________________
દોષોને જીતનારા હોવાથી વિશિષ્ટ શ્રત વગેરેને ધારણ કરનારા સઘળાય જિન કહેવાય છે. જેમ કે ઋતજિન, અવધિજિન, મન:પર્યાયજિન, કેવળીજિન. તેઓમાં ઉત્તમ કેવળી અને તીર્થંકર હોવાથી, તથા ભગવાનના તથાભવ્યત્વ વડે ખેંચાયેલી વરબોધિના લાભથી ગર્ભિત, અદ્વાત્સલ્ય આદિ વડે ઉપાર્જન કરાયેલી, અનુત્તર-પુણ્યસ્વરૂપ તીર્થંકર નામકર્મની પ્રકૃતિના વિપાકોદયરૂપ, શ્રેષ્ઠપરોપકારને સંપાદન કરવાવાળી કર્મકાય અવસ્થાને બતાવી છે.”
આ ઉપરથી સમજાશે કે વિશિષ્ટ “તથાભવ્યત્વના કારણે તીર્થંકર નામકર્મનો વિપાકોદય ભોગવનારા શ્રી અરિહંત ભગવંતો ઉપકારની દષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે. અને તે દષ્ટિએ જ તેમને પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યો છે.
ગુણની દષ્ટિએ સિદ્ધ ભગવંતો અધિક છે તથા કેવળજ્ઞાની સાધુ ભગવંતો સમાન છે, તોપણ પરોપકારની દષ્ટિએ શ્રી અરિહંત ભગવંતોના આત્મા સર્વાધિક છે. તેથી તેમને પ્રથમ નમસ્કાર ન કરવામાં આવે તો કૃતજ્ઞતા ગુણ નાશ પામે છે અને તે ગુણના નાશની સાથે સર્વ પ્રકારના સવ્યવહારોનો વિલોપ થાય છે. વ્યવહારના વિલોપની સાથે તીર્થનો અને તીર્થના વિલોપની સાથે તત્ત્વનો નાશ થાય છે.
સવ્યવહારના આધારભૂત કૃતજ્ઞતા ગુણનું ઉત્કૃષ્ટ પાલન કરવા માટે અને તે દ્વારા તીર્થ અને તત્ત્વની રક્ષા કરવા માટે મંત્રાધિરાજ શ્રી નમસ્કાર મહામંત્રના પ્રથમપદે “અરિહંત' શબ્દથી સર્વક્ષેત્ર અને સર્વ કાળના તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર કરવામાં આવ્યો છે.
ર ” અને “દંતા ' એ બે શબ્દોનો ભાવાર્થ વિચાર્યા પછી તેનો ઔદંપર્ધાર્થ રાગદ્વેષનો ક્ષય અને તીર્થંકર ભગવંતોની આજ્ઞાનું પાલન છે.
ત્રિભુવનપૂજ્યતાને અપાવનાર તીર્થંકરનામ કર્મરૂપી પરમપાવની પુણ્યપ્રકૃતિનો વિપાકોદય અનુભવનાર શ્રી તીર્થંકરપરમાત્માઓને પ્રથમ નમસ્કાર કરવાથી મોક્ષમાર્ગને ફરમાવનારી, સર્વ નયોથી યુક્ત એવી તેમની પ્રકષ્ટ આજ્ઞા પ્રત્યે પરમ પ્રીતિ અને અંતરંગ ભક્તિ જાગે છે અને તેના પરિણામે તે આજ્ઞાનું નિરતિચાર પાલન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આજ્ઞાના નિરતિચાર પાલનથી અનુક્રમે અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ, ઘાતી કર્મોનો ક્ષય, કેવળજ્ઞાન વગેરે અસામાન્ય ગુણોને જીવ પામે છે. તથા આયુષ્યને અંતે અઘાતી કર્મોનો પણ ક્ષય કરી, પરમનિર્વાણની પણ પ્રાપ્તિ કરે છે.
અહીં કેટલાક ચિંતકો “ મહંતા ' ને બદલે “ સરહંતા ' પદને વિશેષ પસંદગી આપે છે પણ તે શાસ્ત્રોક્ત નથી.
નવપદોથી યુક્ત એવા શાશ્વત શ્રી સિદ્ધચક્ર યંત્રાધિરાજના આદ્ય પદે પણ “નનો રિહંતા નું જ આલેખન છે. તેથી જ મંત્રાધિરાજના આદ્યપદે પણ તે જ યુક્ત છે.
શ્રી મહાનિશીથ આદિ ગંભીર સૂત્રોમાં ઉપધાનાદિ જ્ઞાનાચારોનો ઉલ્લેખ છે, ત્યાં શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધ પ્રથમ અધ્યયનનું વર્ણન “નમો અરિહંતાણં' પદથી જ કરવામાં આવ્યું છે.
શ્રી મહાનિશીથ સૂત્રના પંચમ અધ્યયનમાં કહ્યું છે કે'नमो अरिहंताणं । ' सत्तक्खरपरिमाणं अणंतगमपज्जवत्थसाहगं, सव्वमहामंतपवरविज्जाणं परमबीअभूअं ।'
અર્થઃ પહેલું અધ્યયન “નમો અરિહંતાણે” સાત અક્ષર પ્રમાણ, અનંત ગમપર્યવયુક્ત અર્થનું પ્રસાધક તથા સર્વમહામંત્ર અને પ્રવર વિદ્યાઓના પરમબીજભૂત છે.
શાસ્ત્રાનુસારી તર્કથી પણ એ જ વાત સંગત થાય છે. “દંતા ' ના બદલે “દંતા મૂકવાથી તેનો અર્થ, “અહંતોને નમસ્કાર થાઓ !” એવો થાય છે. અહતો એટલે પૂજ્યો એવો અર્થ માન્ય રાખવાથી આ નમસ્કારની સિદ્ધાદિ પદોમાં અતિવ્યાપ્ત ન થવા
મંગલમયે મંત્રાધિરાજ શ્રી નવકાર
( ૧૦૭
NR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org