________________
તથા પ્રકારના યોપશમના અભાવે અર્થનો અવગમ ઓછો વત્તો હોઈ શકે છે, પરંતુ તે વિધાનનો અભાવ-શ્રદ્ધા, સંવેગાદિ ભાવોલ્લાસના અભાવ જેટલો બાધક બનતો નથી. લયોપશમના યોગે અર્થાવગમ અધિક પણ હોય છતાં જે વિધાન પ્રત્યે બેદરકાર હોય તો તે ફળપ્રાપ્તિથી બેનસીબ રહે છે. અર્થબોધ ભલે સામાન્ય હોય પણ વિધાન પ્રત્યે કાળજી હોય તો તે આત્મા પાપક્ષયાદિ ઉચ્ચ ફળોનો ભોક્તા બની શકે છે.
શ્રદ્ધા એટલે “ તથતિ પ્રત્યયઃ | ” “આ તેમ જ છે એવો વિશ્વાસ અથવા “આ જ પરમાર્થ છે' એવી બુદ્ધિ. સંવેગ એટલે “મોક્ષાભિલાષ” અથવા “આ જ આરાધન કરવા યોગ્ય છે, એવું જ્ઞાન.' ભાવોલ્લાસને માટે આ જાતિનાં શ્રદ્ધા અને સંવેગની પરમ આવશ્યકતા છે. જ્યાં સુધી “પંચપરમેષ્ઠિનમક્રિયા એ જ પરમાર્થ છે' એવી બુદ્ધિ ન થાય અને દુઃખ અને તેના કારણભૂત પાપથી રહિત બનવા માટે એ જ એક પરમ સાધન છે એવું આંતરિક જ્ઞાન ન થાય ત્યાં સુધી
અરિહંત બાર ગુણ સહિત છે અને સિદ્ધ આઠ ગુણ સહિત છે. આઠ પ્રાતિહાર્ય અને ચાર મૂલાતિશય મળીને બાર ગુણ થાય છે. અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, ઈત્યાદિ આઠ પ્રાતિહાર્યોનાં નામ છે. અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય ઈત્યાદિ ચાર મૂલ અતિશયો કહેવાય છે.
આઠ કર્મના ક્ષયથી સિદ્ધ પરમાત્માને આઠ ગુણ ઉત્પન્ન થાય છે. આઠ કર્મની ઉત્તર પ્રવૃતિઓ (૧૫૮), સત્તામાં (૧૪૮), બંધમાં (૧૨૦), ઉદયમાં (૧૨૨), ઉદીરણામાં (૧૨૨) હોય છે. બંધ ઉદય, ઉદીરણા અને સત્તા એ ચારે પ્રકારે કર્મથી રહિત હોય તે સિદ્ધ કહેવાય છે. એથીય (પાંચ પરમેષ્ઠિ અને તેમના ગુણ સંબંધી) સૂક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાન ધરાવનાર આત્મા પણ જો તે પ્રત્યે શ્રદ્ધા અને સંવેગથી શૂન્ય હોય તો ફળપ્રાપ્તિનો અધિકારી બનતો નથી.
તથા પ્રકારની યોપશમાદિ સામગ્રીના અભાવે “અરિહંત પરમાત્મા એ મોક્ષમાર્ગના ઉપદેશક છે. સિદ્ધપરમાત્મા એ મોક્ષને પ્રાપ્ત થયેલા છે. મોક્ષ અનંત સુખનું ધામ છે. જન્મમરણાદિ કે ભૂખતૃષાદિ પીડાઓનું
ત્યાં નામનિશાન નથી. દુઃખનું સ્થાન ચાર ગતિરૂપ સંસાર છે. આદિ, વ્યાધિ અને ઉપાધિથી છે ભરપૂર છે. જ્યાં સુધી એ સંસારપરિભ્રમણ મટે નહિ ત્યાં સુધી દુઃખનો અંત આવે નહિ. અરિહંત પરમાત્માઓએ કેવળજ્ઞાનથી તેમ જોયું છે. પોતે સ્વપુરુષાર્થથી કમરહિત બન્યા છે. બીજાઓને કમરહિત બનવાનો માર્ગ બતાવી ગયા છે. એ માર્ગે ચાલનાર પૂર્વે દુઃખરહિત બન્યા છે અને આજે પણ દુઃખરહિત બને છે. અનંત સુખના ભોક્તા પણ તેઓ જ થયા છે અને થાય છે. એ માર્ગની શ્રદ્ધાના અભાવે જ જીવો ચારે ગતિમાં દુઃખ અનુભવી રહ્યા છે. દુઃખનાશ અને સુખપ્રાપ્તિનો પારમાર્થિક ઉપાય અરિહંતો જાણી શકે છે. બીજાઓ તેમના કહેવાથી જ જાણી શકે છે.
અરિહંત કે સર્વજ્ઞ બન્યા પહેલાં જેઓ સુખપ્રાપ્તિનો માર્ગ બતાવે છે તેઓ શ્રદ્ધેય નથી. તેવા અપૂર્ણ જ્ઞાનીના બતાવેલા માર્ગે ચાલવામાં અશ્રેય છે. સંપૂર્ણજ્ઞાનીએ બતાવેલા માર્ગે ચાલવામાં જ શ્રેય છે. જ્ઞાનીએ બતાવેલો માર્ગ ઉપલકદષ્ટિએ કષ્ટપૂર્ણ લાગે તોપણ આદરણીય છે. અજ્ઞાની અગર અધૂરા જ્ઞાનીઓએ બતાવેલો માર્ગ સુખવાળો લાગે તોપણ અનાદરણીય છે.
સમસ્ત દુઃખનો જેમાં સદાકાળને માટે અંત છે એવા મોક્ષને મેળવવા માટેનો માર્ગ સુખાળો હોઈ શકે જ નહિ. અધિક કષ્ટથી બચવા માટે અલ્પકષ્ટ એ કષ્ટ ગણાય જ નહિ. સંસારનાં ક્ષણિક સુખો પણ કષ્ટ વિના મળી શકતાં નથી તો મોક્ષનાં અનંત સુખો વિના કષ્ટ અગર ખાતાંપીતાં મળી જાય એમ માનવું એ ભ્રમ છે. એટલું જેઓ જાણે છે તેમ જ શ્રદ્ધા અને સંવેગ ભરપૂર વિચારો જેમનાં અંતરમાં નિરંતર સ્થાન ધરાવે છે તે આત્માઓ. પંચપરમેષ્ઠિનમસ્કારક્રિયાના યથાર્થ ફળના ઉપભોક્તા બની શકે છે.
અર્થજ્ઞાન મળ્યા પછી સંવેગની શી જરૂર ? એમ કહેવું બરોબર નથી. અર્થજ્ઞાનની સાથે શ્રદ્ધા, સંવેગઈત્યાદિ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તે ક્રિયા ભાવક્રિયા બની શકતી નથી. શાસ્ત્રકારોએ “ભાવને જ સર્વત્ર
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org