________________
સમયે ચતુર્થ જ્ઞાનપ્રાપ્તિ કરનારા અરિહંતો જ કેવળજ્ઞાન પામી મોક્ષમાર્ગને દેખાડે છે, બીજાઓની તે તાકાત નથી. સિદ્ધો દેહ રહિત હોવાથી અને સામાન્ય કેવળજ્ઞાનીઓ અતિશયોરહિત હોવાથી મોક્ષમાર્ગના આદ્યદર્શક બની શકતા નથી. સિદ્ધોનો ઉપકાર અવિનાશીપણુંઃ
અરિહંતોના અરિહંતપણાનો પણ આયુષ્ય પૂર્ણ થતાં અંત આવે છે. સિદ્ધોનું સિદ્ધપણું અવિનાશી છે. કાળની ફાળ સિદ્ધોના ગુણ કે સુખના એક અંશ ઉપર પણ આક્રમણ કરી શકતી નથી. સિદ્ધોના ગુણો અને સુખો અવ્યાબાધ છે. અવ્યાબાધ ગુણ કે અવ્યાબાધ સુખ સિદ્ધો સિવાય બીજા કોઈને પણ નથી. અરિહંતો પણ આયુષ્યકર્મના અંત સુધી દેહને પરતંત્ર છે. સિદ્ધોની સ્વતંત્રતાની આડે આવવાની તાકાત કોઈ પણ વસ્તુમાં નથી. એ કારણ જ અરિહંતો પણ સિદ્ધપણા માટે જ ઉદ્યમ કરે છે અને જગતને પણ એ સિદ્ધપણાના માર્ગે જ લઈ જવાનો પ્રયાસ કરે છે. આચાર્યોનો ઉપકાર આચારઃ
અરિહંતો દેહધારી છે છતાં સર્વકાળ અને સર્વક્ષેત્રોમાં તેમની હાજરી સંસારમાં હોતી નથી. સિદ્ધો દેહરહિત છે અને સંસારના પારને પામી ગયેલા હોય છે, તેથી મુક્તિનો માર્ગ સર્વકાલ અને સર્વ ક્ષેત્રોમાં આચાર્યોથી જ ચાલે છે. આચાર્યો આચારના પાલનથી જ મોક્ષમાર્ગને ચલાવે છે. મોક્ષનો માર્ગ પાંચ પ્રકારના આચારમાં વહેંચાયેલો છે. આચાર્યો તે પાંચ પ્રકારના આચારને મન વચન કાયાથી એવી રીતે પાળે છે કે યોગ્ય આત્માઓની આગળ તે માર્ગનો પ્રકાશ ફેલાય છે. તેમાંથી અનેક યોગ્ય આત્માઓ મોક્ષમાર્ગની આરાધન પ્રત્યે આપોઆપ આકર્ષાય છે. ઉપાધ્યાયોનો ઉપકાર વિનય :
આચાર્યો રાજાના સ્થાને છે. ઉપાધ્યાયો મંત્રીના સ્થાને છે. આચાર્યોનો સ્વયંવિનય કરવો અને બીજા પાસે કરાવવો એ તેમનું મુખ્ય કર્તવ્ય છે. “વિનય વિના જેમ વિદ્યા નથી તેમ વિનય વિના ધર્મ પણ નથી.” આ વાત ઉપાધ્યાયો પોતાના દષ્ટાંતથી જગત સન્મુખ સર્વદા ટકાવી રાખે છે. વિનયના નાશમાં જેમ વિદ્યાનો નાશ છે. તેમ વિનયના નાશમાં ધર્મનો પણ નાશ છે.' એ પદાર્થપાઠ જગતને આપવાનું કાર્ય ઉપાધ્યાયોથી થાય છે. આચાર્યોથી જેમ સદાચારોનું સંરક્ષણ થાય છે. તેમ ઉપાધ્યાયોથી વિનયાદિ સદ્ગણોનું સરંક્ષણ થાય છે. તેઓ સ્વયં વિનય કરે છે અને બીજાઓ પાસે પણ કરાવે છે. વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન (શ્રદ્ધા), દર્શનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ તેઓ સ્વયં મેળવે છે અને બીજાઓને પણ મેળવી આપે છે. સાધુઓનો ઉપકાર સહાય :
આચાર્યો પાસેથી આચાર અને ઉપાધ્યાયો પાસેથી વિનયને મેળવીને મુક્તિમાર્ગની સાધનામાં મગ્ન બનેલા સાધુઓ, મુક્તિમાર્ગના અભિલાષક ભવ્ય આત્માઓને મુક્તિમાર્ગના અનન્ય સહાયક બને છે. અર્થકામાદિ અન્ય સર્વક્ષેત્રોમાં અન્ય સર્વની સહાય સુલભ છે, પણ મુક્તિમાર્ગમાં સાધુઓ સિવાય બીજાઓની સહાય સુલભ નથી. સાધુઓની સાધના જ એવા પ્રકારની રચાયેલી છે, કે એ સાધના દ્વારા ભવ્ય આત્માઓને મુક્તિમાર્ગને આરાધવા માટેની જરૂરી સહાય આપોઆપ મળી રહે છે. સાધુઓ પાસેથી તે સહાય મેળવનારને એક પાઈનું પણ ખર્ચ કરવું પડતું નથી. સાધુઓ પાસેથી અર્થી આત્માઓને જ્ઞાન, દર્શન, ચારિત્ર, શીલ, તપ, અને તેના પરિણામે મળતાં સ્વર્ગ અને અપવર્ગનાં સુખો પણ મફત જ મળે છે. તેના બદલામાં સાધુને કશું જ ખપતું નથી. સાધુઓનો એ અનન્ય ઉપકાર છે.
આ રીતે માર્ગ, અવિનાશ, આચાર, વિનય અને સહાય એ પાંચ પરમેષ્ઠિઓના અનંત ઉપકારોમાંથી વીણીને છૂટા પાડેલા અનુક્રમે પાંચ પ્રધાન ઉપકારો છે. તેને લક્ષમાં લેવાથી પરમેષ્ઠિઓ ઉપર સાચો આદરભાવ જાગે છે. એ આદરભાવ જ જીવને “નવકાર મંત્ર'નો સાચો અધિકારી બનાવે છે.
જ
SN ૮૮
આ
ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ NS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org