કર્ણિકામાં સ્થાપન કરીને ધ્યાન કરવું જોઈએ.” દોડ઼ મંd I’ એવો પાઠ માનવામાં આવે તો એ ધ્યાન કદાપિ થઈ શકે નહિ કારણકે અક્ષરો બત્રીસ થઈ જાય. એ કારણે ‘વડુ માત ' એ પાઠ જ શાસ્ત્રસિદ્ધ છે. પ્રશ્ન :- શ્રી નવકાર મંત્રની ચૂલિકાના તેત્રીસ અક્ષરો માનવાથી છન્દોભંગનો દોષ આવતો નથી? ઉત્તર :- બત્રીસ, વર્ણના શ્લોકની જેમ તેત્રીસ વર્ણના શ્લોક પણ છન્દ શાસ્ત્રમાં માનેલા છે. શ્રી આગમગ્રંથોની અંદર એ રીતે તેત્રીસ વર્ણના શ્લોકો અનેક આવે છે. દાખલા તરીકે શ્રી દશવૈકાલિક સૂત્રની નીચેની ગાથાઓ જુઓ; जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं । न य पुष्पं किलामेइ, सो अ पीणेइ अप्पयं ॥१॥ अहं च भोगरायस्स, तं च सि अंधगवण्हिणो । मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥२॥ પ્રશ્ન :- “શ્રી પંચ-પરમેષ્ઠી-નમસ્કાર મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો જોઈએ કારણકે શ્રી પંચ પરમેષ્ઠીઓના ગુણ ૧૦૮ છે એમ કહેવામાં આવે છે તો તે એકસો ને આઠ ગુણો ક્યા અને કેવી રીતે છે? ઉત્તરઃ- શાસ્ત્રોમાં કહ્યું છે કે - बारसगुण अरिहन्ता, सिद्धा अढेव सूरि छत्तीसं । उवज्झाया पणवीसं, साहू सत्तवीस अट्ठसयं ॥१॥ અર્થાત્ - શ્રી અરિહંતોના બાર ગુણ છે, શ્રી સિદ્ધોના આઠ ગુણ છે, શ્રી આચાર્યોના છત્રીસ ગુણ છે, શ્રી ઉપાધ્યાયોના પચીસ ગુણ છે અને શ્રી સાધુઓના સત્તાવીસ ગુણ છે. પાંચે પરમેષ્ઠીના કુલ ગુણ એકસોને આઠ છે. નમસ્કાર મહામંત્ર આવશ્યક વિચાર નમસ્કાર મહામંત્ર આવશ્યક વિચાર કે તમારી ૨૫ કરવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy