________________
ધારણ કરનારા, શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો “રાગદ્વેષાદિ આંતરરિપુઓનો અને તેના કારણભૂત જ્ઞાનાવરણાદિ ઘાતકર્મોનો સર્વથા અંત લાવનારા એવા એવા અરિહંતોને... એ રિ ” અને “ઢતા ” એ બે શબ્દોનો અર્થ થયો.
શબ્દાર્થ જાણ્યા પછી એ બે શબ્દોનો ભાવાર્થ શો છે તે વિચારવું જોઈએ.
અહીં એક શંકા જરૂર થાય તેમ છે અને તે એ કે રાગાદિ આંતરશત્રુઓ કે જ્ઞાનાવરણાદિ ઘાતકર્મોનો સર્વથા નાશ કરનારાઓને નમસ્કાર કરવો એ જ જે પ્રથમ પદનો અભિપ્રેતાર્થ હોય તો તે “નમો સિદ્ધાંઈ ' પદથી પણ થઈ શકે છે અથવા પાંચમા “ નમો નઈ સવ્ય સાઈ પદમાં પણ આવી જાય છે. કારણ કે લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર કરવાથી છબસ્થ મુનિઓ સાથે કેવળજ્ઞાની મુનિવરોને પણ નમસ્કાર થઈ જાય છે. તો પછી પ્રથમ પદમાં વિશેષ શું રહ્યું?'
આ શંકાનું સમાધાન કેવળ શબ્દાર્થોને જાણનાર નહિ કરી શકે, તેનું સ્પષ્ટ સમાધાન ભાવાર્થ જાણવાથી જ થઈ શકે છે.
કહ્યું છે કે “ ચાલ્યાનો વિશેષ પ્રતિપત્તિ: | સૂત્રના વિશેષ અર્થનું જ્ઞાન વ્યાખ્યાનથી અર્થાત્ પૂર્વાપરના સંબંધ યુક્ત વિશેષ વિવેચનથી જ થઈ શકે છે.” જેઓ વિશેષ વિવેચન જેમાં રહેલું છે એવા નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા વગેરેનો આશ્રય લેવાની ના પાડે છે, તેઓ સૂત્રના શબ્દાર્થને જાણવા છતાં તેના મર્મને જાણી શક્તા. નથી.
શ્રી અરિહંતો એટલે “રાગાદિ કે કમદિ ભાવશત્રુઓનો નાશ કરનારા' એટલો જ અર્થ અહીં અભિપ્રેત નથી.
પ્રથમપદની સાર્થકતા ભાવ શત્રુઓનો નાશ કરવા ઉપરાંત તેના વિશેષ અર્થમાં રહેલી છે અને તે વિશેષ અર્થ એ છે કે, “તેઓ વીતરાગ અને સર્વજ્ઞ થયા છે એટલું જ નહિ, પણ શ્રી તીર્થંકર નામકર્મ નામની ઉત્કૃષ્ટ પુણ્ય-પ્રકૃતિને વિપાકોદયથી ભોગવનારા છે, એવા અરિહંતને નમસ્કાર થાઓ.'
પ્રથમપદે રહેલા શ્રી અરિહંતો, ભાવશત્રુઓનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામે છે અને તે વખતે જ તેમની અષ્ટ મહાપ્રતિહાર્યો વડે પૂજા થાય છે તથા તેઓશ્રી ચોત્રીસ અતિશયો અને વાણીના પાંત્રીસ ગુણો વડે અલંકૃત બની ધર્મતીર્થની સ્થાપના કરે છે.
પ્રથમપદે રહેલા શ્રી અરિહંતોની આ વિશેષતા સકળ શત્રુઓનો ક્ષય કરનારા અને બીજા પદે રહેલા સિદ્ધ ભગવંતો કે પાંચમાં પદે રહેલા કેવળજ્ઞાની સાધુ ભગવંતોમાં નથી અને એ ન હોવામાં કારણભૂત “તથાભવ્યત્વ
મોક્ષે જનારા સર્વ જીવોનું “ભવ્યત્વ સરખું છે, પણ “તથાભવ્યત્વ' સરખું નથી.
પ્રથમપદે રહેલા શ્રી અરિહંત ભગવંતોનું તથાભવ્યત્વ, મોક્ષે જનારા બીજા ભવ્ય જીવોથી વિશિષ્ટ હોય છે. તેથી તેમના બોધિ'ને પણ વરબોધિ' કહેવાય છે. “યોગદષ્ટિસમુચ્ચય' નામના પ્રસિદ્ધ ગ્રન્થરત્નના મંગલાચરણમાં સુવિહિતશિરોમણિ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે
किं विशिष्टं वीरम् इत्याह जिनोत्तमम् इति वस्तु विशेषणम् । इह रागादिजेतृत्वात् सर्व एव विशिष्ट श्रुतधरादयो जिना उच्यन्ते । तद्यथा श्रुतजिनाः, अवधिजिनाः, मनःपर्यायजिनाः, केवलिजिनाश्च । अनेन भगवतस्तथाभव्यत्वाक्षिप्तवरवोधिलाभगर्मी अर्हद्वात्सल्योपात्त- अनुत्तरपुण्यस्वरूपतीर्थंकरनामकर्मविपाकफलरुपां, परम्परार्थसम्पादनी कर्मकायवस्थामाह ।'
અર્થ - ભગવાન શ્રી વીર કેવા છે? તો કહે છે કે જિનોત્તમ. આ વસ્તુનું વિશેષણ છે. અહીં રાગાદિ
SN ૧૦૬
આ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ
NS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org