________________
નમસ્કાર કરનારના મનમાં ૨હેલો નમ્ર ભાવ કે એ નમ્ર ભાવને લાવનાર પોતાની લઘુતાનું અને નમસ્કાર્યની ગુરુતાનું ભાન એ ભાવરૂપ નમસ્કાર અથવા જ્ઞાનરૂપ નમસ્કાર છે.
નમસ્કારની આ ચારેય બાજુનું કે ત્રણેય અવસ્થાનું જ્ઞાન થવું તે ‘નમો’ પદના ભાવાર્થની સમજણ છે.
નમસ્કારનો ઐદંપર્યાર્થ
નમસ્કારનો એક ઐદંપર્યાર્થ છે. ઐદંપર્યાર્થ એટલે રહસ્યભૂત અર્થ.
इदं परं प्रधानं यस्मिन् तत्तथा तस्य भावः ऐदंपर्यम् ।
અર્થાત્ આ જેમાં પ્રધાન અર્થ છે તે ઈદંપર, તેનો ભાવ અર્થાત્ પ્રધાનભૂત અર્થ તે ઐદંપર્યાર્થ.
નમસ્કારનો પ્રદાનભૂત અથવા ૨હસ્યભૂત અર્થ તે માનકષાયનો અભાવ છે. અથવા માનકષાય જેમાંથી ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વ અને અજ્ઞાનનો નાશ છે.
નમસ્કારનો બીજી રીતે પણ ઐદંપર્યાર્થ છે અને તે રાગ-દ્વેષનો નાશ અથવા રાગ-દ્વેષનો નાશ કરનાર શ્રી તીર્થંકરદેવોની પ્રકૃષ્ટ આજ્ઞાના પાલન સ્વરૂપ છે.
શ્રી તીર્થંકરદેવોના આજ્ઞાપાલનના પરિણામે રાગ-દ્વેષ, અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ અથવા માનકષાયનો અભાવ એ નમસ્કારનો પ્રધાન અર્થાત્ રહસ્યભૂત અર્થ છે. સામર્થ્ય યોગના નમસ્કારનું એ અંતિમ ફળ છે.
શાસ્ત્રાજ્ઞાના પાલન મુજબ યથાશક્તિ નમસ્કાર તે ઈચ્છાયોગનો નમસ્કાર છે, શાસ્ત્રાજ્ઞાના પાલન મુજબ યથાસ્થિત નમસ્કાર તે શાસ્ત્રયોગ (ભક્તિયોગ) નો નમસ્કાર છે અને નમસ્કારનું અંતિમ ફળ. કેવળજ્ઞાન અથવા વીતરાગભાવની પ્રાપ્તિ તે સામર્થ્ય યોગનો નમસ્કાર છે.
‘નમો’ પદનો શબ્દાર્થ, ભાવાર્થ અને રહસ્યાર્થ તથા આ લેખમાં અગાઉ જણાવ્યા મુજબ નમસ્કારના હેતુ સ્વરૂપ અને અનુબંધ સમજ્યા પછી, હવે નમસ્કાર જેને કરવામાં આવે છે, તે નમસ્કાર્યનું સ્વરૂપ સમજવું જોઈએ.
નમસ્કાર્યનું સ્વરૂપ
મહામંત્ર શ્રી નવકારનાં નવ પદ છે. તેમાં પ્રથમપદે શ્રી અરિહંતપરમાત્માઓને નમસ્કાર છે.
અહીં પદ એટલે વિમવન્ત્યાં પવન્ ‘વિભક્તિ જેને અંતે છે તે પદ એમ નહિ, પણ અર્થની સમાપ્તિ જ્યાં થાય છે, તેવું પદ સમજવું, એ અર્થમાં શ્રી નમસ્કારમહામંત્રનું પ્રથમપદ ‘નમો અરિહંતા’ છે. બીજું પદ - નો સિદ્ધાળું ’ છે - વગેરે.
.
પ્રથમપદ ‘નમો અરિહંતાĪ'ના ‘નમો' શબ્દની વ્યાખ્યા થઈ ગઈ.
હવે ‘અરિહંતાણં ’ માં રહેલા ‘R ’ અને ‘દંતાળું ’ એ બે શબ્દોની વ્યાખ્યા કરવી જોઈએ.
,
તેમાં ‘ ર્િ ’ એટલે શત્રુ અને ‘તાળું ’ એટલે હણનારાઓને અર્થાત્ ‘શત્રુને હણનારાઓને નમસ્કાર થાઓ' એ તેનો પૂરો અર્થ થયો.
અહીં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી ‘શત્રુ’ શબ્દનો અર્થ ‘શત્રુતા’ લેવો જોઈએ. અર્થાત્ શત્રુતાને હણનારા એવો અર્થ કરવો જોઈએ. બાહ્ય શત્રુઓને નહિ, પણ અંત૨માં રહેલી ‘શત્રુતા’ અર્થાત્ બીજા જીવો ઉપર પોતાના આત્મામાં રહેલો ‘શત્રુભાવ' તેનો નાશ કરનારા. ઉપલક્ષણથી બીજા પણ અંતરંગ શત્રુઓનો સ્વપુરુષાર્થ વડે ક્ષય
કરનારા.
વૈરભાવ જેમ અંતરંગ શત્રુ છે, તેમ મમત્વ પરિણામરૂપ સ્નેહભાવ પણ શત્રુ જ છે. અર્થાત્ કર્મબંધના હેતુભૂત રાગદ્વેષ આદિ વિકારોનો સર્વથા નાશ કરનારા અને સર્વ પ્રાણી પદાર્થો પ્રત્યે નિર્વેર અને નિઃસ્નેહવૃત્તિને
મંગલમય મંત્રાધિરાજ શ્રી નવકાર
Jain Education International
For Private & Personal Use Only
૧૦૫
www.jainelibrary.org