SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારનું નિશ્ચયવરૂપ મંત્રાધિરાજ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમંત્રનો જૈનશાસનમાં ખૂબ ખૂબ મહિમા ગવાય છે. જૈનશાસનના તમામ શાસ્ત્રોમાં એનો મહિમા વર્ણવાયો છે અને તેથી જૈન કુળનું નાનું બાળક પણ નવકારને જાણતું જ હોય છે. નવકારને ચૌદ પૂર્વનો સાર કહેવાય છે. અર્થાત્ ચૌદ પૂર્વ સમસ્ત જિનશાસનનો સાર છે અને તેનો પણ સાર આ નવકાર મહામંત્ર છે. આ ગ્રન્થમાં પણ નવકારનો મહિમા અનેક રીતે બતાવવા પ્રયાસ કર્યો છે. નવકારના મહિમાને સૂચવનારી કથાઓ વગેરેનું વર્ણન કરીને પણ નવકારનું માહાત્મા ગાવા કોશિશ કરી છે. આટલું બધું માહાસ્ય વાંચ્યા, વિચાર્યુ કે સાંભળ્યા પછી જિજ્ઞાસુ જીવને જરૂર એમ થાય કે આ મંત્રમાં એવું શું છે કે જેથી તેનો આટલો બધો મહિમા વર્ણવવામાં આવ્યો છે? કહેવા પૂરતો તો ગમે તે વસ્તુનો મહિમા કહી શકાય છે, પણ તેનો મર્મ સમજાય નહિ ત્યાં સુધી અંતરંગ શ્રદ્ધા પારમાર્થિક રીતિએ થઈ શકતી નથી અને એટલા જ માટે નવકારનું પારમાર્થિક સ્વરૂપ શું છે તે સમજવાની પૂરી આવશ્યકતા સિદ્ધ થાય છે. પારમાર્થિક સ્વરૂપ કહો કે નિશ્ચય સ્વરૂપ કહો બંને એક જ વાત છે. પરમાર્થથી નવકાર એ પોતાનો આત્મા જ છે. કારણ કે તેના પ્રથમ બે પદમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું હોય તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અરિહંત અને સિદ્ધ એ આત્માનું જ શુદ્ધ સ્વરૂપ છે. પછીના ત્રણ પદમાં શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના ઉપાયનું વર્ણન કર્યું છે. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય સંવર અને નિર્જરા છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ સંવર નિર્જરા દ્વારા આત્માના શુદ્ધ વીતરાગ સ્વરૂપની પ્રાપ્તિને માટે નિરંતર પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિ તરફ લક્ષ્ય નહિ આપતાં સંવર અને નિર્જરાસ્વરૂપ તેમની સાધના તરફ લક્ષ્ય આપીએ તો એ ત્રણ પદમાં સંવર અને નિર્જરાનું જ સ્વરૂપ બતાવ્યું છે એમ કહી શકાય. નમસ્કાર કરનારો જીવ આત્માના શુદ્ધ સ્વરૂપનો તથા તેની પ્રાપ્તિના ઉપાયરૂપ સંવર અને નિર્જરા તત્ત્વનો આદર કરે છે અને તે દ્વારા એ પોતાના તમામ પાપોનો નાશ કરે છે તે વાત છઠ્ઠા તથા સાતમા પદથી વ્યક્ત થાય છે. તથા પોતે પણ ક્રમે કરીને તે જ ઉપાયથી પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી, તમામ કષાયભાવોના દુ:ખથી બચી, સ્વરૂપનો અનંતો આનંદ અનુભવે છે. માટે તેને સૌથી પ્રથમ મંગળ ગણવામાં આવે છે એ વાત આઠમા તથા નવમા પદથી પ્રગટ થાય છે. એ રીતે વસ્તુતઃ આ નવકારમાં સ્વ-આત્માની જ પાંચ અવસ્થાઓ (પર્યાયો)નું વર્ણન કરવામાં આવ્યું છે. આપણો આત્મા જ અરિંહત સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, આચાર્ય સ્વરૂપ છે, ઉપાધ્યાય સ્વરૂપ છે, તથા સાધુ સ્વરૂપ છે. શ્રી સિરિસિરિવાલ કહા નામના ગ્રન્થરત્નમાં ફરમાવ્યું છે કે- . जं ज्झाया झायंतो अरिहंत स्व-सुपय-पिंडत्थं । अरिहंतपयमयं चेव, अप्पं पिक्खेइ पचक्खं ॥ १ ॥ અર્થ - પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ સ્વરૂપ વડે જે ધ્યાતા અરિહંતને ધ્યાવે છે, તે પોતાના આત્માને પ્રત્યક્ષ અરિહંતમય જુએ છે. ૧. તેને જ અનુસરીને રચાયેલ શ્રી શ્રીપાલરાસમાં પણ કહ્યું છે કે અરિહંતપદ ધ્યાતો થકો, દÖહ ગુણ પક્ઝાય રે, ભેદ છેદ કરી આતમાં, અરિહંત રૂપી થાય રે, વીર જિનેસર ઉપદિશે ૧. અર્થ:- દ્રવ્યગુણપર્યાયથી જે આત્મા અરિહંતપદનું ધ્યાન કરે છે, તે આત્મા અરિહંત અને પોતાની વચ્ચે નમસ્કારનું નિશ્ચયસ્વરૂપ ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy